24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ગામ મુળી હાલ દહીંસર ગં. સ્વ. સુશીલાબેન હસમુખલાલ શાહના પુત્ર કેતન શાહ (ઉં.વ. ૫૪) તા. ૨૦-૪-૨૧, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે હિનાના પતિ. નિશી, વંશના પિતાશ્રી. છાયા અશોકકુમાર, દિના, શૈલા પંકજકુમાર, જયેશ, મનીષ, પિન્ટુ, મોન્ટુના ભાઈ. મુંબઈ નિવાસી ગં. સ્વ. સરોજબેન કંચનલાલ કંસારાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

રાજુલા હાલ વસઈ સ્વ. બાબુલાલ હરજીવનદાસ મહેતાના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં.વ. ૮૦) તા. ૨-૫-૨૧, રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાબેન લલીતભાઈ દાણી, મિનાક્ષીબેન નીખીલભાઈ મહેતા, રમેશભાઈ, રાજુભાઈના માતુશ્રી. સ્વ. જયશ્રી, રાજશ્રીના સાસુ. બીન્દી, રોનક, ગૌતમ, વૈશાલીના દાદી. પિયર પક્ષે કુંતાણાવાળા ચંદુલાલ ત્રીકમલાલ વોરા, સરોજબેન, હંસાબેન, સુશીલાબેનના બેન. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન

વિંછીયા હાલ ઘાટકોપર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૬૯) તે સ્વ. વિમળાબેન કાંતિલાલ ફુલચંદ કુવાડિયાના પુત્ર. સ્વ. મીનાના પતિ. ડો. અનિશા, મોહિત, ચિંતનના પિતા. અરૂણ ગટ્ટાના સસરા. ઈલા જયેન્દ્ર શાહ, મીનાક્ષી સમીર શાહ, દિપીકા, અશોક, રાજુલ, રાજેશના ભાઈ તા. ૨-૫-૨૧, રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન

ગઢડા (સ્વામીના) હાલ ઘાટકોપર સ્વ. ચંપાબેન ગોપાળજી દોશીના પુત્ર કાંતિલાલ (ઉં.વ. ૮૯) તે ભાનુમતીબેનના પતિ. કેતનભાઈ - જીજ્ઞાબેન, વિકેશભાઈ - કવિતાબેન, શૈલેષભાઈ - દિપ્તીબેન, કલ્પેશભાઈ - રીમાબેન, નીતાબેન - સ્વ. રાજેશભાઈ, નીલાબેન - દીપકભાઈના પિતાશ્રી. તે સ્વ. રમેશભાઈ, સ્વ. રંજનબેન, અનિલભાઈ - હંસાબેન, મહેન્દ્રભાઈ - વર્ષાબેન, સુરેશભાઈ - ભાવનાબેન, સ્વ. વિજયાબેન, સ્વ. લાભુબેન, સ્વ. ઈન્દુબેન, સ્વ. વિમળાબેન, અ. સૌ. સરોજબેનના ભાઈ. કુંકાવાવ નિવાસી સ્વ. ચંપાબેન હરિલાલ શેઠના જમાઈ તા. ૩૦-૪-૨૧ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ડેડાણ હાલ બીલીમોરા સ્વ. નટવરલાલ જમનાદાસ દેસાઈ (ઉં.વ. ૯૦) તા. ૨-૫-૨૧ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સવિતાબેનના પતિ. નયનાબેન, સ્વ. હીનાબેન, અમીતભાઈ, ભાવેશભાઈના પિતાશ્રી. મિલનભાઈ, શૈલેષભાઈ, સંગીતા, દર્શનાના સસરા. મૃણાલ, નિયતિ, ધ્રુવના દાદા. લીલીયા નિવાસી વ્રજલાલ ડી. મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગોંડલ હાલ ઘાટકોપર સ્વ. હેમલતાબેન વસંતરાય શેઠના પુત્ર સુરેન્દ્રભાઈ (ઉં.વ. ૭૨) તા. ૩૦-૪-૨૧ના અરિહંતશરણ પામેલ છે. તે દીનાબેનના પતિ. વિશાલ, પ્રીતી મેહુલ, અમી મનીષ, રિદ્ધિ સાહિલના પિતાશ્રી. નીલમબેન, જયોતિબેનના ભાઈ. સ્વ. જયાબેન જયંતીલાલ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.

ધારી હાલ અમદાવાદ માતુશ્રી લાભુબેન વૃજલાલ ઠોસાણીના પુત્ર જગદીશ (ઉં.વ. ૭૫) તા. ૨-૫-૨૧ના અરિહંતશરણ પામેલ છે. તે સીતાબેનના પતિ. સ્વ. તપન, રોનકના પિતા. સ્વ. હિંમતભાઈ, જીતુભાઈ, દિલીપભાઈ, સ્વ. રમેશભાઈ, રાજુભાઈ, અ. સૌ. અનીલાબેન મુળરાજ ગાંધી (માળીયાહાટીના), અ. સૌ. નિર્મળાબેન પ્રતાપરાય તુરખીયા (લાઠી)ના ભાઈ. સાસરા પક્ષે કે. બી. મહેતા રાજકોટના જમાઈ. લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન

બગસરા નિવાસી હાલ માટુંગા-મુંબઇ લલિતભાઇ રાયચંદ સમજુભાઇ શાહ-બાવીસીના પત્ની અ. સૌ. ગીતાબહેન (પ્રમીલા) (ઉં.વ.૭૨) તા. ૨૪-૪-૨૧ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કેતન, જતીન, નિરવના માતુશ્રી. અ. સૌ. શીતલ, અ. સૌ. નિકીતાના સાસુ. અનુષ્કા-ક્રિશાના દાદી. જયકાંતભાઇ, મહેશભાઇ, પ્રફુલભાઇ, શારદાબહેન, સ્વ. ભારતીબહેન, ભાનુબહેનના ભાભી. પિયર પક્ષે સ્વ. મણીલાલ મોતીલાલ પપૈયાના પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દિગંબર જૈન

ગઢડા સ્વામીના નિવાસી હાલ ઇન્દોર સ્વ. રમાબહેન ભીખાલાલ કામદારના પુત્રવધૂ લીનાબહેન ચીમનલાલ કામદાર (ઉ.વ.૬૯) તા. ૩-૫-૨૧ના દેહપરિવર્તન કરેલ છે. તે ગૌતમ-રાજીવના માતુશ્રી. તે પૂજા-શિલ્પાના સાસુમા. તથા યશ-જશના દાદીમા. તથા સ્વ. નટવરભાઇ, જીતેન્દ્ર, મહેન્દ્ર, સ્વ. જયાબહેન, સ્વ. ઇન્દુબહેન, સરોજબહેન, નયનાબહેન, ઇલાબહેન, નીતાબહેન તથા ભાવનાબહેનના ભાભી. તથા એકલેરા નિવાસી સ્વ. બાબુભાઇ ત્રીભોવનદાસ જસાણીની પુત્રી. લૌકિક વ્યવહાર તથા સાદડી કે પ્રાર્થનાસભા રાખેલ નથી.

પાલનપુરી જૈન

શારદાબેન શાંતિલાલ શાહ (ઉં.વ. ૮૭), તે સ્વ. શાંતિલાલ દલછાચંદ શાહના ધર્મપત્ની, તા. ૩-૫-૨૧ના અવસાન પામેલ છે. તે સ્વ. ભરતભાઈ, કમલેશભાઈ (શાય), બિપીનભાઈ, પરેશભાઈના માતા. પલ્લવીબેન, પ્રજ્ઞાબેન, શીલ્પાબેન, નિમીષાબેનના સાસુ. પૌત્ર-પૌત્રી- રૂષભ, કૃપા, કુનાલ, ધારા, પલક, નકુલ, ફેનીલ, જીમીત, કક્ષાના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન

કોટડી મહાદેવપુરીના છાયા અનિલ સાવલા (ઉં. વ. ૪૯) તા. ૧૮-૪-૨૧ના અવસાન પામેલ છે. અનિલના પત્ની. ગંગાબેન શામજીના પુત્રવધૂ. જંખના, રૂષભના મમ્મી. વેલબાઇ ભવાનજીના પુત્રી. જ્યોતિ, જયેશ, લહેરચંદ, જીતેન્દ્રના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગંગાબેન શામજી, સી-૨, ભાગીરથી સદન, તિલક રોડ, ડોંબીવલી (ઇ.).

ગુંદાલાના ચેતન (રાજુ) નવિનચંદ્ર દેઢીયા (ઉં. વ. ૪૩) ૨-૫-૨૧ના અવસાન પામેલ છે. ગં.સ્વ. મંજુલાબેન નવિનચંદ્રના સુપુત્ર. પ્રતિભાના પતિ. સ્વ. ભાવના, નિલેશ, મનોજ, રાહુલના ભાઇ. પ્રમીલા રામદાસ તાંબેના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મંજુલા નવિનચંદ્ર દેઢીયા, ૧૫૮/૨, કેશવ સદન, સ્વદેશી મિલ રોડ, પોસ્ટ ઑફિસની બાજુમાં, ચુનાભઠ્ઠી (ઇ.), મું. ૨૨.

કોટડી મહાદેવપુરીના અનિલ શામજી સાવલા (ઉં. વ. ૫૩) ૧૨-૪-૨૧ના રોજ અવસાન પામેલ છે. છાયાના પતિ. ભાણબાઇ રતનશીના પૌત્ર. ગંગાબેન શામજીના પુત્ર. જંખના, રૂષભના પિતા. વેલબાઇ ભવાનજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગંગાબેન શામજી, સી-૨, ભાગીરથી સદન, તિલક રોડ, ડોંબીવલી (ઇ.).

નવાવાસના પંકજ કલ્યાણજી વીરા (ઉં. વ. ૫૨) ૧-૫-૨૧ના અવસાન પામેલ છે. કસ્તુરબેન કલ્યાણજી વીરાના પુત્ર. નિશાના પતિ. વિધિ, સ્મિતના પિતા. વર્ષા, સ્વ. હીતેન્દ્ર, રશ્મિ, ગૌતમના ભાઇ. જીજાબેન રમેશચંદ્ર રાવલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. પંકજ કલ્યાણજી વીરા, ૩/જલધારા એપાર્ટમેન્ટ, રેટલાવ, ઉદવાડા, જી. વલસાડ-૩૯૬૧૮૫.

માપરના પ્રવિણ ચાંપશી ભુલા ગોસર (ઉં. વ. ૫૮) તા. ૨૭-૪-૨૧ના અવસાન પામેલ છે. ચંચળબેન ચાંપશીના પુત્ર. સરલાના પતિ. નિરાલી, જીનલ, જીગરના પિતા. દિનેશ, કાંતિ, વસંત, સુરેશ, શીતલના ભાઇ. ઉંમરબાઇ દામજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રવિણ સી. ગોસર, બી/૨૨, દિપ્તી નવલ, ગોગ્રાસવાડી, ડોંબીવલી (ઇ.).

કોટડી મહાદેવપુરીના રસિક કુંવરજી નાગડા (ઉં.વ. ૫૩), તા. ૩૦-૪-૨૧ના અવસાન પામ્યા છે. ભાણબાઇ રતનશીના પૌત્ર. દેવકાબેન કુંવરજીના પુત્ર. કાંતીલાલ, ઉર્મિલાના નાના ભાઇ. ધનબાઇ રવજી થોભણના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: દેવકાબેન કુંવરજી નાગડા, કંથારીયા મેન્શન, ૨જે માળે, ફ્લેટ નં. ૫, એન.જી. આચાર્ય માર્ગ, ચેમ્બુર (ઇસ્ટ).

સમાઘોઘાના માતુશ્રી મંજુલાબેન અરવિંદ કરમશી ગાલા (ઉ.વ ૬૩). તા. ૨/૫/૨૧ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન કરમશી વીરા ગાલાના પુત્રવધૂ. સ્વ. અરવિંદ કરમશી ગાલાના ધર્મપત્ની. અમિત, ઉર્વિ, ભક્તિના માતુશ્રી. મનફરાના માતુશ્રી દમયંતીબેન કેશવજી સત્રાની સુપુત્રી. અશોક કેશવજી, રંજન ઠાકરશી, ચેતના વિજય, જીતેન્દ્રના બેન. સરનામું: અમિત અરવિંદ ગાલા, બી-૧૦૧, પંચધામ કો. ઓપ. હા. સો. સી.એસ રોડ, આનંદનગર, દહિસર પૂર્વ.

દેશલપુર કંઠીના અ. સૌ. અંજનાબેન નવિન નરશી સાવલા (ઉં.વ. ૬૦) તા. ૩૦-૪-૨૧ના અવસાન પામેલ છે. રતનબેન નરશી મોનજી સાવલાના પુત્રવધૂ. નવિન નરશીના ધર્મપત્ની. પુનમ, કાજલ તથા કેકીનના માતુશ્રી. સૈયાના સુપુત્રી. જીતેન્દ્ર, કાંડાગરા સરોજ સુભાષ, પ્રાગપરના ગીતા બીપીન, મો. ખાખરના કુસુમ ભરતના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નવિન સાવલા, બી-૨, ૪૦૬, વાધવા, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર (વે.).

બિદડા (વીરા ફળીયો) હાલ વાલકેશ્ર્વરના શાંતિલાલ મોરારજી વીરા (ઉં. વ. ૭૧) તા. ૩૦-૪-૨૧ના રોજ અવસાન પામેલ છે. ખેતબાઇ મોરારજી વીરાના પુત્ર. રંજનબેનના પતિ. સચીનના પિતાશ્રી. દિનેશ, કલ્યાણજી, નીલમના ભાઇ. ગુજરાત કલોલના લક્ષ્મીબેન મણીલાલ પંડ્યાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. શાંતીલાલ વીરા, ઓમ વિકાસ, તીન બત્તી રોડ, વાલકેશ્ર્વર, મું. ૪૦૦૦૦૬.

ગુંદાલાના રૂક્ષ્મણીબેન પ્રવિણચંદ્ર સાવલા (ઉં.વ. ૭૪) તા. ૨૯-૦૪-૨૧ના દેહ પરિવર્તન કરેલ છે. સ્વ. હાંસબાઇ નાનજી સાવલાના પુત્રવધૂ. પ્રવિણચંદ્ર સાવલાના ધર્મપત્ની. મયુર, દીપલના માતુશ્રી. ભુજપુરના મમીબાઇ વીરજી દેવજી વીરાના સુપુત્રી. સુંદરબેન ચુનીલાલ, લીલાવંતી રાઘવજી, કેસરબેન દામજી, પ્રભાબેન પ્રાગજી, જયવંતી કોરશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: રૂક્ષ્મણી પી. સાવલા, ૪, કલાનિધિ, પ્લોટ નં. ૧૬૬, જૈન સોસાયટી, સાયન, મુંબઇ-૨૨.

વડાલાના રામજી મોરારજી ધરોડ (ઉં.વ. ૭૪), તા. ૧-૫-૨૧ના અવસાન પામેલ છે. ખેતબાઇ મોરારજી ઉમરશીના પુત્ર. મંજુલાના પતિ. જયેશ, શિલ્પા, કલ્પનાના પિતા. દેવકાબેન રાઘવજી, લક્ષ્મીબેન શામજી, કપાયાના ચંચલબેન શામજી, મણીલાલ, લક્ષ્મીચંદ (રાજુ)ના ભાઇ. ભુજપુરના રતનબેન વેલજી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયેશ શાહ, બી/૨/૧૦૪, સુખસાગર, ડો. ડી.બી. માર્ગ, મુંબઇ સેન્ટ્રલ, મું. ૮.

કપાયાના લક્ષ્મીચંદ નાનજી ગોગરી (ઉં.વ. ૬૭), તા. ૨-૫-૨૧ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. ઝવેરબેન નાનજી ધનજીના સુપુત્ર. ગુણવંતીના પતિ. ભાવિન, હેતલના પિતા. સાકરબેન, પ્રભાબેન, પ્રવિણાબેનના ભાઇ. ગેલડા મુલબાઇ હીરજી લાલજીના જમાઇ. ડૉ. વસંત બારોટ, હર્ષદ શાહના ભાઇ તુલ્ય. ભાવિનના પિતાશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. લક્ષ્મીચંદ ગોગરી, બી/૧૧, શીવધામ સોસાયટી, શંકરગલી, કાંદીવલી (વે.).

કોડાયના અ.સૌ. મધુબેન (જખીબાઇ) ગોગરી (ઉં.વ. ૭૩), તા. ૩૦-૪-૨૧ના અવસાન પામેલ છે. મકાંબાઇ ડુંગરશીના પુત્રવધૂ. ચીમનલાલના પત્ની. અજય, મનિષ, અરવિંદના વિંઝાણના લક્ષ્મીબેન લીલાધર/દેવકાબેન વશનજીના પુત્રી. સ્વ. નિર્મળા, ખીમજી, વાલજી, ખુશાલ, વસંત, પ્રેમજી, મંજુલા મુલચંદ, જ્યોત્સના મહેન્દ્ર, રસીલા ગાંગજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચિમનલાલ ગોગરી, દિપક સોસાયટી, ડો. મુશ રોડ, થાણા (વે.).

વડાલાના ચુુનીલાલ લખમશી નિસર (ઉં. વ. ૭૩), તા. ૧-૫-૨૧ના અવસાન પામેેલ છે. જીવાબાઇ મેઘજીના પૌત્ર. હાંસબાઇ લખમશીના પુત્ર. નિર્મળાના પતિ. છાયા, કલ્પાના પિતા. શાંતી, વસંત, હસમુખ, નિર્મળા, નિરંજનાના ભાઇ. બગડા સોનબાઇ શામજી નથુ વોરાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચુનીલાલ નિસર, ૨૧, ગૌતમ સોસા., મહંત રોડ, વિલેપાર્લા (ઇ.).

નાની ખાખરના મણીબાઇ કલ્યાણજી દેઢીયા (ઉં.વ. ૮૦) ૩૦-૪ના અવસાન પામ્યા છે. મઠાંબાઇ લાલજીના પુત્રવધૂ. કલ્યાણજીના પત્ની. પ્રવિણ, તારાચંદ, ભારતી, છાયાના માતુશ્રી. દેવકાંબેન વશનજી, દેવકાબેન હેમરાજ ઉમરશીના પુત્રી. બાબુભાઇ, રસીકલાલ, વાડિલાલ, શાંતિલાલ, કલ્યાણજી, મોંઘીબેન પ્રેમજી, નવીનાર ઝવેર લાલજી, કસ્તુર દામજી, વસુમતી નાનજી, નાનબાઇ શામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી.

બિદડા (ખા.ફ.)ના અ.સૌ. હેમલતા (મણીબાઇ) લક્ષ્મીચંદ દેઢીયા (ઉં. વ. ૮૦), તા. ૧-૫-૨૧ના અવસાન પામેલ છે. લક્ષ્મીચંદના પત્ની. વેલબાઇ/સોનબાઇ દેવશી નેણશીના પુત્રવધૂ. ગીરીશ, દર્શના, કેતનના માતુશ્રી. મઠાંબાઇ તેજશી હીરજીના સુપુત્રી. તુંબડીના દમયંતી ચાંપશી કુંવરજી, રતનબેન મુરજી શીવજી, રસીલા શાંતીલાલ માલશી, પ્રવિણ, દિનેશના બેન. પ્રાર્થના રાખેલ નથી.

ગોધરાના મણીબેન ધનજી છેડા (ઉં.વ. ૮૩), તા. ૨-૫-૨૧ના અવસાન પામેલ છે. મા. પાનબાઇ પ્રેમજી વેલજીના પુત્રવધૂ. સ્વ. પ્રદીપ, હર્ષદ, ભારતી, ભદ્રા, આશાના માતુશ્રી. લક્ષ્મીબેન વીરજી લધાની સુપુત્રી. દામજી, નાનજી, રામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ૨૦૪, સમાધાન બિલ્ડીંગ, એલ.ટી.રોડ, મુલુંડ (ઇ.).

રતાડીયા (ગણેશ)ના તારાબેન (તેજબાઇ) વશનજી ધનજી સાવલા (ઉં.વ. ૮૧), તા. ૨-૫-૨૧ના અવસાન પામ્યા છે. હીરબાઇ ધનજી લાધાના પુત્રવધૂ. વશનજી ધનજીના પત્ની. હીરબાઇ ખેતશી કરમશીના પુત્રી. વિનોદ શીવજી ગાલા, કુંદરોડીના ઉર્મિલા પોપટલાલ ખીમજીના બહેન તુલ્ય. પ્રાર્થના રાખેલ નથી. નિ. શાંતાબેન રમેશ વોરા, એ/૫૦૩, દત્તટાવર, ડો. મુસ રોડ, તલાવપાળી, થાણે (વે.)

બાડાના હીરજી જેઠાભાઇ વેલજી ગાલા (ઉં.વ. ૮૯), તા. ૧-૫-૨૧ના દેહત્યાગ કરેલ છે. લક્ષ્મીબેનના પતિ. નરેશ, મધુ, રસીલા, ભરત, પરેશના પિતા. નાથબાઇ, વેજબાઇ ઉમરશી, આસુભાઇ, લક્ષ્મીચંદના ભાઇ. બાડાના ગંગાબેન હીરજી મુરગના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. લક્ષ્મીબેન હીરજી, એ-૩૦૩, અનુપમ એપાર્ટમેન્ટ, ગેસ વર્કર લેન, લાલબાગ, મું. ૧૨.

ગુંદાલાના ગં.સ્વ. અમૃતબેન (ઉમરબેન) જાદવજી રાંભીયા (ઉં.વ. ૯૩), તા. ૧-૫ના દેહ પરીવર્તન કરેલ છે. પદમાબેન ખેતશી નાંગપારના પુત્રવધૂ. લક્ષ્મીચંદ, વસંત, ચંદ્રીકા, હેમેન્દ્ર, લીલાવંતી (નીલા) રોહિત, દીલીપ, પરેશના માતુશ્રી. છસરા હીરબાઇ રામજી દેવજીના પુત્રી. ખીમઇબાઇ/કંકુબાઇ શીવજીના દોહીત્રી. મેઘજી ઠાકરશી, જાદવજી, રાઘવજી, મણીબાઇ નરશી, જવેરબાઇ હીરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિલીપ રાંભીયા, દેઢીયા નિવાસ, આર.આર.ટી. રોડ, મુલુંડ (વે.).

ગજોડના પુષ્પાબેન કલ્યાણજી વેલજી શાહ (છેડા) (ઉં. વ. ૮૯) ૩૦-૪-૨૧ના અવસાન પામેલ છે. તે સ્વ. લીલબાઇ વેલજીના પુત્રવધૂ. કલ્યાણજીના ધર્મપત્ની. ડેપાના કુંવરબાઇ દેવરાજ ચના શાહ, ના. તુંબડીના માંકબાઇ નાનજી વેલજી સાવલાના સુપુત્રી. હીરજી દેવરાજ, ના. તુંબડીના લાલજી શીવજી વીશનજી, તારાબેન નાગજી, સાકરબેન માવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: હીરજી શાહ, બી-૨૦, ગૌતમ નગર, એલ.ટી.રોડ, બોરીવલી (વેસ્ટ).

દેશલપુર (કંઠી)ના કસ્તુરબેન મોરારજી મકડા (ઘડિયાલી) (ઉં. વ. ૮૮), તા. ૩૦-૪-૨૧ના અવસાન પામેલ છે. કુંવરબેન ખીમજીના પુત્રવધૂ. સ્વ. મોરારજી ખીમજીના ધર્મપત્ની. મુલચંદ, દમયંતી (ચંદન), મંજુ, વસંત, વિમળા, રમેશના માતુશ્રી. નવીનારના નેણબાઇ વીરજી મોણશીના સુપુત્રી. રામજી, કલ્યાણજી, વલ્લભજી, નાગજી, જેવુબેન મેઘજી, વેલબાઇ (મંજુલાબેન) મોરારજી, ઝવેરબેન લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિમલા મહેન્દ્ર છેડા, મોર્ડન વિલા, ફ્લેટ નં. ૯, ૭મો ગોલીબાર રોડ, સાંતાક્રુઝ (ઇ.).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

મોરચુપણા હાલ મીરારોડ વૃજલાલ હીરાચંદ શાહના પુત્ર સ્વ.ખાંતિલાલના પત્ની, જયાબેન (ઉં. વ. ૭૭) તે ૧/૫/૨૧ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે ચેતન, જીજ્ઞેશના માતા, નીપા તથા જયનાના સાસુ. સ્વ. ચંપકલાલ કલ્યાણજી મહેતા હદમતાબાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થા.જૈન

મોટી કુંકાવાવ નિવાસી હાલ અંધેરી સ્વ.બાપાલાલ પરમાણંદદાસ કામદારના દીકરી વિલાસબેન (ઉં. વ. ૭૪) તે પંકજ ભાયાણીના માતા, દિવ્યાંકાના સાસુ, સ્વ.મનસુખભાઇ, સ્વ.છોટુભાઈ, જયંતીભાઈ, સ્વ.કિશોરભાઈ તથા સ્વ.મંજુલાબેન ઘેલાણીના બહેન ૧/૫/૨૧ના રોજ અરિહંતશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન

ગઢડા હાલ મીરારોડ રશ્મિકાન્ત (ઉં. વ. ૫૭) તે સ્વ.અમૃતલાલ હરખચંદ બગડિયાના પુત્ર, પ્રજ્ઞાના પતિ, સિધ્ધિ, યશ્વીના પિતા, નીતિનભાઈ, નિમેષ, સ્વ. જયેશના ભાઈ, ભાવનગર નિવાસી લક્ષ્મીદાસ વનમાળીદાસ દીવાનના જમાઈ.૩૦/૪/૨૧ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પાટણ જૈન

તંબોળીવાડો ઘીવટો પાટણ નિવાસી હાલ વસઈ રમેશચંદ્ર સેવંતીલાલ ખાંડવાળા (ઉં. વ. ૮૪) તે ૨/૫/૨૧ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.સેવંતીલાલ ગભરૂચંદ શાહના પુત્ર, સ્વ.કુસુમબેનના પતિ, ધીરેન તથા નેહાના પિતા, શૈલા તથા રાજેશના સસરા, રજની, દિલીપ, ચારૂ તથા અશોકના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સોરઠ વિસા શ્રીમાળી જૈન

ખારચિયા હાલ બોરીવલી હિમાંશુ પ્રવિણચંદ્ર ગુલાબચંદ કોરડીયા (ઉં. વ. ૪૨), રવિવાર તા. ૨/૫૨૧ના અરિહંતશરણ પામેલ છે. જેઓ હર્ષાબેન અને સ્વ. પ્રવિણચંદ્ર ગુલાબચંદ કોરડીયાના સુપુત્ર, બીજલના પતિ / જીલ અને જીયાના પિતા તથા તેઓ શીતલ અને હિતેનના ભાઈ, શ્ર્વસુર પક્ષે મોટી પાનેલી નિવાસી પ્રવીણભાઈ ફુલચંદ મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

કાળધર્મ

અમદાવાદ મધ્યે શ્રી દરીયાપુરી સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય ગુરુભગવંત પ.પૂ. વિરેન્દ્રજી સ્વામીના આજ્ઞાવર્તી પ.પૂ. પ્રભાવતી મહાસતીજીના સુશિષ્યા પ્રવિણાબાઇ મહાસતી (ઉં. વ. ૯૧) શનિવાર, તા. ૧-૫-૨૧ના કાળધર્મ પામેલ છે. સંસાર પક્ષે ગામ બેરાજાના શ્રી દેવજી લધા મામણીયાના પુત્રવધૂ તથા ગામ રામાણીયાના માતુશ્રી દેવકાબેન (પાલક માતા શ્રીમતી લક્ષ્મીબેન) શામજી ખેતશી સાવલાના સુપુત્રી.

શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણોદય સાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના આજ્ઞાવર્તીની પ.પુ. સાધ્વીશ્રી ચારૂધર્માશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ. સાધ્વીશ્રી રત્નત્રયાશ્રીજી મ.સા.ના ૬૩ વર્ષની ઉંમર કાળધર્મ પામ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

x01412q
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com