24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તબીબી કર્મચારીઓની ઉપલબ્ધિ વધારવા મોદી મહત્ત્વના નિર્ણયો લેશે

નવી દિલ્હી: કોરોના સામે લડવા માટે માનવબળ (ડૉક્ટર, નર્સ, અન્ય સ્ટાફ)ની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત પૂરી કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનઇઇટી-પીજીની પરીક્ષાઓ ચાર મહિના સુધી સ્થગિત રાખવા સહિતના સંખ્યાબંધ નિર્ણયો લીધા છે, જેથી કોરોનાના ગંભીર કાળમાં ક્વૉલિફાઇડ ડૉક્ટરો ફરજ બજાવવા માટે ઉપલબ્ધ રહી શકે. એનઇઇટી-પીજીની પરીક્ષાઓ ૩૧ ઑગસ્ટ પહેલાં નહીં લેવાય.

વડા પ્રધાનના કાર્યાલયે સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટેલિફોન પર માઇલ્ડ કોવિડ કેસો માટે સલાહ, સારવાર આપવા જેવી સેવા માટે ફેકલ્ટીના નિરીક્ષણ હેઠળ ફાઇનલ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવશે. મેડિકલ ઇન્ટર્ન્સ તેમના ફેકલ્ટીના નિરીક્ષણ હેઠળ કામ કરી શકશે. આને કારણે હાલમાં ફરજ બજાવી રહેલા ડૉક્ટરોનો કામનો બોજો હળવો થશે.

બી.એસસી અથવા જીએનએમ પાસ કરેલી નર્સોને સિનિયર ડૉક્ટરોની દેખરેખમાં ફૂલ ટાઇમ કોવિડ દર્દીની ફરજ પર મૂકવામાં આવશે. કોરોનામાં ફરજ બજાવતા મેડિકલના વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને રસી આપવામાં આવશે. કોરોનામાં મિનિમમ ૧૦૦ દિવસ સફળતાપૂર્વક ફરજ બજાવનારાઓને મેડિકલ કર્મચારીઓને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. તેમને ભારત સરકાર તરફથી વડા પ્રધાનનું વિશિષ્ટ કોરોના રાષ્ટ્રીય સેવા સન્માન આપવામાં આવશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

mV3r673
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com