24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પરમબીર સિંહની તપાસ કરવા અસમર્થ: ડીજીપી સંજય પાંડેનો ગૃહ મંત્રાલયને પત્ર

મુંબઈ: ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની તપાસ કરવા અસમર્થ હોવા સંદર્ભેનો પત્ર ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) સંજય પાંડેએ ગૃહ મંત્રાલયને લખ્યો છે. પરમબીર સિંહના નવા આરોપ બાદ સંજય પાંડેએ ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. મહારાષ્ટ્રના બે પોલીસ અધિકારીએ પરમબીર સિંહ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ડીજીપી સંજય પાંડેએ આ પ્રકરણે તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતા. જોકે હવે સંજય પાંડેએ પરમબીર સિંહની તપાસ કરવા અસમર્થ હોવા સંદર્ભેનો પત્ર ગૃહ મંત્રાલયને લખ્યો છે. રાજ્ય સરકારે પરમબીર સિંહ વિરુદ્ધ બે પ્રકરણની શરૂ કરેલી પ્રાથમિક તપાસ સામે પરમબીર સિંહ વિરોધ દર્શાવીને ફરી એક વાર હાઇ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. તેમણે આ સંદર્ભે એક યાચિકા દાખલ કરી છે, જેમાં તેમણે ગંભીર આરોપ કર્યા છે. પરમબીર સિંહે આ વખતે સંજય પાંડે પર પણ ગંભીર આરોપ કર્યા છે. માર્ચ મહિનામાં મુંબઈના પોલીસ કમિશનર પદેથી પરમબીર સિંહને હટાવવામાં આવ્યા હતા અને તેમને મહારાષ્ટ્ર હોમ ગાર્ડના ડીજી બનાવાયા હતા. બાદમાં તેમણે રાજ્યના તત્કાલીન ગૃહ પ્રધાન વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ કર્યા હતા. આથી તેમને વિના કારણે ત્રાસ આપવામાં આવી રહ્યો છે. એ સિવાય તેમની વિરુદ્ધ એક પછી એક ગુના દાખલ કરવામાં આવશે, એવું કહી તેમના પર અનિલ દેશમુખ વિરુદ્ધ લખેલો પત્ર પાછો ખેંચવા માટે દબાણ લાવવામાં આવી રહ્યો છે, એવો આરોપ યાચિકામાં કરાયો છે. દરમિયાન રાજ્ય સરકારે ૧ એપ્રિલ અને ૨૦ એપ્રિલે સંજય પાંડેને બે પ્રકરણમાં પરમબીર સિંહની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

28kkn3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com