24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અનિલ અંબાણીનો વીડિયો વાઈરલ
મહાબળેશ્ર્વરના ગોલ્ફ કોસને બંધ કરવાનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઉદ્યોગપતિ અનિલ અંબાણી મહાબળેશ્ર્વર હિલ સ્ટેશન ખાતેના ગોલ્ફ કોર્સના મેદાનમાં ચાલતા હોય તેવો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો.

સ્થાનિક પાલિકાએ તે ખાનગી ક્લબને ગોલ્ફ કોર્સ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. લૉકડાઉન જાહેર થયા બાદ ગોલ્ફ કોર્સ ખૂલ્લું રાખવાની પરવાનગી ન હોવા છતાં અંબાણી સાંજે વૉક લઈ રહ્યા હોવાના વીડિયો બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો. હાલમાં અંબાણી મહાબળેશ્ર્વર ખાતે પત્ની અને બાળકો સાથે સમય વિતાવે છે. મહાબળેશ્ર્વર કાઉન્સિલ ચીફ ઓફિસર પલ્લવી પાટીલે જણાવ્યું હતું કે તેમણે ક્લબને નોટિસ ફટકારી હતી અને લોકોને મોર્નિંગ અને ઈવનિંગ વૉક કરવા પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું. નોટિસ બાદ મેદાનને બંધ કરવામાં આવ્યું હોવાનું અને કોઈના પણ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. એક અધિકારીના જણાવ્યા અનુસાર અંબાણી પરિવાર અહીં તાજેતરમાં લગાડવામાં આવેલા કડક પ્રતિબંધો પહેલા જ આવ્યો હતો અને અહીં જ રહે છે. (પીટીઆઈ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

wM8s626r
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com