24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સુવર્ણકાળ

સુવર્ણકાળ એટલે શું? કૉલેજકાળ જેમાં વ્યક્તિ બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં પ્રવેશ કરે છે અને યુવાની દસ્તક દેતી હોય છે. આ સમયગાળામાં વ્યક્તિ જે જીવન માણે છે તેની યાદો આંખી જીંદગી મમળાવતો રહે છે. કૉલેજકાળમાં વ્યક્તિના ખીલવાની શરૂઆત થાય છે અને કારકિર્દીની પાયો નખાય છે. આ એવો સમય છે જેમાં જીવનભરનો સાથ નિભાવનારા મિત્રો મળે, અનેક એવા કિસ્સાઓ બને જે હંમેશા માટે દિલમાં અંકિત થઇને રહી જાય, પહેલા પ્રેમનો અનુભવ થાય અને આવું તો કેટકેટલુંય બને. કોરોના મહામારીએ આવા લાખો વિદ્યાર્થીઓ પાસેથી કૉલેજકાળનો આનંદ લૂંટવાનો લ્હાવો છીનવી લીધો છે, જેની નોંધ કદાચ કોઇએ લીધી નથી. આ વાત ફકત આવા કિશોર-કિશોરીઓ જ અનુભવી શકે છે જેમની પાસેથી કૉલેજના પગથિયે પગ મૂકવાનો મોકો છીનવાઇ ગયો હોય, મિત્રો સાથે કેન્ટિન કે કૅમ્પસમાં ફરવાનો આનંદ નથી મળ્યો, કૉલેજના એન્યુઅલ ફંકશન કે સ્પોટ્સ ઇવેન્ટમાં ભાગ લઇને ટેલેન્ટ દેખાડવાની તક હાથમાંથી સરકી ગઇ હોય, કૉલેજ ક્રશને જોવાની ઇચ્છા અધૂરી રહી ગઇ હોય. આવા કિશોર અને કિશોરીઓનું દર્દ ‘મુંબઈ સમાચાર’ અનુભવી શકે છે અને એટલે જ તમારા માટે અમે એક પહેલ કરી છે જેના ભાગરૂપે તમે તમારા મનનું દુ:ખ, અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ, મનમાં રહી ગયેલો વસવસો અમને દિલ ખોલીને જણાવી શકો છો. આ માટે તમે ૭૦૪૫૪૩૦૫૭૯ આ નંબર પર વૉટ્સ ઍપ પર મેસેજ કરી શકો છો અથવા બપોરે બાર વાગ્યાથી લઇને સાંજે પાંચ વાગ્યાની વચ્ચે કૉલ કરી તમે શું ગુમાવ્યાની લાગણી અનુભવો છો તે જણાવી શકો છો. ‘મુંબઈ સમાચાર’ની અપીલને પગલે કેટલાક કોલેજિયનોના માતા-પિતા ફોન કરી રહ્યા છે, પરંતુ આ ઓપન પ્લેટફોર્મ ફક્ત ને ફક્ત કોલેજિયનો માટે છે.

---------------

ઘરમાં બેસી રહેવાનું કંટાળાજનક લાગી રહ્યું છે!વડાલામાં રહેતી અને એમ. કે.ઇ.એસ કૉલેજ ઑફ લોમાં ભણતી પંક્તિ નિશર જણાવે છે કે ‘કૉલેજ એક એવી જગ્યા છે જયાં આપણે ઘણુ બધુ નવું શીખીએ છીએ અને મોજમસ્તી પણ કરીએ છીએ. આપણે વિવિધ પ્રકારના લોકોને મળીએ છીએ અને અનેક સારા-નરસા અનુભવો કરીએ છીએ જે જીવનભર યાદ રહે છે. લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી કે પછી ઘરથી કૉલેજ સુધી એકલા ટ્રાવેલ કેવી રીતે કરવું એ બધુ શીખીએ છીએ. કૉલેજ શરૂ હતી ત્યારે હું દરરોજ સવારે છ વાગ્યે ઉઠી જતી, જેથી કરીને સાડા છ વાગ્યા સુધીમાં ઘરેથી નીકળી કૉલેજનો ફસ્ટ લેકચર અટેન્ડ કરી શકું. કૉલેજ પહોંચવા માટે મારે હાર્બર લાઇનથી ટ્રેન ચેન્જ કરીને વેસ્ટર્ન લાઇનમાં જવું પડતું. ટ્રાવેલ કરવાની પણ એક અલગ મજા છે. જોકે હવે ઘરે જ ઑનલાઇન કલાસ હોવાથી હું ખૂબ આળસું બની ગઇ છું. મને કૉલેજના ફેસ્ટિવલ્સ, સ્પોર્ટ્સ કોમ્પિટિશન, એન્યુઅલ ડે વગેરે ખૂબ યાદ આવે છે. મિત્રોની મળવાની પણ એક અલગ મજા હતી, પણ હવે તો તે પણ શકય થતું નથી. આખો દિવસ ઘરે બેસીને ફકત મોબાઇલનો ઉપયોગ કરતા રહેવાનું ખરેખર કંટાળાજનક છે.

-------------

કહા ગયે વહ કૉલેજ કે દિન!વિરારમાં રહેતા અને કે. જે. સોમૈયા કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાં ભણતા કુનાલ ભરુચાનું કહેવું છે કે ‘કૉલેજના દિવસો એટલે કે એક પ્રકારનો જલસો કરવો. એકદમ મુકત પક્ષી જેવું વાતાવરણ કૉલેજમાં મળે છે. કૉલેજમાં ભણવાની તો મજા આવે, પણ સાથે સાથે મિત્રો સાથે કૅન્ટિનમાં જઇને વિવિધ પ્રકારનો નાસ્તો ઝાપટવો, વિવિધ ફંકશન અને સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેવો, મિત્રો સાથે પિકનિકમાં જવું આ બધાની એક અલગ મજા છે. હવે તો ઘરમાં રહીને ઑનલાઇન લેકચરમાં ભણવું એટલે એક પ્રકારનું બંધન જ છે. હવે તો એમ લાગી રહ્યું છે કે ‘કહા ગયે વો દિન’. લૉકડાઉનમાં તો કૉલેજની હવે ફકત યાદો રહી ગઇ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

lu7Mf27y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com