24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નેસ્કો કોવિડ સેન્ટરમાં ૧,૫૦૦ નવા બેડનું લોકાર્પણ

મુંબઈ: ગોરેગામમાં નેસ્કો મેદાન પર મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ભવ્ય કોવિડ હેલ્થ સેન્ટરના બીજા તબક્કાના ભાગ તરીકે ૧,૫૦૦ પલંગનું સોમવારે રાજ્યના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીંના સેન્ટરમાં એક હજાર પલંગ ઑક્સિજનની સુવિધા સહિત ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. નવા પલંગની સાથે જ હવે નેસ્કો કોવિડ સેન્ટરની ક્ષમતા ૩,૭૦૦ દર્દીને સમાવાશે.

નેસ્કો કોવિડ સેન્ટરના ‘ઈ’ સભાગૃહમાં કુલ ૧,૫૦૦ પલંગ કોવિડના દર્દીની સારવાર માટે નવેસરથી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં એક હજાર પલંગ ઑક્સિજનની સુવિધા સાથે તો ૫૦૦ સામાન્ય પલંગ છે. દરેક પલંગ પાસે લોકર, પંખો અને ખુરશીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સોમવારે ૨૦૦ પલંગ સાથે આ સેવાને ચાલુ કરવામાં આવી હતી અને તબક્કાવારમાં તમામ પલંગ દર્દીઓ માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે. નવી સુવિધા માટે

કુલ ૧,૧૦૦ સ્ટાફને રાખવામાં આવ્યા છે. તેમાં ૫૦ સિનિયર ક્ધસલ્ટંટ, ૧૬૦ રેસિડન્ટ ડૉકટર, ૩૨૦ નર્સ, ૪૮૦ આસિસ્ટન્ટ, ૯૦ ટેક્નિકલ કમર્ર્ચારીનો સમાવેશ થાય છે.

પહેલા તબક્કામાં નેસ્કો કોવિડ સેન્ટરમાં ૨,૨૦૦ પલંગ સાથે ચાલુ કરવામાં આવ્યો હતો. હવે બીજા તબક્કામાં ૧,૫૦૦ પલંગની સુવિધા સાથે આ સેન્ટરની કુલ ક્ષમતા ૩,૭૦૦ પલંગની થઈ ગઈ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7l52C7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com