24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હાશકારો: બોરીવલી, બાંદરા, સાંતાક્રુઝ ‘માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન’માંથી મુક્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં ફેબ્રુઆરી ૧૫ બાદથી કોરોનાના વધતા જતા કેસની સાથે જ મુંબઈમાં બિલ્ડિંગને સીલ કરવાનું પ્રમાણ પણ વધી ગયું હતું. પાંચથી વધુ દર્દી મળી આવે તે બિલ્ડિંગને સીલ કરીને તે વિસ્તારને ‘માઈક્રો ક્ધટેઈન્મેન્ટ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવી રહ્યો છે. મુંબઈમાં આ પ્રકારના ૯૦૩ જેટલા માઈક્રો ક્ધટેઈન્મેન્ટ ઝોન છે ત્યારે મુંબઈમાં હાલની તારીખમાં સૌથી વધુ કોરોનાના ઍક્ટિવ દર્દી આર-મધ્ય વોર્ડ બોરીવલીમાં હોવા છતાં રવિવાર સુધીમાં આ વિસ્તારમાં એક પણ માઈક્રો ક્ધટેઈન્મેન્ટ ઝોન નહોતો. એની સાથે જ એચ-પશ્ર્ચિમ વોર્ડના બાંદરા અને સાંતાક્રુઝ ‘માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન’ મુક્ત થઈ ગયા છે, તેથી અહીંના વિસ્તારના રહેવાસીઓ સહિત પાલિકા પ્રશાસનને થોડી રાહત થઈ છે.

પાલિકાના આરોગ્ય ખાતાના આપેલા આંકડા મુજબ મુંબઈમાં રવિવાર સુધી ૯૦૩ સીલ કરેલી બિલ્િંડગ અને માઈક્રો ક્ધટેઈન્મેન્ટ ઝોન હતા, તેમાં સૌથી વધુ ‘માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન’ની

સંખ્યા કે-પશ્ર્ચિમ વોર્ડમાં વિલેપાર્લેથી જોગેશ્ર્વરી (પશ્ર્ચિમ) વોર્ડમાં છે. અહીં સૌથી વધુ એટલે કે ૨૬૫ માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન છે. ત્યારબાદ ડી વોર્ડના મુંબઈ સેન્ટ્રલ, તાડદેવ, મલબારહિલમાં ૨૩૫ ઝોન છે. ત્રીજા નંબર પર એલ વોર્ડ કુર્લામાં ૬૯ બિલ્ડિંગ સીલ છે. ચોથા નંબરે એમ-પશ્ર્ચિમ વોર્ડનો ચેંબુર અને ઈ વોર્ડના ભાયખલા અને મઝગાંવનો સમાવેશ થાય છે. આ બંને વોર્ડમાં અનુક્રમે ૬૯ અને ૫૮ માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન રવિવાર સુધીમાં હતા. બી વોર્ડનો ભિંડીબજાર, જે.જે. વિસ્તાર, એન વોર્ડના ઘાટકોપરમાં સૌથી ઓછા માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન છે. બંને વોર્ડમાં બે-બે માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન હતા.

પાલિકાના ૨૪ વોર્ડમાંથી ૨૨ વોર્ડમાં માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન હોઈ બોરીવલી અને બાંદરા, ખાર અને સાંતાક્રુઝ હવે માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન મુક્ત થઈ ગયા છે. ૯૦૩ માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોનમાં ૧ લાખ ૩૧ હજાર ઘરનો સમાવેશ થાય છે. તો કુલ લોકસંખ્યા ચાર લાખ ૯૮ જેટલી છે. અત્યાર સુધીમાં ૬૪,૬૫૭ સીલ ઈમારત તથા માઈક્રો ક્ધટેઈન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

સૌથી વધુ માળા ગોરેગામમાં સીલ

સૌથી વધુ માળા પી-દક્ષિણ વોર્ડના ગોરેગામમાં સીલ કરવામાં આવ્યા છે. આ વોર્ડમાં કુલ ૧,૯૨૭ બિલ્ડિંગના માળા સીલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આર-દક્ષિણ વોર્ડના કાંદિવલીમાં ૧,૭૩૪, ટી વોર્ડ મુલુંડમાં ૧,૪૪૯, કે-પશ્ર્ચિમ વોર્ડના વિલેપાર્લેથી જોગેશ્ર્વરી (પશ્ર્ચિમ)માં ૧૩૦૪ બિલ્ડિંગના માળા સીલ છે. તો માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન મુક્ત થયેલા એચ-પશ્ર્ચિમ વોર્ડમાં ૧૬ અને આર-મધ્ય વોર્ડમાં ૭૮ બિલ્ડિંગના માળા સીલ કરવામાં આવ્યા છે.

-------------

૯,૫૩૩ બિલ્ડિંગના માળા સીલ

મુંબઈમાં પાંચ કરતા વધુ દર્દી મળી આવે તો ઈમારતને સીલ કરવામાં આવે છે અથવા તે વિસ્તારને માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. તો અમુક બિલ્ડિંગમાં એકાદ બે દર્દી મળ્યા તો તે માળા સીલ કરવામાં આવે છે. મુંબઈમાં હાલ કુલ ૯,૫૩૩ બિલ્િંડગના માળા સીલ કરવામાં આવ્યા છે. તેમાં કુલ ૩ લાખ ૮૧ હજાર ઘર હોઈ તેની લોકસંખ્યા ૧૩ લાખ ૫૩ હજાર છે.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

08642k12
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com