24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘કોરોના ટેસ્ટિંગ માટે નાગરિકો જાતે આગળ આવે’: કમિશનરની અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કોરોનાની બીજી લહેરને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ રોજના ટેસ્ટિંગનું પ્રમાણ સરેરાશ ૪૪,૦૦૦ સુધી વધાર્યું છે. છેલ્લા થોડા દિવસોથી આ પ્રમાણ ૨૮,૦૦૦ પર આવી ગયું છે. જોકે દરરોજ કોઈ પણ હિસાબે ૪૦,૦૦૦ ટેસ્ટિંગ થવી જ જોઈએ એવો નિણર્ર્ય પ્રશાસને લીધો છે અને તેના માટે નાગરિકોએ જાતે આગળ આવીને કોરોનાની ટેસ્ટિંગ કરાવી લેવી જોઈએ એવી અપીલ પાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈગરાને કરી છે.

માર્ચ ૨૦૨૦થી બે મે ૨૦૨૧ સુધી મુંબઈમાં ૫૪ લાખ ૧૦ હજાર લોકોની કોરોનાની ટેસ્િંટગ કરવામાં આવી છે. માર્ચ ૨૦૨૦થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીના સમયગાળામાં એક જ દિવસમાં સૌથી વધુ ટેસ્ટિંગનું પ્રમાણ ૨૪,૫૦૦ હતું, તેમાંથી ૨૪ લાખથી વધુ ટેસ્ટિંગ છેલ્લા ત્રણ મહિનામાં કરવામાં આવી હતી. કોરોનાની બીજી લહેર બહુ ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો હોય અસરગ્રસ્ત દર્દીને શોધી કાઢીને તેના નજીકના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ કરવું આવશ્યક છે, તેથી ૨૩માર્ચ ૨૦૨૧થી સરેરાશ ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ લોકોના ટેસ્ટિંગ કરવાનું પાલિકાએ ચાલુ કર્યું હતું.

તો એપ્રિલ મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ ટેસ્ટિંગનું પ્રમાણ ૫૪ હજાર હતું. આ સમયગાળા દરમિયાન સરેરાશ ૪૪,૦૦૦ ટેસ્ટિંગ કરવામાં આવતી હતી પણ છેલ્લા થોડા દિવસમાં ટેસ્ટિંગનું પ્રમાણ ઘટીને ૨૮,૦૦૦ પર પહોંચી ગયું છે. ટેસ્ટિંગમાં ઘટાડો થવાની સાથે જ દર્દીની સંખ્યામાં ઘટાડો થવાને પગલે પાલિકાની ભારે ટીકા થઈ રહી છે. ત્યારે પાલિકાએ બહુ આક્રમકતાથી અને ઝડપથી ટેસ્ટિંગ ચાલુ કર્યાં હોવાને કારણે પોઝિટિવિટી દર ઘટયો છે અને તેથી ઘર-ઘરમાંથી સ્વેબ લેવા માટે બોલાવવાનું પ્રમાણ પણ ઘટી ગયું હોવાનો દાવો કમિશનરે કર્યો છે.

૪૦,૦૦૦ ટેસ્ટિંગનું લક્ષ્યાંક

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શકયતા હોવાને પગલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી અને તમામ મહાનગરપાલિકાઓને અત્યારથી તેની માટે તૈયારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેના મુજબ મુંબઈમાં કોરોનાની ટેસ્ટિંગ વધારીને ફરીથી ૪૦,૦૦૦ સુધી કરવાનો લક્ષ્યાંક પાલિકાએ રાખ્યો છે. જોકે તેના માટે નાગરિકોએ જાતે આગળ આવીને ટેસ્ટિંગ કરાવી લેવું એવી અપીલ કમિશનરે કરી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Uwn4Tl14
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com