24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈના ભાગનો ઑક્સિજન થાણે,નવી મુંબઈને આપી દેવામાં આવ્યો: પાલિકા
મુંબઈની હૉસ્પિટલમાં ઑક્સિજનની અછત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: હાલમાં કોરોનાના દર્દીની સંખ્યા વધવાની સાથે જ દેશભરમાં ઑક્સિજનની અછત સર્જાઈ છે ત્યારે મુંબઈના ભાગનો ‘લિક્વિડ મેડિકલ ઑક્સિજન’ થાણે અને નવી મુંબઈને આપી દેવામાં આવતા મુંબઈની અમુક હૉસ્પિટલોમાં ઑક્સિજનની અછત સર્જાઈ હોવાનો દાવો મુંબઈ પાલિકા પ્રશાસને કર્યો છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં જીવન રક્ષક ગણાતા ઑક્સિજનનો પુરવઠો વ્યવસ્થિત રીતે થાય તેના માટે નવી મુંબઈમાં આવેલી બે કંપનીના રિફિલિંગ સ્ટેશન પર લોકલ એડમિનિસ્ટ્રેટર ઑફિસર બેસાડવાની પાલિકાના એડિશનલ કમિશનર પી. વેલરાસુએ માગણી કરી છે. પી. વેલરાસુએ કોંકણ ડિવિઝનના કમિશનર અન્નાસાહેબ મિસલને પત્ર લખીને દાવો કર્યો હતો કે મુંબઈના હિસ્સાનો લિક્વિડ મેડિકલ ઑક્સિજન અન્ય જગ્યાએ વાળવામાં આવતા મુંબઈની હૉસ્પિટલમાં ઑક્સિજનની અછત સર્જાઈ હતી અને દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.

કોરોનાના વધતા કેસને પગલે મેડિકલ

ઑક્સિજનની વધી રહેલી માગણીને જોતા મહારાષ્ટ્ર સરકારે એમએમઆર વિસ્તારમાં આવતા મુંબઈ, થાણે, નવી મુંબઈ અને અન્ય શહેરો માટે લિક્વિડ મેડિકલ ઑક્સિજનનો ક્વોટા નક્કી કરી રાખ્યો છે.

પાલિકા પ્રશાસને લખેલા પત્ર મુજબ મુંબઈના ભાગનો લિક્વિડ મેડિકલ ઑક્સિજનનો પુરવઠો નવી મુંબઈ અને થાણે રિજનને આપવાને પગલે મુંબઈમાં ઑક્સિજનની અછત સર્જાઈ હોવાનું લખવામાં આવ્યું છે અને આ પત્રની નકલ ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન કમિશનરને પણ મોકલવામાં આવી છે.

પાલિકાના દાવા મુજબ તેમના હિસ્સાનો મેડિકલ લિક્વિડ ઑક્સિજન મળવો જોઈએ તેના કરતા ૫૦ ટકા ઓછો મળી રહ્યો છે. તેથી નવી મુંબઈમાં આવેલી કંપનીની રિફિલિંગ ફેસિલિટીમાં ડૅપ્યુટી કલેકટર અથવા રેવન્યુ ઑફિસરને નીમવા જોઈએ અને તેમના નિરીક્ષણ હેઠળ ઑક્સિજનની સપ્લાય કરવી જોઈએ. તેને કારણે હૉસ્પિટલમાં ઑક્સિજનની સર્જાયેલી અછત દૂર થવામાં મદદ થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

d40j80
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com