24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બંગાળના મુખ્ય પ્રધાન તરીકે મમતા પાંચમી મેએ શપથગ્રહણ કરશે

કોલકાતા: તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજી પાંચમી મેએ પ. બંગાળનાં મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કરશે, એવી જાહેરાત પક્ષે સોમવારે કરી હતી.

આ સાથે જ સતત ત્રીજી વખત મમતા બેનરજી પ. બંગાળનાં મુખ્ય પ્રધાન બનશે, એમ તેમણે કહ્યું હતું.

અહીં યોજાયેલી બેઠકમાં તૃણમૂલ કૉંગ્રેસના નવા ચૂંટાઈ આવેલા વિધાનસભ્યોએ સર્વાનુમતિથી મમતા બેનરજીને પક્ષના વડાં તરીકે ચૂંટી કાઢ્યા હોવાનું પક્ષના મહામંત્રી પાર્થ ચેટરજીએ કહ્યું હતું.

પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યોએ બિમન બેનરજીને નવી વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટી કાઢ્યા હતા. નવા ચૂંટાયેલા સભ્યો વિધાનસભામાં છઠ્ઠી મેથી શપથગ્રહણ કરશે, એમ તેમણે બેઠક બાદ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. (એજન્સી)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

n4064o6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com