24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોવિડ સંબંધી રાહત સામગ્રીને આઇજીએસટીમાંથી મુક્તિ

નવી દિલ્હી: સરકારે વિદેશથી આયાત થતી કોવિડ સંબંધી રાહત સામગ્રીમાંથી જે દાનમાં મળી હોય કે નિ:શુલ્ક આવી હોય અને જેનું દેશમાં મફત વિતરણ કરવાનું હોય એ તમામ ચીજવસ્તુઓ પર લાગતા ઇન્ટિગ્રેટેડ જી. એસ.ટી.ને ૩૦ જૂન સુધી માફ કર્યો છે.

નાણાંકીય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશની અનેક ચેરિટેબલ સંસ્થાઓ, કોર્પોરેટ ક્ષેત્રો અને એસોસિએશનોએ દેશમાં મોકલાવાતી કોવિડ સંબંધી સામગ્રી પર લાગતા જી. એસ.ટી.ને માફ કરવાની માગણી કરી હતી.

કેન્દ્ર સરકારે આવા માલસામાન પર જી. એસ.ટી. માફ કરવાની માગણીને મંજૂર કરી હતી. આ અગાઉ આવી કોઇ પણ જાતની વિદેશથી આવતી રાહત સામગ્રી પર લાગતી ઇમ્પોર્ટ ડયૂટીને પણ માફ કરી દેવાઇ હતી. અને હવે જીએસટી પણ માફ કરવામાં આવ્યો છે.

જોકે, આ માટે આયાતકારોએ લાગતા વળગતાઓ પાસેથી અધિકૃત પ્રમાણપત્રો મેળવવાના રહેશે. આ ઉપરાંત આયાતકારોએ માલ આયાત થયાના ૬થી ૯ મહિનાની અંદર કસ્ટમ્સમાં પણ આયાત સામગ્રીનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું છે તેને લગતા રાજ્ય સરકાર દ્વારા પ્રમાણિત સ્ટેટમેન્ટ આપવાના રહેશે.

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં કોરોના દર્દીની એક દિવસની સંખ્યા ૪ લાખનો આંક વટાવી ગઇ છે. ગઇ કાલે નવા ૩ લાખ ૬૮ હજાર દર્દીઓ નોંધાયા હતા અને મૃતકોનો આંકડો ૩૪૧૭ નોંધાયો હતો. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1867L8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com