24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કર્ણાટક હૉસ્પિટલમાં ઑક્સિજનની તંગીને કારણે ૨૪ દર્દીનાં મોત

બેંગાલુરુ : કર્ણાટકની કર્ણાટકની ચામરાજનગર ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં ઑક્સિજનની સર્જાયેલી કથિત અછતને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ દર્દીઓના મોત થયા હતાં જેમાંના ૨૩ દર્દીઓ કોરોનાગ્રસ્ત હતાં એમ હૉસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું.

ઘટના અંગે જાણ થતાં જ દર્દીઓના શોકગ્રસ્ત પરિજનોની ભીડ પણ હૉસ્પિટલની આસપાસ જમા થઇ ગઇ હતી.

આ સઘળાં મોત ઑક્સિજનની તંગીને કારણે થયાં હોવાનો મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલ વિરુદ્ધ આક્ષેપ મૂક્યો હતો.

સ્થાનિક જિલ્લા ઇન્ચાર્જ અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણમંત્રી એસ. સુરેશકુમારે જણાવ્યું હતું કે તેમણે જિલ્લા વ્યવસ્થાપનને આ અંગે તપાસ કરવાનો હુકમ આપી દીધો છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે બધા જ મોત ઓક્સિજનની તંગીને કારણે નહોતા થયાં.

‘દરેક મોત ઑક્સિજનની તંગીને કારણે થયા છે તે કહેવું યોગ્ય નહીં ગણાય. આ આંકડા રવીવાર સવારથી થયેલા મોતના છે,પણ ઓકિસજનની તંગી તો રાત્રે સાડા બારથી લઇને અઢી વાગ્યાની વચ્ચે સર્જાઇ હતી.’ એમ કુમારે પત્રકારોને જણાવ્યું હતું.

દરમ્યાન કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ પણ ડેપ્યુટી કમિશ્નરને ફોન કરીને ઘટના અંગેની માહિતી મેળવી હતી.

સુરેશકુમારે વધુમાં કહ્યું હતું કે તપાસ થયા પછી જે ઓડિટ રિપોર્ટ આવશે ત્યારે જ કહી શકાશે કે દર્દીઓને અહીં લાવવામાં આવ્યા ત્યારે કઇ હાલતમાં હતા અને તેમાંના કેટલા લોકો ગંભીર બીમારી ધરાવતા હતા.’

તેમના કહેવા અનુસાર અત્યારે ૬૦૦૦ લિટર જેટલો લિક્વિડ ઑક્સિજનનો સ્ટોક છે, પરંતુ ઑક્સિજન સિલિન્ડરની જરૂરિયાત ઊભી થઇ હતી. આ સિલિન્ડરો મૈસૂરથી આવવાના હતા પરંતુ તેમાં કશીક ગડબડ ઊભી થઇ હતી.

તેમણે એમ પણ કહ્યું હતું કે,‘ મેં લાગતાવળગતા તમામ અધિકારીઓને પરિસ્થિતિની ગંભીરતા વિશે સમજાવ્યું હતું. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનું પણ મેં તેમને જણાવ્યું હતું. મૈસૂરમાં સમસ્યા છે, પરંતુ તેનો મતલબ એ નથી કે ત્યાંથી આવતા સિલિન્ડરોનું કામ રોકાઇ રહે.’

મૃતકો પ્રત્યે શોકની લાગણી પ્રદર્શિત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ હૉસ્પિટલ જશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.

બીજી બાજુ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રઘાન સીતારામૈયા સહિત અનેક કૉંગ્રેસી નેતાઓએ તો દોષનો ટોપલો હાલની ભાજપ સરકાર પર ઢોળ્યો હતો.

રાહુલ ગાંધીએ તો ટ્વીટ કરતા જણાવ્યું હતું કે ‘મર્યા કે હત્યા થઇ? એ જે હોય તે પણ મારી દિલગીરી મૃતકોના પરિવાર સાથે છે.’

કર્ણાટક કૉંગ્રેસના અધ્યક્ષ ડી.ક્ે. શિવકુમારે પણ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે વર્તમાન સરકાર કોવિડ કેસોને યોગ્ય રીતે સંભાળવામાં નિષ્ફળ ગઇ છે. આ ઘટના બદલ ન્યાયિક તપાસ થવી જોઇએ અને સત્ય હકીકત બહાર આવવી જોઇએ. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

563c10k
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com