24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈ સમાચારની પોઝિટિવ ન્યૂઝની નવી પહેલ
મહારાષ્ટ્રમાં ૫૯,૫૦૦ સાજા થઈ ઘરે ગયા લાંબા સમય બાદ પોઝિટિવ કેસમાં ઘટાડો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્યમાં કોરોનાના દરદીઓની મોટી સંખ્યામા સાજા થવાનો સિલસિલો અવિરત ચાલુ જ છે. સોમવારે ૫૯,૫૦૦ દરદી સાજા થઈ ઘરે ગયા હતા. સાજા થઈ ઘરે જનારા દરદીઓનો કુલ આંંકડો ૪૦,૪૧,૧૫૮ થયો છે અને રિકવરી રેટ ૮૪.૭ ટકા નોંધાયો હતો. આ સાથે બીજા રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો નીચે ગયો હતો. ઘણાં લાબા સમય બાદ રાજ્યમાં ૫૦,૦૦૦થી નીચે ૪૮,૬૨૧ નોંધાયો હતો અને મૃત્યાંકમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારે ૫૬૭ મૃત્યુ નોંધાયા હતા. રાજયના એક્ટિવ કેસ ૬,૫૬,૮૭૦ થયા છે. મુંબઈમાં પણ નવા કેસ ૨૬૨૪ નોંધાયા હતા. શહેરમાં સાજા થઈને ઘરે જનારા દર્દીઓની સંખ્યા ૫૭૪૬ નોંધાઈ હતી. જોકે મુંબઈનો મૃત્યુઆંક ૭૮ નોંધાયો હતો, જે ઊંચો કહી શકાય. મુંબઈ સાથે એમએમઆરનો મૃત્યાંક પણ ૧૯૫ નોંધાયો હતો. જોકે નવા કેસમાં ઘણો ઘટાડો નોંધાતા ૬૬૮૦ થયો હતો. નાશિક ડિવિઝનમાં નવા ૬૮૭૮ કેસ અને ૯૦ મૃત્યુ, પુણે ડિવિઝનમમાં ૧૨,૨૨૦ અને ૮૬ મૃત્યુ, કોલ્હાપુર ડિવિઝનમાં ૩૯૭૬ નવા કેસ અને ૬૨ મૃત્યુ, ઔરંગાબાદમાં ૩૦૧૨ નવા કેસ અને ૩૪ મૃત્યુ, લાતુરમાં નવા ૩૫૦૮ કેસ અને ૪૪ મૃત્યુ તેમ જ નાગપુર ડિવિઝનમાં ૭૮૫૭ નવા કે સ અને ૨૩ મૃત્યુ નોંધાયા હતા.

--------------

વિવિધ રાજ્યોમાં સાજા થનારા દરદીઓની સંખ્યા

રાજ્ય નવા કેસ સાજા થનારા દરદી

ગુજરાત ૧૨,૮૨૦ ૧૧,૯૯૯

કેરળ ૨૬,૦૧૧ ૧૯,૫૧૯

કર્ણાટક ૪૪,૪૩૮ ૨૦,૯૦૧

ઉત્તર પ્રદેશ ૨૯,૦૫૨ ૩૮,૬૮૭

આંધ્ર પ્રદેશ ૧૮,૯૭૨ ૧૦,૨૨૭

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7sbq6C81
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com