24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નિકાસકારોની ઓર્ડરબુક પ્રોત્સાહક રહેતાં વૃદ્ધિદર જળવાશે: ફિઓ

નવી દિલ્હી: દેશમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવા છતાં નિકાસકારોની ઓર્ડરબુકની પોઝિશન પ્રોત્સાહક રહેતાં દેશમાંથી શિપમેન્ટમાં વધારો થવાનો આશાવાદ નિકાસકારો સેવી રહ્યા છે. ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિઓ)નાં પ્રમુખ એસ કે સરાફે જણાવ્યું હતું કે ઘણાં રાજ્યોમાં લાદવામાં આવેલ નિયંત્રણોમાં ઉત્પાદન અને નિકાસને લગતી સેવાઓને બાકાત રાખવામાં આવ્યા હોવાથી તેમ જ આંતરરાજ્ય કાર્ગો પરિવહનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જોકે, મહામારીનો પ્રકોપ એટલો છે કે ઉદ્યોગ સહિતનાં ઘણાં એકમો પૂરેપૂરા માનવબળથી કાર્ય ન કરી શકતાં નિકાસમાં થોડો અવરોધ આવે તેવી શક્યતા નકારી ન શકાય. તેમ છતાં અમારું માનવું છે કે મે મહિનાના મધ્યથી પરિસ્થિતિમાં સુધારો થશે અને નિકાસકારોની ઓર્ડરબુક જોતાં નિકાસ વૃદ્ધિની ગાડી પાટે ચડી જશે, એમ તેમણે જણાવતાં ઉમેર્યું હતુું કે હાલમાં નિકાસકારો લૉકડાઉન અને શટ ડાઉન માટે સજ્જ છે. જો ખરીદદારો ક્ધસાઈન્મેન્ટની ઝડપી ડિલિવરી માટે આગ્રહ કરે તો તમારી તૈયારી કેવી છે ? એવા પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે ઘણાંખરા ખરીદદારો આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા હોવાથી તેઓ આપસી સહમતીથી ડિલિવરીનો સમયગાળો વધારવા તૈયાર થાય તેવી શક્યતા વધુ છે. જોકે, સરકારે વર્ષ ૨૦૨૦-૨૧ માટે મર્કન્ડાઈઝ એક્સપોર્ટ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ અને સર્વિસીસ એક્સપોર્ટ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ (એસઈઆઈએસ) ખોલવા માટે હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

38i5D2g
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com