24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઘઉંની પ્રાપ્તિ ૭૦ ટકા વધીને ૨૯૨.૫૨ લાખ ટન

નવી દિલ્હી: વર્તમાન રવી માર્કેટિંગ મોસમમાં સરકારે અંદાજે ૨૮.૮૦ લાખ ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ગત સાલના સમાનગાળાના ૧૭૧.૫૩ લાખ ટન ઘઉંની પ્રાપ્તિ સામે ૭૦ ટકા વધુ ૨૯૨.૫૨ લાખ ટન ઘઉંની પ્રાપ્તિ કરી હોવાનું કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું. સરકાર હસ્તકની ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા અને રાજ્ય સ્તરની એજન્સીઓ લઘુતમ ટેકાના ભાવે પ્રાપ્તિની પ્રક્રિયા હાથ ધરી રહી છે. તેમ જ આ વર્ષે પહેલી વખત કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ હરિયાણા અને પંજાબ સરકાર ખેડૂતોને ચૂકવાતા આડકતરા પેમેન્ટ તરફથી ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફર તરફ વળી છે. હાલ દેશમાં ઘઉંની પ્રાપ્તિ થઈ રહી છે જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાંથી સરકારે ગત બીજી મે સુધીમાં અંદાજે ૨૯૨.૫૬ લાખ ટન ઘઉંની પ્રાપ્તિ કરી છે. જેમાં વધુ પંજાબમાંથી ૧૧૪.૭૬ લાખ ટન, હરિયાણામાંથી ૮૦.૫૫ લાખ ટન અને મધ્ય પ્રદેશમાંથી ૭૩.૭૬ લાખ ટનની પ્રાપ્તિ કરવામાં આવી છે. અંદાજે ૨૮.૮૦ લાખ ખેડૂતોએ આ પ્રાપ્તિ પ્રક્રિયાનો લાભ લીધો છે. કૃષિ મંત્રાલયનાં જણાવ્યાનુસાર પંજાબ ખાતે ખેડૂતોના ખાતામાં રૂ. ૧૭,૪૯૫ કરોડ અને હરિયાણાના ખેડૂતોના ખાતામાં રૂ. ૯૨૬૮.૨૪ કરોડ સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

V3o01pl
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com