24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાંખા કામકાજે ખાંડમાં મિશ્ર વલણ

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર જળવાઈ રહેલી મહારાષ્ટ્રની સ્થાનિક માગ તેમ જ દેશાવરોની માગના અભાવ વચ્ચે ટેન્ડરોના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પ્રવર્તમાન લૉકડાઉનને કારણે રિટેલ સ્તરની લેવાલી પણ છૂટીછવાઈ રહી હતી અને માલની ગુણવત્તાનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આજે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી રૂ. ૪નો સુધારો અને ઉપલા મથાળેથી રૂ. ૨નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ઉપાડ અંદાજે ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ વધીને રૂ. ૩૧૭૬થી ૩૨૬૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૪ વધીને અને ઉપલા મથાળેથી રૂ. ૨ ઘટીને રૂ. ૩૨૨૬થી ૩૩૫૦માં થયા હતા.

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે પણ લૉકડાઉનને કારણે ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર અનુક્રમે ક્વિન્ટલે રૂ. ૩૧૪૦થી ૩૧૯૦માં અને રૂ. ૩૧૯૦થી ૩૨૩૦માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

fC1764H
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com