24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોપર અને બ્રાસમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પ્રવર્તમાન લૉકડાઉનને કારણે એકંદરે કામકાજો પાંખા રહ્યા હતા. તેમ છતાં સ્ટોકિસ્ટોની લે-વેચ તેમ જ વપરાશકાર ઉદ્યોગની માગને ધ્યાનમાં લેતાં વિવિધ ધાતુઓના ભાવમાં મિશ્ર વલણ રહ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે કોપર અને બ્રાસની વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ નિરસ માગને કારણે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૦નો ઘટાડો આવ્યો હતો. તેની સામે આજે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની નવેસરથી આક્રમક લેવાલી નીકળતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૫ અને રૂ. ૨૫નો ઉછાળો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્ટોકિસ્ટોની વેચવાલી અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં હાજરમાં બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૪૮૫, કોપર આર્મિચર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને અનુક્રમે રૂ. ૭૦૫ અને રૂ. ૪૪૫ તથા કોપર કેબલ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧ ઘટીને અનુક્રમે રૂ. ૭૩૦ અને રૂ. ૭૫૮ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે મુખ્યત્વે નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની નીકળેલી નવેસરથી લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૫ વધીને રૂ. ૧૩૫૫ અને રૂ. ૧૫ વધીને રૂ. ૨૪૧૫ની સપાટીએ રહ્યા હતા. જોકે, આજે કોપર સ્ક્રેપ હેવી, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

oP505C
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com