24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બીજા લોકોને મદદરૂપ બનનારાઓનું જીવન સાર્થક ગણાય
એક મજૂરે પોતાની જિંદગીભરની બચત ગરીબ લોકોને વૅક્સિન મળે એ માટે દાનમાં આપી દીધી!

સુખનો પાસવર્ડ -આશુ પટેલ



કેરળના ક્ધનુરના વતની જનાર્દન પાસે શ્રવણશક્તિ નથી. સાંભળવામાં અક્ષમ એવો તે મજૂર બીડીઓ બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેણે આખી જિંદગીમાં બે લાખ રૂપિયાની બચત કરી હતી. એ બચતનું દાન તેણે કોરોનાની વૅક્સિન લેવા માટે સક્ષમ ન હોય એવા માણસોની મદદ માટે કરી દીધું છે.

જનાર્દનનું જે બેન્કમાં અકાઉન્ટ છે ત્યાં જઈને તેણે બેન્ક અધિકારીઓને કહ્યું હતું કે મારે આ બધી બચત દાનમાં આપી દેવી છે. બેન્ક અધિકારીઓએ જનાર્દન સાથે ઈશારાથી વાત કરીને તેને પૂછ્યું હતું કે ‘આ બધી જ બચતનું દાન કરી દેશો તો તમારા ભવિષ્યનું શું થશે? તમે અત્યારે તો કામ કરી શકો છો, પણ મોટી ઉંમરે જિંદગીમાં કશું કામ નહીં કરી શકતા હો ત્યારે શું કરશો?’

ત્યારે જનાર્દને સરસ જવાબ આપ્યો હતો કે ‘મને અત્યારે બીડીઓ બનાવવાની મજૂરીમાંથી જે આવક થાય છે અને વિકલાંગ પૅન્શન મળે છે એનાથી મારું ગુજરાન ચાલી જાય છે. મારે આનાથી વધુ પૈસાની જરૂર નથી. અને ભવિષ્યમાં હું કામ નહીં કરી શકું તો શારીરિક રીતે અક્ષમ વ્યક્તિ તરીકે જે પેન્શન મળે છે એમાંથી હું મારું ગુજરાન ચલાવી લઈશ. અત્યારે મારે આ પૈસાની જરૂર નથી, પણ લોકોને છે એટલે હું આ બચત લોકોને આપવા ઈચ્છું છું.’

જનાર્દને બે લાખ રૂપિયાની બચત દાનમાં આપી દીધી એ પછી તેના અકાઉન્ટમાં માત્ર આઠસો પચાસ રૂપિયા બચ્યા છે!

જનાર્દનનું અકાઉન્ટ જે બેન્કમાં છે એના એક અધિકારીએ જ જનાર્દનના દાનની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી. એ વાત ખૂબ જ વાયરલ થઈ અને પછી કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ જનાર્દનને આદર્શ નાગરિક ગણાવીને તેનો જાહેરમાં આભાર માન્યો.

દોસ્તો અત્યારે એક બાજુ એવા સમાચારો આવી રહ્યા છે કે સમાજના ઘણા વર્ગના લોકો આ સમયને કમાવાનો મોકો ગણીને એનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ઘણા મિત્રોના અને વાચકોના કોલ આવતા હોય છે મેસેજીસ આવતા હોય છે, જેમાં તેઓ શાકભાજીવાળાઓ અને ફ્રૂટ વેચનારા તથા ડૉક્ટર્સ અને હૉસ્પિટલ્સથી માંડીને રાજકારણીઓ અને સરકાર સામે આક્રોશ ઠાલવતા હોય છે. આવી સ્થિતિમાં કેરળના મજૂર જનાર્દનની જિંદગીભરની બચત દાનમાં આપી દેવાનું પગલું વધુ સરાહનીય બની જાય છે. સેલ્યુટ જનાર્દનના વિચારોને અને તેના સ્પિરિટને.

પોતાના માટે તો સૌ કોઈ જીવતા હોય છે, પણ બીજાઓ વિશે બહુ ઓછા લોકો વિચારતા હોય છે. બીજા લોકોને મદદરૂપ બનનારાઓનું જીવન સાર્થક ગણાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

14Sn82e
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com