24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લો બોલો, દર્દીએ ડૉક્ટરને પૂછયું "બોલો, હવે તમને કેમ લાગે છે?
લો બોલો, દર્દીએ ડૉક્ટરને પૂછયું "બોલો, હવે તમને કેમ લાગે છે?

હસ્યા તો મારા સમ-સુભાષ ઠાકર"ડૉક્ટર, આ બધું ક્યાં જઈ અટકશે? ને ડૉક્ટર બોલ્યા, "હું ડૉક્ટર છું. જ્યોતિષ નથી. મને કેમ ખબર પડે કે ક્યારે અટકશે. ગયા અઠવાડિયે આપણે અહીં અટકેલા-ચાલો હવે આગળ વધીએ...

"અરે તકલીફ બધાને છે. તમને આંખ સિવાય તબિયતમાં શું તકલીફ છે? ડૉક્ટરે પુછયું.

"શું બોલુ સર મે કીધુ ત્રણ દિવસથી મારું પાચનતંત્ર હૈયાફાટ રુદન કરી રહ્યું છે. "કંઈ સમજાતું નથી.

"અરે મને જ સમજાતું નથી. તમે શું કહેવા માગો છો?ડૉક્ટર થોડા ચમક્યા.

"તો ડૉક્ટર તરીકે રાજીનામું આપી પ્લંબર બની જાઓ. આટલું સરળ સમજાતું નથી. ધોબી-મોચી-કે હજામને પણ સમજાય. પાચનનું હૈયાફાટ રુદન એટલે ઝાડા થઈ ગયા છે. ડાયોરીયા. ‘ડ’ને કાનો ‘ડા’યોને કાનો માત્રા ‘યો’ ‘ર’ને દીરઘઈ "રી ય ને કાનો "યા ડા-યો-રી-યા...સમજ્યા?

"હવે સમજ્યો: તો તમે એરંડીયાના તેલનો ઉપયોગ કરો. એનાથી, હરણીયા, ગાંઠ, કબજીયાત, ફાટેલી પગની એડી વાળીને જડમૂળથી ઉગાડવા, હાથમાં બળતરા, સોઝા ચામડીના રોગ, વિગેરે ૨૫ રોગ વિનાશ કરે છે.

"અરે વાહ, ઍર-ઇન્ડિયાએ સાઇડ બિઝનેશ ચાલુ કર્યો લાગે છે.

"અરે ઍર-ઇન્ડિયા નઈ. એરંડીયા આઈ મીન દિવેલ "દને રસવઈ "દિ વ ને માત્રં "વે "લ ને...

"બસ સમજી ગયો... બિલકુલ સમજી ગયો.

"હા તો રાત્રે બે ચમચી દિવેલ લેવાનું તો સવારે...

"અરે એ લીધુ ને સવારે છ વાગે તો એકદમ પેટ સાફ.

"ગુડ વેરીગુડ આ તો તુંદરસ્તીની નિશાની છે. આમાં તકલીફ?...

"તંબુરો વેરીગુડ. હું ઉઠું છું સવારે સાત વાગે. અરે તમારી જાતને મારી જગાએ મૂકી જુઓ. તમે જરા સમજો.

"અરે. પણ સમજવાનું મારે કે તમારે. તમે કલાક વહેલા ઉઠવાનું ચાલુ કરો. પ્રોબ્લેમ સોલ. છતાં એકવાર સ્ટુલ ચેક કરાવો.

"અરે... આ તમારા સ્ટુલ ઉપર તો હું બેઠો છું હજી...

"અરે... મારા પ્રભુ પૅથોલોજીમાં જઈ... સમજ્યો? નાઉ લીસન હવે તમે ગયા વખતે બારણાને બદલે બારીમાંથી આવેલા એટલે હવે આંખ પણ ચેક કરી લઇએ.

" અરે સર આજે પણ ભૂલથી હું બીજા માળેના ક્લિનીકમાં ગયો હતો. આ તો ઘરની દસ્તાવેજની ફાઇલ માગી ત્યારે ખબર પડી કે આ તો વકીલની ઑફિસ છે.

" ઑકે...ઑકે હવે સામે જોઈ બોલો. સામેના નાના અક્ષર વંચાય છે? ડૉક્ટરે પૂછયું.

" ક્યા નાના?

" પેલા મોટા અક્ષર લખ્યા છે એની ઉપર.

" ક્યા મોટા અક્ષર?

" પેલા-ચિત્રની ઉપર લખ્યા છે. એ મોટા...

" ક્યું ચિત્ર?

હવે ડૉક્ટર થોડા મુંઝાયા. "કયું ચિત્ર? અરે પેલા સામેના પાટીયા પર દોર્યું છે એ.

" ક્યું પાટીયું-

હવે ડૉક્ટરના હૈયામાં બે મણની ફાળ પડી. અરે ડોબાલાલ સામેની દીવાલ પર ટીંગાડ્યુ છે...

" કંઈ દિવાલ?

આ જવાબથી ડૉક્ટરને પોતાની આંખ પર જ શંકા ગઈ. દીવાલ ચેક કરવા પોતે જ દીવાલ પર ત્રણ વાર માથું પછાડ્યું, દોઢ ઇંચનું કપાળમાં ઢીંબડુ પ્રગટ થયુ. એમને થયું મારી આંખો ગઈ કાલે જ આંખની સ્પેશ્યિાલિસ્ટ નિધિને બતાવી ચેક કરાવી છે. પછી પતંગિયાની જેમ ફરફર પણ કરી જોઈ. મનમાં થયું કે કદાચ ઇશ્ર્વરે આ ઠાકરેની આંખમાં આંખના ડોળાની જગાએ જાંબુના ઠળીયા તો નથી મુક્યા? બહુ વિચારી આંખમાં ટીંપા નાખી પૂછયું.

" હવે તો વંચાય છે ને. ન વંચાય તો આંખ તો ન આપી શકું પણ હમણા ચશ્માં આપું છું. વંચાશે ઑકે?

" આભાર ડૉક્ટર સાહેબ. બાકી હું તો અંગુઠા છાપ છું. નિશાળમાં ગયો નથી એટલે મને વાંચતા ન આવડે પણ તમે કીધુ એટલે હવે વંચાશે...

ડૉક્ટરે બેભાન થવાની તૈયારી કરી પણ ફી બાકી હતી. એટલે બેભાન થવાનું કૅન્સલ કર્યું.

" જુઓ. બધા રોગ માટે દવા લખી આપું છું. એક ગોળી સવારે એક રાત્રે ને બીજા દિવસે જો ઉઠો તો સવારે. અઠવાડીયા પછી બતાવી જજો...

અઠવાડીયા પછી ગયો ને ડૉક્ટરને કીધું, સાહેબ તમારી લખેલી પાંચમાંથી ચાર દવા મળી. મે બધી જગાએ તપાસ કરી પણ આ છેલ્લી દવા કોઈ ઉકેલી ન શક્યું...

કંઈ આ? અરે એ કોઈ દવાનું નામ નથી હું મારી પૅન ચેક કરતો હતો એના લીટાળા છે. બોલો કૈસા લગતા હૈ... છે

" તકલીફ મેં તો પહેલેસે થોડી બઢ ગઈ હૈ.

" કલ રાત કો ક્યા ખાયા થા?

" કલ? ઇતની મહગાઇમે ક્યા ખાયેગા સર. રાત કો તો સોતે વક્ત બગાસા ખાયા, થોડા હીંચકા ભી ખાયા એક-દો ઉધરસ ખાઈ. ખાને મે તો ગમ ઓર પીને મે આંસુ બચા હૈ વો.

" મગર દવાઈ ખા લી થી?

" જી નહી દવાઈ તો ખાલી નહી, ભરી હુઈ થી.

"અરે આઈ મીન દવાઈ લે લીથી?

"હા, કૃષ્ણા મૅડિક્લ સ્ટોરમે સે લીથી.

" અરે મેરે બાપ દવાઈ પી લી થી?

" જી નહી દવાઈ તો નીલી થી.

" અરે ટોપા, દવા કો પી લીયા થા?

" નહી જી, પીલીયા તો મુજે હુઆ થા?

" અરે ઉલ્લુકે પઠ્ઠે, દવાઈ ખોલ કે મુખમે રખ લીયા થા?

" નહી જી, આપને તો કહા થા કિ દવા કો ફ્રીઝ મે રખના.

" દેખો અભી મેરા દિમાગ મત ખાઓ."ડૉક્ટર ભડક્યા અભી માર ખાયેગા કયા?

" નહી સાહબ મૈ તો દવાઈ ખાઉંગા.

" તેરી જાત કો તો... તો અભી તક ખાઈ ક્યો નહી?

"અરે દવા કો એકસ્પાયર્ડ હોને મે તીન મહિના બાકી થા, મૈને સોચા જો દવા ખુદ તીન મહિને મે એકસ્પાયર્ડ હોગી વો મુજે કિતની જિંદગી જયાદા દેગી.

" રીયલી અબ આપ મુજે ફી દે કે નીકલો, પ્લીઝ. બૅન્કમે ખાતા હૈ?

" નહીજી, મૈં તો ઘરપે ખાતા હું.

"બાપરે રીયલી, આપ ખતરનાક હો.

" મૈ? ખતરનાક? "અરે મૈ તો સુભાષ ઠાકર હું.

" નહી આપ સુભાષ ઠાકર નહી હો. આપ યે ખુરશીપે આ જાઓ.

આટલુ બોલી મને ખુરશી પર બેસાડી પોતે સ્ટુલ પર બેસી સરન્ડર થઈ રડમસ અવાજે બોલ્યા, "આજસે આપ ડૉક્ટર ઔર મૈ-દર્દી સમજે?

" જી બિલકુલ સમઝ ગયા. બોલીયે અભી આપકો ક્યા તકલીફ હૈ.

આટલું સાંભળી ડૉક્ટર તુર્ત જ બેભાન થઈ ગયા ને અચાનક બચુએ પ્રગટ થઈ મને પૂછયું મારા એકના એક ડૉક્ટરને તમે શું કર્યું?

" ખબર નથી. હમણાં સુધી સેન્સમાંજ હતા. અચાનક નૉન-સેન્સ થઈ ગયા .... તમે એક કામ કરો. એમની આંખમાં એક-બે ટીંપા ટીંચરના નાખો એટલે...

"ચુઉઉઉપ, બિલકુલ ચૂપ. તમે તમારી વાણીને-જીભને બ્રેક આપો...

બચુ ભડક્યો.

"લો આ બ્રેક મિત્રો હવે જો મારી વાતને બ્રેક નઈ મારું તો મુંબઇ સમાચાર મારી કૉલમને કાયમી બ્રેક મારી દે, પણ આખી વાત પરથી એ ધડો લેજો કે હું પરેશાન ન થઉં એ બધા વિચારે છે. પણ મારાથી કેટલા પરેશાન થાય છે. એ વિચાર્યું?-ચાલો હાલ તો આવતા અઠવાડિયે તમને શબ્દોથી શું પીરસવું એ વિચારું ? ઓ કે...

શું કહો છો?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

551TJ6e8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com