24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અત્યારે વેક્સિન ઓક્સિજન જેટલી જ મહત્ત્વની છે
તહોમતનામું - એષા દાદાવાળા

આપણને વેક્સિનેશનને લઇને ઘણા સવાલો છે. માસ્ક પહેરવાનો કંટાળો આવે છે અને વેક્સિન મુકાવવી નથી. વેક્સિન મુકાવવી એ પણ એક પ્રકારની શિસ્ત જ છે. વેક્સિન ન મુકાવવી એ એક પ્રકારનો રાજદ્રોહ છે. વેક્સિન ન મુકાવનાર માણસ હાથમાં એક અદૃશ્ય પ્રકારનું ચાકુ લઇને ફરે છે અને નાકમાં ચાકુ ઘુસાડી માણસોનું મર્ડર કરતો રહે છે.

બે દેશની વાત સમજવા જેવી છે. ઇઝરાયલ અને બ્રિટન. આજથી ત્રણ મહિના પહેલાં એટલે કે જાન્યુઆરીમાં ઇઝરાયલની હાલત ભયાવહ હતી. ઇઝરાયલે લોકડાઉન નાખ્યું અને ખૂબ ઝડપથી વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરી. ઇઝરાયલમાં વેક્સિન વિશે સવાલો થયા નહીં, દરેકે શિસ્તનું પાલન કર્યું, મોડર્ના વેક્સિન લીધી. આજે ઇઝરાયલ દુનિયાનો સૌથી પહેલો માસ્ક ફ્રી દેશ બન્યો છે. સ્કૂલો શરૂ થઇ ગઇ છે. લોકો રૂટિનમાં આવી ગયા છે.

બ્રિટન. અહીં રોજનો મોર્ટાલિટી રેટ લગભગ ૭૦૦થી વધારે લોકોનો હતો. આ દેશ પાસે પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો નહોતો. આ દેશે નક્કી કર્યું કે દેશની મોટા ભાગની જનતાને વેક્સિનનો પહેલો ડોઝ તો આપી જ દેવો. જે વેક્સિન આપણે લઇ રહ્યા છીએ એ જ કોવિશિલ્ડનો પહેલો ડોઝ લગભગ દેશના ૬૦ ટકા લોકોએ લઇ લીધો છે. હવે મોર્ટાલિટી રેટ સાવ ઓછો થઇ ગયો છે, કેસની સંખ્યા પણ ઘટી ગઇ છે.

હવે વારો આપણો છે. આપણે વેક્સિન વિશે સવાલો કરીએ છીએ એટલે રેમડેસિવીર, વેન્ટિલેટર, હોસ્પિટલના બેડ, ફેબી ફ્લુ વિશે જવાબો શોધવા પડે છે. કોરોના સામેના આ યુદ્ધમાં આપણી પાસે અત્યારે એક જ હથિયાર છે -વેક્સિન. વેક્સિન મુકાવવી ખૂબ જરૂરી છે. દેશભરમાં થઇ ગયેલા મેડિકલ કેઓસ વચ્ચેથી વેક્સિન આપણને ઝડપથી બહાર લઇ આવશે.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4n6s13
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com