24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઉચ્ચ પદે બેઠેલા કેમ માનવા તૈયાર નથી કે મને પણ ખબર ન હોય
ઓપન માઈન્ડ - નેહા મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો? આ આપણી સદીનો ખૂબ જ કટોકટીભર્યો સમય આપણે સૌ જોઈ રહ્યા છીએ એમ કહું તો જરાય ખોટું નથી. મિત્રો, મારી અકળામણ એક જ વાતની છે કે જો પદાધિકારીઓ કે વડીલો પાસે આ મહામારી વિશે સાચો આઇડિયા નથી કે સચોટ જવાબ નથી કે આ વિષય ઉપર એમનું સચોટ જ્ઞાન નથી તો આપણને કહી કેમ નથી શકતા? કેમ બોસ ઇઝ ઓલ્વેઝ રાઈટ? મને ખબર નથી પડતી અને ભાઈ વાય પીપલ હેવ ટુ શો કે મને બધું આવડે છે? કેમ આપણા પદાધિકારીઓ અને પદકર્મીઓને એમ થઈ ગયું છે કે જો આપણે એમ કહીશું કે આપણને આ કે તે આવડતું નથી તો નીચાજોણું થશે! મને વિશ્ર્વસ્તર પર આ બહુ જ મોટો પ્રશ્ર્ન છે એમ લાગે છે.

હું તમને પૂછું છું, કેમ આપણે ઉચ્ચ પદ પર બેઠા પછી એમ માનવા તૈયાર નથી કે મને પણ ખબર ન હોય. મને પણ ન આવડી શકે. તો હું લોકોના જ્ઞાનનો, જ્ઞાનધનનો સદુપયોગ કરી મારા પદનો સદુપયોગ કરું. આવું કેમ કોઈ વિચારી નથી શકતા? એનાં કયાં સામાજિક કારણો છે જેમણે આપણા દરેક પદાધિકારીઓના મનમાં આવો રોગ આપી દીધો છે કે પોઝિશન અને પાવર રાખવો હોય તો પુશ કરીને, સપ્રેસ કરીને, સાચા માનવને પોતાની હામાં હા મિલાવતા પપલુઓ દ્વારા ફસાવીને, પોતાને ઈન્ટેલિજન્ટ દેખાડીને જ પાવર દેખાડી શકાય!

મિત્રો, બીજાનું જ્ઞાન આપણી સાથે લઈ અને એ પદનો સદુપયોગ કરો તો તમે વધારે સારા પદાધિકારી કહેવાઓ એવી મારી વ્યાખ્યા છે. ઘણાના મતે એ ખોટી હોઈ શકે, પણ અત્યારે જે થઈ રહ્યું છે એ સિચ્યુએશન નવી છે. મોટા મોટા દિગ્ગજોને ખબર નથી કે આ શું છે તો રાજકારણીઓને કે પદાધિકારીઓને કેવી રીતે ખબર હોય? એમની પાસે બળ છે, જ્ઞાન છે, જ્ઞાનીઓ છે, પણ જ્ઞાન તો વેચવાથી વધે તો શું આપણે ખોટી માહિતીઓ બંધ કરીને સાચી માહિતીનો પ્રચાર કરીને પદાધિકારીઓને પણ માર્ગદર્શન આપીને, સલાહ આપીને, એમના મનમાં વિશ્ર્વાસ જગાડીને કે તમારું પદ કોઈ છીનવી નહીં લે. આપણે કર્મ સારાં કરીએ, ઉચ્ચ કરીએ, આવી નમ્ર વિનંતી સાથે હું તમને પ્રણામ કરું છું.

હૃદયથી મારા એકેએક વાચકો જ્યાં છો ત્યાં જેવા છો તેવા તમે સુખી છો. એ વિચારીને તમે તમારો દિવસ શરૂ કરજો. આંખોને બને એટલું વાચન આપજો. ખરેખર કહું છું, આ છેલ્લા બે મહિનામાં મારું વાચન જે થોડું વધ્યું છે એ એક જ વસ્તુ મને કહે છે કે આંખોનો સદુપયોગ વાચન, કુદરતને જોવા કરવો. અને સિલેક્ટિવ ટેક્નોલોજીનો યુઝ કરવો. પૈસો અને પાવર એ તો એન્ડલેસ જર્ની છે. એનો કોઇ અંત જ નથી માટે એ વિશે આપણે વાત નહીં કરીએ, પણ મિત્રો આજે આપણા વાચકમિત્રોમાંથી એક યુગલ મિસ્ટર એન્ડ મિસિસ દાતાની, જે કોરોના પોઝિટિવ આવ્યું હતું અને એમણે જે બેઝિક ટિપ્સ આપણી સમક્ષ શેર કરવાની ઈચ્છા વ્યક્ત કરી તે અહીં એમણે આપણને લખેલો પત્ર વહેતો મૂકું છું તમે વાંચો. તેઓ લખે છે-

ડિયર નેહાબહેન,

ગયા મહિને હું અને મારી પત્ની બંને કોરોના પોઝિટિવ થયાં. આઠ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સારાં થયાં. મારે સૌના સારા માટે કેટલીક વાતો ‘મુંબઈ સમાચાર’ અને ‘ઓપન માઈન્ડ’ના પ્લેટફોર્મ પરથી કહેવી છે:

૧. તબિયત બગડે, તમારા ડોક્ટરની એક દિવસની સારવાર બાદ સારું ન થાય તો તરત જ કોરોનાનો ટેસ્ટ કરવો જોઈએ.

૨. સારા અનુભવી ડોક્ટરની સારવાર લો. ફોન અને વોટ્સએપથી પણ સારવાર લઈ શકાય છે.

૩. ડોક્ટર લોહીના રિપોર્ટ અને જરૂરત મુજબ સીટી સ્કેન કરવાનું કહે તો તરત જ કરાવી લો.

૪. લોહીના રિપોર્ટ કે સીટી સ્કેન કરવા બહાર જવું પડે તો શક્ય હોય તો એમ્બ્યુલન્સમાં જ જવું. રિક્ષા કે ટેક્સીમાં જવું જ પડે તો ગાડીમાંથી ઊતર્યા બાદ તરત જ ડિસઇન્ફેક્શન જરૂરથી કરવું.

૫. બિલ્ડિંગની લિફ્ટ વાપરી હોય તો તે પણ તરત જ સેનિટાઈઝ કરાવી લેવી.

૬. મેડિક્લેઇમ હોય તો તેની સોફ્ટ કોપી, આધાર કાર્ડ અને પેન કાર્ડનો ફોટો ફોનમાં રાખવો. જો હોસ્પિટલમાં રહેવું પડે તો કેશલેસ સુવિધાને માટે જરૂર પડશે.

૭. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ એક અઠવાડિયું ઘરે જ અલગ રહેવાનું કહેવામાં આવે છે તેનું પાલન કરવું.

૮. બે વખત સ્ટીમ લેવી, ગરમ પાણી જ પીવું અને ઓક્સિજન લેવલ રોજ તપાસવું.

કોરોના પોઝિટિવ વ્યક્તિ બહાર ફરતી હોય તો કોરોના ઝડપથી ફેલાશે જ. સરકારની જેટલી જવાબદારી છે તેટલી જ જવાબદારી આપણી પણ છે. રેમડેસિવિર મળતી નથી, સરકારે સીધા હોસ્પિટલને જ આપવી જોઈએ જેથી જરૂરતમંદોને તરત મળે અને કુટુંબીજનોને ગામઆખામાં ફરવું ન પડે.

- ભાવેશ અને વર્ષા દત્તાણી

***

ભાવેશજી, અમે બધા બહુ જ ખુશ છીએ કે તમારું સ્વાસ્થ્ય સુઘડ છે. હવે બીજા માટે પ્રાર્થના કરો, પ્રાર્થનામાં ખૂબ પાવર હોય છે. હું સાયન્સમાં પણ વિશ્ર્વાસ કરું છું, પણ જ્યારે હું એવું કહું કે મા કહેતાં હતાં કે કુદરત - ભગવાન કોપાયમાન થયાં છે તો મારા પિતાજીએ પણ એને સાથ આપ્યો અને કહ્યું કે દીકરા, કુદરત પરીક્ષા લેવાની છે. અને અત્યારે માણસ માનસિક રીતે ક્લોન બની ગયા છે. પણ કુદરત હવે કોપાયમાન થઈ છે. કુદરત મારી કોઇ બહેનપણી નથી કે ભગવાન મારો કોઈ દોસ્ત નથી, એ દેવી અને દેવતા છે. કુદરતમાં દરેક દેવતા સમાયેલા છે. પાવર સમાયેલા છે અને મારા એ પવિત્ર આત્માઓ સમાયેલા છે જેને આપણે વિનંતી કરીશું તો ખરેખર કુદરત માફ કરી દેશે.

કુદરત દેવતાએ ખૂબ સહનશક્તિ દેખાડી છે અને હવે એમની છટકી છે. નાનપણથી જોતી આવી છું ગંગા નદીમાં નાખેલા કચરાથી લઈ અને મગજમાં ભરેલા વિચારોના કચરાથી લઈ ગરીબને વધારે દુ:ખી કરવાથી લઈને, પાવરફુલ માણસને વધારે પંપાળવાથી લઈને બધું જ મારી જર્નીમાં જોયું છે. મેં મારા જીવનમાં એક જ વસ્તુનો પ્રયાસ કર્યો છે કે હું જોઉં કે આગળ શું થઈ રહ્યું છે અને મારાથી શું અટકાવી શકાય છે. ઘણી બધી જગ્યાએથી મને અટકાવવામાં આવી, કારણ કે હું કુદરત દેવતામાં ફેલાતો કચરો - એ ભલે વિચારો હોય કે પડીકાં હોય - અટકાવવાનો પ્રયાસ કરતી હતી અને કરું છું. પણ હવે કુદરત ગુસ્સે થઇ છે, કારણ કે અસહ્ય છે. ખબર નહિ કેમ આ વસ્તુ બોલવાનું મન થાય છે કે ‘કોરોનાને કરુણા જ દૂર કરી શકશે એવું મારું માનવું છે!’

બધા જ પોતપોતાની વિદ્વત્તા દેખાડી રહ્યા છે. પહેલી વાર હું વિદ્વત્તાને પોઝિટિવલી કહી રહી છું કે કોરોનાને કરુણા હરાવી શકશે. હવે આને આપણે કેવી રીતે સમજવું છે, આના માટે શાં પગલાં ને કેવી રીતનાં પગલાં લેવાં છે? જે વ્યક્તિ સુવિચારમાં, સુમેળમાં કે સદ્ભાવનામાં માનતી હોય એ પોતાની રીતે ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેમ પોતાની જાતને અને આજુબાજુના વાતાવરણને બદલશે તો ધીરે ધીરે સારી સારી વસ્તુ વધશે અને વિશ્ર્વમાં સારો પ્રચાર થશે. સારું વાતાવરણ થશે, વિશ્ર્વ બદલાઈ જશે, વિશ્ર્વ સારું થઈ જશે, અને જો વિશ્ર્વમાં સારું થઈ જશે તો આપણે બધા સારા થઇશું.

મિત્રો, એક હિંદી કવિતા મારી નજરે ચઢી છે જે અહીંયાં તમારી સમક્ષ વહેતી મૂકું છું, તમને ગમશે. કવિમિત્ર કહે છે-

કોઈ કિસ્ત હૈ, જો અદા નહીં હૈ,

સાંસ બાકી હૈ, ઔર હવા નહીં હૈ.

નસીહતેં, સલાહેં, હિદાયતે તમામ,

પ્રિસ્ક્રિપ્શન હૈ, પર દવા નહીં હૈ.

આંખ ભી ઢંક લીજિએ સંગ મુંહ કે,

મંજર સચમુચ અચ્છા નહીં હૈ.

રક્ત બિકા, પાની બિકા, આજ બિક રહી હૈ હવા.

કુદરત કા યે તમાચા બેવજહ નહીં હૈ.

હર એક શામેલ હૈ ઇસ ગુનાહ મેં.

કુસુર કિસી એક કા નહીં હૈ.

વક્ત હૈ અભી, ઠહર જાઓ,

વક્ત હૈ અબ તો ઠહર જાઓ.

જીવન હૈ યે કોઇ સટ્ટા નહીં હૈ.

અબ ભી સબ કુછ લુટા નહીં હૈ.

મિત્રો, હું કહું છું કે લોકો જ્ઞાનધન પણ છૂટું મૂકતા હોય છે. એમાંનો આ એક નમૂનો છે. કવિતા હિન્દીમાં છે. ગુજરાતી લિપિમાં તમારા માટે વહેતી મૂકી, કારણ કે સારું વાચન તો સારા વિચાર અને સારા વિચાર તો સારું આચરણ. સહી બોલાના મેરે યાર!

મારા લેખનમાંથી જેટલો પણ પ્રાણ પ્રવાહ વહે તે લોકોને, મારા સમાજને, મારા પ્રિયજનોને સ્વસ્થ રાખે અને બધા પર નારાયણ દેવની કૃપા હો. મારો સમાજ સુઘડ બને, સ્વસ્થ બને અને સરળ બને એવી પ્રભુને પ્રાર્થના.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2567N008
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com