24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોરોનાથી કોણ બચાવે?

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદીઆ ટાઇટલ વાંચીને જો તમે એમ માનતા હો કે હું ડૉકટર, વાયારોલોજિસ્ટ, સાયન્ટિસ્ટ છું તો એમ પણ માનીલો કે કોરોના આજથી જ અરે અત્યારથી જ છુ મંતર થઈ ગયો છે. આજે ચારે બાજુ જયારે હાહાકાર મચાવ્યો છે ત્યારે સકારાત્મક સ્વભાવ રાખો તો અડધો જંગ જીતી ગયા છો. સોફા પર પથરાઈ અને ટીપોય પર ઘડિયાળના કાંટાની જેમ ટાંટિયા ટેકવી વોટસઅપ, ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થતા ભયંકર પરિસ્થિતિના ચિતાર, છાપાના ફોટા જોઈ જોઈને સારા સારા ખેરખાંની ભૂખ મરી જાયએ તો ભલું થજો રાજકીય રેલી કાઢવા વાળાઓનું કે ભીડ ભેગી કરી અને સાંત્વના આપે છે કે કંઈ નથી મોજ કરો. ઑકસીજન, બેડ, ઈન્જેકશન આ બધાની તંગી એક અફવા છે.

આજે સવા વર્ષથી હું પણ નવરો બેઠો છું અને રોજ ભૂખ મરું છે અને રોજ ઘરવાળીને કહું છું કે આજે જમવાની ઈચ્છા ઓછી છે પરંતુ ગુજરાતીઓના ખાવાના ભડભડિયા એવા છે ને ‘કોરોનામાં ધમધમાટ ખાવું જોઈએ એટલે વાઈરસ નબળો પડી જાય’ આવું કહી, લસણિયો વઘાર કરી આપણી ન ખાવાની ઈચ્છા ખોટી પાડે અને હુ રસોડામાં આંટાફેરા મારું એટલે ઘરવાળી કે ‘બનાવ્યું છે, ચિંતા કરોમાં’ ઈ વઘારથી માંડીને થાળીમાં જમવાનુ ન આવે ત્યાં સુધી ચેન ન પડે. કોરોનાની ચેઈન તોડવાની છે મને ખબર છે પણ વરસ પહેલાના પેન્ટ ચડાવતા એની ચેઈન તૂટી રહી છે. ખરેખર તો આવી પરિસ્થિતિમાં હાસ્ય કલાકાર, લેખક તરીકે હાસ્ય પીરસવું એટલે સામાન્ય માણસને અત્યારે રામરાજ્ય જેવું લાગવું જેટલું કપરૂં છે.

જોકે અમે એક નેતાને જેટલી સહજતા અને સરળતાથી હોસ્પિટલમાં સારવાર માટે બેડ, ઑકસીજન અને દવા કે ઈન્જેકશન મળી જાય છે એટલી સહજતાથી લેખમા હાસ્ય આપવામાં સફળ થતા હોય છે. દુ:ખની ચરમસીમાએ હાસ્યનો જન્મ

થાય છે. દર્દકા હદસે ગુજર જાના દવા

હો જાના... આ જ થિયરી પ્રમાણે આજે હાસ્ય લેખ તમારા સુઘી પહોચાડી

શકાય છે.

ડો. હેમાંગ વસાવડા, ડો.નીલાંગ વસાવડા, ડો. અતુલ પંડ્યાસાહેબ, ડો. રાજેશ ઉપાધ્યાય, ડો. જયેશ પરમાર, ડો. પ્રણવ પટેલ, હાર્દિક બક્ષી, જેવા કેટલાય ડોક્ટર મિત્રો, પેરા મેડિકલ સ્ટાફના અમારા પરિવાર પરના પ્રેમને કારણે જ આજે સ્વસ્થ માનસિકતા સાથે કલમ હાથમાં છે. હજુ હું આટલું લખું ત્યાં જ પાછળથી ચુનિયાનો અવાજ આવ્યો ‘મારું નામ તમે ભૂલી ગયા મિત્ર, મારી પાસે કોરોનાથી બચવાનો રામબાણ ઇલાજ છે.’ મેં કલમ નીચે મૂકી અને ધ્યાન કેન્દ્રિત કર્યું કારણ કે ચુનિયો જ્યારે બોલે ત્યારે કાં વાત સાવ ભેજાગેપ જેવી હોય અથવા અતી મર્મ ધરાવતી હોય. ચુનિયાએ વાત આગળ ચલાવી મને કહે,"જેને કોરોના થાય છે તેને સૌથી વધારે તકલીફ શું પડે છે? વચ્ચે ના બોલતા હું જ કહી દઉં છું એક એમ્બ્યુલન્સ ગોતવામા, બીજુ હોસ્પિટલમાં બેડ શોધવામાં,ત્રીજી તકલીફ ઑક્સિજન ગોતવામાં, ચોથુ ઇન્જેક્શન અને દવાની વ્યવસ્થા કરવામાં આ બધી જ પળોજણમાંથી જો મુક્ત થવું હોય તો એવું કાર્ય કરવું જોઈએ કે તમે તમારું ધ્યાન રાખો તેના કરતા સરકાર તમારું ધ્યાન વધારે રાખે. તમે ક્યાંય જાવ તે પહેલા તમે જેને મળવાના છો તેને કોરોના ન હોય તેની તપાસ સરકાર જાતે,પોતે કરે, બધું જ સેનેટાઈઝ થાય, વૅક્સિન પણ આપી દેવામાં આવે, તમે માસ્ક ન પહેરો તો ચાલે પરંતુ તમને જે મળવા આવે તેને મોઢે બે માસ્ક ઉપરાછાપરી વળગાડવામાં આવે, શ્ર્વાસ તો શું અવાજ પણ માંડ નીકળે એવા જાડા માસ્ક પહેરાવીને તમારી સામે લાવે. મારુ પ્રશ્ર્નાર્થ જેવું મોઢું જોઈ અને મને કહે, ‘કા તમે કોઈ મોટા, શરીરે પણ મોટા નેતા બની જાવ અને કા કોઈ બૅંકમાંથી એવડી મોટી લોન લઈ લો કે જેથી કરી અને તમારા કરતા સરકારને અને બૅંકને તમારી ચિંતા વધારે રહે. સાવ સમૂળગા જાય તેના કરતા થોડા ખર્ચા સાથે તમને જીવાડવા પોસાય’.

સાલુ વાતમાં દમ છે હો ચુનીલાલ, તને દેશ સોંપી દેવાનું મન થાય છે પણ પછી આપણે મળી ન શકીએ એવું થાય એ વિચારે અટકું છુ.

સાવ ઉઘાડા પડી ગયા હો. કોઇ કહે અને હું માનું તો તો નાના બાપનો થઈ જાઉ આવી માનસિકતા ધરાવતા અમુક નેતાઓ દેશની જનતા માટે ખતરા સમાન છે. પ્રજા જોઇએ ક્યારે જાગે છે. ચુનીયાને હજુ મારે ચા પાણી પાવાના છે. કંઇક જાણવા મળશે.

વિચારવાયુ:

ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો...

ચુનીયો: મારી ઘરવાળીની લાકડી ઉપરવાળા સાથે બદલાવવી પડશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ww2enK4f
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com