24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મમ્માઝ બૉય પ્રતિક
મમ્માઝ બૉય પ્રતિક

પ્રથમેશ શાહ



અભિનેતા પ્રતીક બબ્બર હિન્દી સિનેમાની ઉત્કૃષ્ટ અભિનેત્રી સ્મિતા પાટીલ અને અભિનેતા કમ રાજકરણી રાજ બબ્બરનો પુત્ર છે. તેની અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મોથી એ તો સાબિત થઇ ગયું છે કે આ અભિનેતામાં તેના કળાકાર માબાપના ગુણ ઊતર્યા જ છે. ક્યારેક પોતાના શાનદાર અભિનયથી કે ક્યારેક પોતાની સ્ટાઇલને લઇને હંમેશાં ચર્ચામાં રહેનારા પ્રતીકે આ વખતે પોતાના પ્રશંસકોને પોતાના ટેટૂથી ચોંકાવી દીધા છે. દરઅસલ તેણે પોતાની મા સ્મિતા પાટીલના નામનું ટેટૂ ચિતરાવ્યું છે. આ ટેટૂની તસવીર તેણે સોશિયલ મીડિયા પર પણ મૂકી છે જે જોઇને તેના દર્શકો પણ લાગણીશીલ બની ગયા છે.

પ્રતીકે જે તસ્વીર સોશિયલ મીડિયા પર મૂકી છે તેમાં તે પોતાના કૂતરા સાથે નજરે પડે છે અને તેની છાતી પર સ્મિતા પાટિલ લખેલું દેખાઇ આવે છે. તસવીરની સાથે પ્રતીકે લખ્યું છે કે,‘ મારા દિલ પર મારું નામ લખાવી લીધું છે.’ પ્રતીકે સ્મિતા ફોરેવર (સ્મિતા હંમેશ માટે) લખ્યું છે. સાથે જ ૧૯૫૫- ઇનફિનિટી લખ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્મિતા પાટીલનો જન્મ ૧૯૫૫માં થયો હતો અને ઇનફિનિટી એટલે અનંતકાળ સુધી.

આ ટેટૂને લઇને પ્રતીક કહે છે કે,‘ હું હંમેશાં મારી માતાના નામનું ટેટૂ બનાવવા માગતો હતો, પણ ઘણા વર્ષો સુધી નક્કી ન કરી

શક્યો. પરંતુ હવે સારુ લાગે છે. તેનું નામ ત્યાં જ લખાવ્યું છે જ્યાં હોવું જોઇએ, મારા દિલ પર.

૧૯૫૫ તેના જન્મનું વર્ષ છે અને તે હંમેશાં મારી સાથે રહેશે.’

સ્મિતા પાટિલ એવી હિન્દી અભિનેત્રીઓમાંની એક છે જેણે પોતાની અભિનયકળાથી સિનેમાને સમૃદ્ધ કર્યું છે. સ્મિતાનું મોત પ્રતીકને જન્મ આપ્યા બાદ થોડા જ સમયમાં થઇ ગયું હતું. પ્રતીકને તેની નાનીએ ઉછેર્યો હતો.

પ્રતીક કહે છે કે, ‘ મારા પિતા પાસે મારા માટે ટાઇમ નહોતો રહેતો. બધા લોકો મારી માતાની કામિયાબી વિશે મને બતાવતા રહેતા હતા.’

માતાના નામને દિલ પર રાખીને પ્રતીક હવે પાછો તેના કામ પર ચઢી જશે.

એ જલદી મધુર ભંડારકરની ફિલ્મ ઇન્ડિયા લૉકડાઉનમાં નજરે પડશે. આ ફિલ્મમાં એ પ્રવાસી મજૂરનું પાત્ર નિભાવશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હશે. વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે પૂરા દેશમાં લૉકડાઉન હતું તે વિષય પર આધારિત આ ફિલ્મ છે.

આ લૉકડાઉનમાં પ્રવાસી મજૂરોએ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ તે ‘આરક્ષણ’ અને ‘દમ મારો દમ’ જેવી ફિલ્મોમાં સશક્ત અભિનય આપી ચૂક્યો છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

q8m20G
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com