24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સોનૂનો સેવાભાવ
સોનૂનો સેવાભાવ

મુકેશ પંડ્યાફિલ્મોમાં તો મુશ્કેલીમાં મૂકાયેલી હિરોઈન કે પછી લોકોને બચાવવા માટે હીરો એકદમ ઓનટાઈમ પહોંચી જાય છે. ખેર આ તો થઈ રીલ લાઈફની વાત, પણ જ્યારે રિયલ લાઈફની વાત હોય ત્યારે આવા હીરો મળવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે અને જ્યારે કોઈ આ રીતે હીરો બનીને આવીને તમને મુશ્કેલીમાંથી બચાવી લે તો એ વ્યક્તિ તમારા માટે ભગવાનથી કમ નથી હોતી. આવી જ એક વ્યક્તિનો પરિચય ગયા વર્ષે લોકોને થયો અને એ વ્યક્તિ એટલે સોનૂ સૂદ. ગયા વર્ષે મહિનાઓ સુધી જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં સોનૂ સૂદે અનેક લોકોને મદદ કરી પછી એ પગપાળા વતન પાછા જઈ રહેલાં પરપ્રાંતિય મજૂરો હોય કે પછી ખેતરમાં કામ કરી રહેલી યુવતીના ખેડૂત પિતાને ટ્રેક્ટર લઈ આપવાની વાત હોય. સોનૂની આ સમાજસેવાએ તેને લોકોની નજરમાં રિયલ હીરો બનાવી દીધો છે અને લોકો તેના વખાણ કરતાં થાકતા નથી. સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં સોનૂ સૂદે હાલમાં જ એક ટ્વીટ કર્યું હતું અને ગણતરીની સેક્ધડ્સમાં જ આ ટ્વીટ વાઈરલ થઈ ગયું હતું. સોનૂ સૂદે ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરતાં લખ્યું કે,‘આજની તારીખમાં પણ જ્યારે મારી પાસે કોઈ મદદ માગતો કોલ અડધી રાતે આવે તો એ મારા માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે અને હું મદદ માગનારને મદદ કરવા માટે બનતાં પ્રયાસો કરું છું. કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે હું તેમને ઑક્સિજનની મદદ પહોંચાડી શકું છું તો એ મારા માટે જિંદગીનું મોટામાં મોટું સુખ હોય છે અને એ આનંદને શબ્દમાં વર્ણવવાનું શક્ય જ નથી. મારપી કોઈ ફિલ્મ જે ૧૦૦ કરોડના ક્લબમાં એન્ટર થઈ હોય એ વખતે પણ મને એટલો આનંદ નથી થતો, જેટલો આનંદ મને કોઈને મદદ કરીને થાય છે. હું અને મારી ટીમ વધુને વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છે. આજે પણ જ્યારે લોકો હોસ્પિટલમાં બેડ મળે એની રાહ જોઈ રહ્યા હોય ત્યારે હું કે મારી ટીમ સૂઈ નથી શકતા.’ લોકોને મદદ કરવા સિવાય સોનૂ પોતાની રીતે પણ આ સમસ્યા સામે લડી રહ્યો છે અને આ જ દિશામાં આગળ વધીને તેણે હમણાં થોડાક સમય પહેલાં સોનૂએ ‘કોવિડ ફ્રી હેલ્પ’ નામની સાઇટ લૉન્ચ કરી છે, જેની મદદથી તમે ઘેરબેઠાં પણ કોરોનાની તપાસ કરાવી શકો છો. તેણે ટ્વીટ કરતા લખ્યું હતું કે તમે આરામ કરો. મને તપાસ કરવા દો. ‘હીલવેલ૨૪’ અને ‘ક્રિષ્ના ડાયેગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ’ સાથે.’ સોનૂ સૂદે તેની સાથે ટેમ્પલેટ પણ શેર કર્યું છે જેમાં પૂરી માહિતી આપવામાં આવી છે અને લખ્યું છે કે મદદ તમારા ઘર સુધી પહોંચશે. તમે ડૉક્ટરની સલાહ પણ લઇ શકો છો. એ માટે ટ્રોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યો છે. એ ઉપરાંત તમે કોવિડ ટેસ્ટ પણ કરાવી શકો છો. ફક્ત આટલું જ નહીં, પણ સોનૂ સૂદે ટેલિગ્રામ ઍપ પર એક ગ્રુપ પણ બનાવ્યું છે જેના માધ્યમથી એ દેશભરના જરૂરિયાતવાળા લોકો સુધી મદદ પહોંચાડી શકશે. સોનૂ સૂદે લખ્યું હતું કે હવે પૂરો દેશ સાથે આવશે. મારી સાથે ટેલિગ્રામ ચેનલ પર ‘ઇન્ડિયા ફાઇટ્સ વિથ કોવિડ્સ’ પર જોડાવ. હાથ સાથે હાથ મેળવશું. દેશને બચાવીશું.

પંજાબ સરકાર દ્વારા મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલા રસીકરણ અભિયાનનો ચહેરો બનવા પર સોનૂએ જણાવ્યું હતું કે હું મારા રાજ્યના લોકોના જીવનની રક્ષા માટે પંજાબ સરકારના આ વિશાળ અભિયાનની ભૂમિકા નિભાવતા ધન્યતા અનુભવી રહ્યો છું.

હું માનું છું કે હુું એવો માણસ છું જે ભગવાનની મોટી યોજનાઓમાં પોતાનો નાનકડો ભાગ ભજવી રહ્યો છે. વાહ કહેવું પડે સોનૂની મદદ કરવાની ભાવનાને અને તેના ફાઇટિંગ સ્પિરિટને! ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

726yU625
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com