24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોરોનાની રસી લેવી કે નહિ?
કોરોનાની રસી લેવી કે નહિ?

કેતકી જાનીસવાલ- ઘરમાં પતિ અને બાળકો એમ ચારેય જણા ૪૫થી નીચેની આયુના છીએ. ફર્સ્ટ મેથી કોરોનાની વૅક્સિન આપવાની શરૂ થશે. આ સંદર્ભે મનમાં ફફડાટ છે કે શું કરવું? વૅક્સિન લેવી કે નહિ? ઘણા લોકો કહે છે કે તે લીધા પછી પણ કોરોના થાય જ છે. તે લીધા બાદ અમે બીમાર પડીશું તો? હમણાં કોરોના ફેલાયેલો છે એટલે એમ સુધ્ધાં કયારેક લાગે કે રસી લઈએ તો બધા સેફ થઈ જઈએ, પણ હજી નક્કી નથી કરી શકયા અમે કે શું કરવું ? તમે કોરોનાની રસી લીધી? લેવાનું નક્કી કરીએ તો ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવશો રસીની સાઈડ ઈફેક્ટની બીક લાગે છે અમને શું કરવું?

જવાબ- બહેન, હાલની પરિસ્થિતિના સંદર્ભમાંતો હું રસી લેવી જોઈએ તેમ જ કહીશ. અને હા મેં પણ પહેલો ડોઝ લઈ લીધો છે. ઉપરાંત ભારના કરોડો લોકોએ પણ રસી લીધી જ છે.કોરોનાને ડામવા માટે હમણાં માનવજાત પાસે એકમાત્ર હથિયાર આ જ છે, તેમ કહેવું જોઈએ. માટે તમે તમારાં કુટુંબ સાથે ચોક્કસથી રસી લેજો, પણ તમે બધા અલગ અલગ દિવસોએ રસીકરણ નક્કી કરજો. રસી મૂકવાને લીધે તેના ચોવીસથી અડતાળીસ કલાકની અંદર અમુક જણને રસીની જગ્યાએ દુ:ખાવો, શરીર તૂટવું , તાવ આવવો, ઠંડી વાઈને કળતર જેવી સાઈડ ઈફેક્ટ દેખાતી હોય છે માટે જો એક જ દિવસે રસી લેશો બધા તો એકમેકને સંભાળવામાં તકલીફ પડશે, હમણા કોરોના ચોતરફ વ્યાપ્ત હોવાથી લૉકડાઉનમાં તમારાં કોઈ સગાની મદદ પણ નહીં મળે. અલગ અલગ દિવસે રસી મૂકાવી દેવી હિતાવહ છે, કારણકે વિવિધ પ્રકારના સર્વેક્ષણો દર્શાવે છે કે રસી લીધા બાદ જે લોકો ચોક્કસ સામાજિક ડિસ્ટેન્સ જાળવી જીવે છે તે લોકોમાં કોરોના ઓછા પ્રમાણમાં જણાયો છે. જેમને રસી લીધા બાદ પણ સંજોગવશાત્ કોરોના થાય તેઓ રસી લીધા વગરના લોકો કરતાં ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ નોર્મલ રુટીન તરફ વળી રહ્યા છે. રસી લેવાવાળા લોકોએ રસીકરણના બે દિવસ પહેલા અને રસી લીધા બાદ શરાબ-સિગારેટનું સેવન ચોક્કસ પિરિયડ સુધી ના કરવું જોઈએ, આ સંદર્ભે તમારા ફેમિલી ડૉક્ટર સાથે ખાસ વાત કરજો. ઉપરાત રસીકરણ પહેલા ચોવીસ કલાકમાં પેઈનકિલરની ગોળીઓ પણ ના ખાવી જોઈએ. તમારી કોઈ રેગ્યુલર દવા હોય તો તે લઈ શકાય છે. આ અંગે પણ ડૉકટર સાથે વાત કરવી જોઈએ. રસીકરણની આગલી રાતે પૂરતી ઊંઘ લો અને મગજને સ્ટ્રેસમુક્ત રાખવું જરૂરી. પહેલાં કોરોના થઈ ગયો હોય અને પ્લાઝમાં થેરેપી લીધી હોય તો કોરોના વૅક્સિન કયારે લેવી? તે માત્ર ડૉકટરને જ નક્કી કરવા દેવું. રસી લેનારને જે પણ મેડિકલ રાસાયણિક દવા,ખાદ્ય પદાર્થ કે અન્ય વસ્તુઓની એલર્જી હોય તેમણે પણ રસી લેતા પહેલા ડૉકટર સાથે ચર્ચા કરવી જોઈએ. રસી લેવા જતાં પહેલાં ભારે નાસ્તો અથવા લંચ કરીને જવું જાઈએ. ગર્ભસ્થ સ્ત્રીઓએ રસીકરણ ના કરાવવું જોઈએ. સાથે જ બાળકને સ્તન પાન કરાવતી માતાઓએ પણ આનાથી દૂર રહેવું જોઈએ. કોરોના વૅક્સિનનાં બે ડોઝ લેવાના હોય છે. એક ડોઝ લીધા પછી બીજો ડોઝ લેવાનો થાય તેની વચ્ચે અન્ય કોઈપણ પ્રકારની રસી ના મુકાવવી જોઈએ. કોરોના વૅક્સિનેશનના બે ડોઝ થઈ જાય તે બાદ ચૌદથી વીસ દિવસના અંતરાલ પછી જ અન્ય કોઈપણ પ્રકારની રસી મુકાવવાનો પ્લાન કરવો જોઈએ. ઉપરાંત અન્ય કોઈપણ પ્રકારની રસી મુકાવી હોય તો તેના ચૌદથી વીસ દિવસ બાદ જ કોરોનાની રસીનો પહેલો ડોઝ લેવા જવું જોઈએ. કોરોના રસીકરણ બાદ જે તે કલીનીકમાં અડધો કલકા શાંત ચિત્તે બેસી રહેવું જોઈએ, જેથી કદાચ રસીને લીધે શરીરમાં કોઈ એલર્જિક રિયેકશન આવે તો તુરંત જ મેડિકલ મદદ મળી રહે. જે કંપનીની રસીનો પહેલો ડોઝ લીધો છે તે જ કંપનીની રસીનો જ બીજો ડોઝ લેવો જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખવું. રસીકરણ બાદ ત્રણ-ચાર દિવસ ઘરનો સાદો ખોરાક ખાઈ ઘરમાં આરામ કરવો જરૂરી છે. બહારગામ જવાનું તો સદંતર ટાળવું જ. રસીની સાઈડ ઈફેક્ટ કોરોનાનો સામનો કરવા જેટલું ભયાવહ નથી બેન, માટે મનથી તૈયાર થઈ જાવ કે ભલે સાઈડ ઈફેકટ થાય, તે તો બે દિવસમાં ટળી જશે પણ કોરોનાનો ચેપ લાગશે તો જિંદગી દાવ પર લાગી જશે. બેન તમે જ નહિ અનેક લોકો આજે વૅક્સિન જ એકમાત્ર ઉપાય હોવા છતાં તેને માટે ખચકાય છે અને બહુસંખ્યક લોકો તમાકુ, સિગારેટ, દારૂ ઉપર ક્લીયર લખ્યું હોય છે કે આનું સેવન જાનલેવા છે છતાં ખાય-પીએ છે...!!! ડરવાનું કોરોનાથી છે, રસીથી નહિ, રસીકરણ બાદ શરીરને ડીહાઈડ્રેટ રાખવા પાણી, લીંબુપાણી, વિવિધ ફળોના જયૂસ ખાસ ડાયેટમાં સામેલ કરવા જોઈએ. અમે હા મુખ્ય વાત રસીના બંને ડોઝ લીધા બાદ પણ માસ્ક અને એકમેકથી અંતર રાખવું અનિવાર્ય છે, જો કોરોનાથી બચવું હોય તો. ઈનશોર્ટ, કોરોના સંબંધિત પ્રોટોકોલનું સતત પાલન અને રસીકરણ, બંને કોરોનાનાં શત્રુ છે, અસ્તુ. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

21lj3p81
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com