24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વરસાદ પછી નીતરતાં નેવાં...!! અને ચોવક

કચ્છી ચોવક -કિશોર વ્યાસસમાજ છે, સંસાર છે, વિવાદ તો જાગતા જ હોય. વિવાદ થાય ત્યારે સામાન્ય રીતે સામસામી દલીલો થતી હોય છે. દલીલો ઉગ્ર જ હોય એ સૌમ્ય ન હોય! નવા નવા તર્ક પેદા થાય, કોઈ જતું કરવા જ તૈયાર ન થાય! પણ કોઈ એક ડાહ્યો જણ, સામી વ્યક્તિની વાત સ્વીકારી લે અને કાંતો સંબંધને સાચવી લેવા અને કાંતો, શરણાગતિ કે સમાધાન કરવા એમ કહે કે, ‘હા, ભાઈ, તમારી વાત સાચી’ એ જ સમાધાન વખતે જે ચોવક પ્રયોજાય છે, એ છે: "મારાજ હાંણે ‘આંઉ નાંય’ , એટલે વિવાદનો અંત આવે! ચોવકમાં પ્રયોજાયેલો શબ્દ ‘મારાજ’ એ માનવાચક સંબોધન છે, ‘હાંણે’ એટલે ‘હવે’ અને ‘આંઉ’નો અર્થ થાય ‘હું’, ‘નાંય’ એટલે ‘નથી’! બસ હવે હું હવે વિવાદમાં નથી! આ થાય છે, ચોવકનો શબ્દાર્થ!

પણ ઘણીવાર આટલેથી સમાધાન થતું નથી. વિવાદની ઉગ્રતા વધારે થઈ ગઈ હોય તો, સમાધાનનો સમય વિતી ગયો હોય તેવું વાતાવરણ ઊભું થઈ જાય છે. અને ‘હાંણે આંઉ નાંય’ના જવાબમાં સાચો માણસ પણ કહી દે કે, ‘મુલતાન પાણી વ્યા વઈ! એટલે કે, હવે તારા સમાધાનનો કોઈ અર્થ સરે તેમ નથી. "હવે તો ઘણાં પાણી વહી ગયાં! એ સમય વિતી ગયો.

એક ચોવક છે: "પિંઢ જે અટે મેં આટાર, જેનો અર્થ થાય છે: પોતાના લોટમાં જ કાંકરા. પિંઢ જે એટલે પોતાના, ‘અટેમેં’ એટલે ‘લોટમાં’, કચ્છીમાં લોટને અટો કહે છે અને ‘આટાર’નો અર્થ થાય છે, ધૂળ કે કાંકરા. ગુજરાતીમાં આ પ્રકારની બીજી એક ચોવક છે, જે આવા જ અર્થમાં વપરાતી હોય છે. "ખાટલે મોટી ખોડ પોતાનામાં જ કંઈક ક્ષતિ હોવી! ઘણીવાર લોકોને આપણે બોલતાં, સાંભળતાં હોઇએ છીએં કે "ભૂખ બોરી ભુછડી, શબ્દાર્થ થાય છે "ભૂખ બહુ ખરાબ વસ્તુ છે. ભૂખને શ્ર્લેષાર્થમાં લઈ શકાય, પેટની ભૂખ અને શરીરની ભૂખ.પેટની ભૂખ લાચારી બતાવે છે, આ ગુજરાતીમાં વપરાતી કહેવત ‘પેટ કરાવે વેઠ’ એવા જ અર્થમાં! ‘વેઠ કરીને પેટ ભરવું’એ અતિશ્રમે કે, નિમ્નસ્તરે મહેનત કરીને રોજી રળવી, જ્યારે શરીરની ભૂખાવળ સમાજને બગાડે છે, સંસ્કાર બગાડે છે! તેને કચ્છીમાં ‘ભૂછડી’કે ખરાબ ગણાવી છે.

આ બન્ને પ્રકારની ભૂખ, શ્રમ, સમય અને સંસ્કાર જોતી નથી! ‘ભૂખ’ પરની બે ચોવક આપણે માણીએ. "ભૂખ ન જ્યારે ગુંધણ, નિંધર ન ન્યારે વિછાણ ભૂખ લાગી હોય ત્યારે જે મળે એનાથી સંતોષ માની લેવો પડે છે અને જ્યારે ઊંઘ આવતી હોય ત્યારે પથારી કેવી છે, તે પણ જોવાતું નથી! મૂળાર્થમાં તો ચોવકમાં જરૂરિયાતનું મહત્ત્વ દર્શાવ્યું છે, સાથે સાથે લાચારીનું મહત્ત્વ પણ દર્શાવ્યું છે. એટલે જ બીજી ચોવક સ્પષ્ટપણે કહે છે કે,"ભૂખેં ભે઼ડકો ય મીઠો લગે! એવું જ ગુજરાતીમાં પણ કહેવાય છે કે, "ઊંઘ ન જુએ તૂટેલ ખાટ,ભૂખ ન જુએ ટાઢા ભાત!

તમે નોંધ્યું હશે કે, વરસાદ પડી જાય પછી પણ નેવાં નીતરતાં રહે છે! ચોવક તો અત્યંત ગૂઢાર્થ ધરાવે છે: "મીં વસે બ ઘડીયૂં, છનું ત્રિમે છ ઘડિયું! ‘મીં’ એટલે વરસાદ, વસે એટલે વરસે ‘બ ઘડિયૂં’ નો અર્થ થાય છે ‘બે ઘડી’, ‘છતું’ એટલે ‘નેવાં’, ‘ત્રિમે’ એટલે ‘ચૂવે’! ગૂઢાર્થની સંક્ષિપ્તમાં જોઇએં તો: કોઈ પણ સુખદ કે દુ:ખદ ઘટના ઘટી ગયા પછી, હૃદય પર તેની જે છાપ પાડી જાય છે, તે લાંબા સમય સુધી રહેતી હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7KC3WUG
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com