18-May-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અમિત શાહના આદેશથી મતદારોને ડરાવાય છે: મમતા

બનેશ્ર્વર (પશ્ર્ચિમ બંગાળ): પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ બુધવારે આક્ષેપ કર્યો હતો કે ‘ભાજપનું સીઆરપીએફ’ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહની સૂચનાથી રાજ્યમાંના મતદાન મથકોમાં મતદારોને પ્રવેશતા રોકી રહ્યું છે, તેઓને હેરાન કરે છે અને હત્યા પણ કરે છે.

તેમણે કૂચ બિહાર જિલ્લામાં જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે કેન્દ્રીય દળો વિધાનસભાની ચૂંટણી દરમિયાન મહિલાઓનો વિનયભંગ કરી રહ્યા છે અને લોકોને મારી રહ્યા છે.

તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજીએ અમિત શાહની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન સુરક્ષા દળો પરના નક્લવાદીઓ અને ત્રાસવાદીઓના હુમલા રોકવામાં નિષ્ફળ ગયા છે અને આવા સમયે ભાજપના ઉમેદવારો માટે મતદારો પાસે મત માગી રહ્યા છે.

પશ્ર્ચિમ બંગાળ વિધાનસભામાં હાલમાં ચાલી રહેલી ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસને ભારતીય જનતા પક્ષ બરાબરની ટક્કર આપી રહ્યો છે. મમતા બેનરજીએ તૃણમૂલ કૉંગ્રેસને ૨૦૦થી વધુ બેઠક જીતવામાં મદદ કરવા માટે મતદારોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે તૃણમૂલ કૉંગ્રેસને જો ૨૦૦થી ઓછી બેઠક મળશે તો ભાજપ મારા પક્ષમાંના ‘દ્રોહીઓ’ને લાંચ આપીને તેઓ પાસે પક્ષપલટો કરાવશે. (એજન્સી)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

63U31B1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com