19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

કચ્છી લોહાણા

સ્વ. વલ્લભજી ખીમજી માણેકના પુત્ર સ્વ. દિનેશ વલ્લભજી માણેકની પત્ની ગં. સ્વ. મૃદુલાબેન (ઉં. વ. ૭૦) ગામ કચ્છ વરસામેડી હાલ મુલુંડના તા. ૧-૩-૨૧ના રામશરણ પામેલ છે તે માધવજી કાનજી વોરાણી ગામ કચ્છ અંજારવાળાની દીકરી. નિલેશ અને ગં. સ્વ. શીતલ અનિલ કતીરાની માતા. અ. સૌ. જ્યોત્સનાના સાસુ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા

મૂળ ગામ સામોર હાલ નેરૂલ સ્વ. માનવંતીબેન મથુરાદાસ ઠક્કર (દાવડા)ના જયેષ્ઠ પુત્ર ભગવાનદાસ ઠક્કર (ઉં. વ. ૭૪) તે કુમુદબેનના પતિ. વિક્રાંત, જિગીષા ચેતનકુમાર રાયઠઠ્ઠા, નીમિષા ધર્મેશકુમાર તન્નાના પિતાશ્રી. કવિતાના સસરા. ગોપાલદાસ, મુરલીધર, નરેન્દ્ર, ચંદ્રકાંત તથા વીણા (વાસંતીબેન) પ્રકાશકુમાર પંચમતીયાના મોટા ભાઈ. સ્વ. લીલાવંતીબેન લક્ષ્મીદાસ રાયચુરાના જમાઈ. તા. ૧-૩-૨૧ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખવામાં આવેલ નથી.

કપોળ

ગં. સ્વ. ગીરજાલક્ષ્મી (ઉં. વ. ૮૪) તે સ્વ. કાંતીલાલ પ્રભુદાસ મહેતાના ધર્મપત્ની તે નૈનેશ અને દર્શનાના માતા. સીમા તથા ધર્મેશના સાસુ. તે સિદ્ધાર્થ, રાહુલ તથા બિન્દ્રા, સુકેતુ ભુતાના દાદી. પ્રિયંકા અને ઐશ્ર્વર્યાના દાદી સાસુ. મોસાળપક્ષે રાજુલાવાળા કમળાબેન ચકુભાઈ મહેતાની સુપુત્રી તા. ૧-૩-૨૧ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દશા મોઢ મંડાલીયા વણિક

ભાવનગર, હાલ અંધેરી ગં.સ્વ. ચંદ્રમણી લીલાધર પારેખ (ઉં.વ. ૮૯) તે તા.૨-૩-૨૧ ના શ્રીજીશરણ પામેલ છે. તે જયેશ, પરેશ તથા સ્વ.ચંદ્રેશના માતુશ્રી. સ્મિતા, મીતા તથા અલકાના સાસુ. વિરલ, રાહુલ તથા કિંજલના દાદી. હિનલ તથા ઉષ્માના દાદીસાસુ. સ્વ. તારામતી રસિકલાલ દામાણીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા સોરઠિયા વણિક

બગસરા, હાલ ગોરાઈ ગોરધનદાસ હરિલાલ શેઠ (ઉં.વ.૭૯) તે સ્વ.ભાનુબેનના પતિ. સ્વ. ગુલાબચંદ હરિલાલ શેઠ, સ્વ.પુષ્પાબેન બાબુલાલ ગાદોયાના ભાઈ. સ્વ.મુક્તાબેન ગુલાબચંદ શેઠ, સ્વ.મંજુલાબેન મોહનલાલ આનંદપરા, સ્વ.રંજનબેન સુરેશભાઈ કામદાર તથા મહેશભાઈ ગીરધરલાલ લોટીયાના બનેવી. કેતનભાઈ, મનોજભાઈ, કાજલ રશ્મીનકુમાર ધાભલીયા, મીના હસમુખરાય કટારિયા તથા નયના સુહાસકુમાર ગાંધીના પિતાશ્રી. અનિતા કેતન શેઠ, કાજલ મનોજ શેઠના સસરા. ૧-૩-૨૧ના સોમવારના શ્રીજીશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી લોહાણા

મુળ દહાણુ મુંબઈ સ્થિત શ્રી ભરતભાઈ કાળુભાઈ તન્ના (ઉં.વ. ૯૦ ) તે પ્રફુલ્લાબેનના પતિ. તે સ્વ. દેવાંગના પિતા. તે સ્વ. કલ્પનાના સસરા. તે સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. સુરેન્દ્રભાઈ, સ્વ. પ્રમોદભાઇ, સ્વ. વિરબાળાબેન કિશોર અઢીયા, સ્વ. સ્મૃતિબેન હિંમતભાઇ રાવ, કુ. રમીલાબેનના ભાઇ, તે યોગેશભાઈ અને રીટાબેન ટક્કરના વેવાઈ. ૨૮-૨-૨૧ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૪-૨-૨૧ ના ગુરૂવારે સાંજે ૪ - ૬ ઝૂમ દ્વારા રાખેલ છે.

કચ્છી ભાટીયા

શ્રી રતનશી જેઠમલ ભાટીયા (ઉં.વ.૯૫) તે સ્વ.રજનીબેન (પુષ્પાબેન)ના પતિ. સ્વ. ઉમરસી ગોકલદાસ ટોપરાણીના જમાઈ. અ.સૌ ઉર્વશી દીલીપ ઉદેશી, પૂનમ લલીત આશર, પલ્લવી કમલેશ અંજારીયા, ગં. સ્વ.ભાવના દીલીપ આશર, પ્રશાંત-અતુલના પિતાશ્રી. અં સૌ. હીના-સ્મીતાના સસરા. નીખીલ, સુગમ, દેવાંશી, નીકીતાના દાદા. રેશમા, તા. ૧-૩-૨૧ પુના મધ્યે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર સર્વે બંધ છે.

કપોળ

ભાવનગરવાળા હાલ અંધેરી, સ્વ. જીતેન્દ્રભાઈ ઠાકોરદાસ સંઘવીના ધર્મપત્ની ગં.સ્વ. રક્ષા(રમુબેન) (ઉં.વ. ૯૧) તે નીલેશ ત્થા પારૂલ સંજય મહેતાના માતુશ્રી. ચિ. રષેશ તથા અ.સૌ. અમીષાના નાનીમા. તથા પિયરપક્ષે ફોર્ટ (સોનગઢવાળા) નારાયણદાસ હરિભાઈ મહેતાના સુપુત્રી. પ્રતાપભાઈના બહેન, તા. ૨૮-૨-૨૧ના શ્રીજીચરણ પામેલ છે. સર્વે લૌકિક પ્રથા બંધ છે.

બાલાસિનોર

બાલાસિનોર, હાલ મુંબઈ, સ્વ. વિનોદભાઈ કચેરિયાના ધર્મપત્ની કોકિલાબેન કચેરિયા, (ઉં.વ. ૮૫) તા. ૨૮-૨-૨૧ના શ્રીજીચરણ પામેલ છે. રાજેશભાઈ, રીટાબેન, પરેશભાઈ, પિયુષભાઈના માતુશ્રી. તથા હંસાબેન, રેશ્માબેન, સુત્યાબેન તથા ગોપાલભાઈ શેઠના સાસુમા. લૌકિક પ્રથા બંધ છે.

કંઠી ભાટિયા

ગામ બેડ (જામનગર) હાલ ઘાટકોપર યશવંત નેગાંઘી (ચંદુભાઇ) (ઉં.વ. ૮૭) તે સ્વ. સુંદરબાઇ જમનાદાસ નેગાંઘીના પુત્ર. સ્વ. આશા બેનના પતિ. તે હેમાંગીની કાલરા તથા દિપ્તી (ડોલી) પ્રકાશ રામૈયાના પિતા. તે મોહનભાઇ નરભેરામ આસર (કરાંચીવાળા)ના જમાઇ. સ્વ. હિરાબેન ગીરધરદાસ વેદ, સ્વ. દ્વારકાદાસ, સ્વ. વિજય (ગોવિંદભાઇ), મેનાબેન ગોરધનદાસ, નરોત્તમ, રમેશ, રોહિતના ભાઇ સોમવાર તા. ૧-૩-૨૧ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિકવ્યવહાર બંધ રાખેલ છે.

સુધાબેન મોદી (કાપડીયા) તે સ્વ. કિશોરભાઇ કોદરલાલ મોદીના ધર્મપત્ની. તેમજ બીંદુ, સંગીતા, કલ્પેશના માતોશ્રી. અને સમીરભાઇ, નિલેશભાઇ, જીજ્ઞાના સાસુ. તથા કરણ, મેઘન, નીલના નાની. તેમજ જસ અને ઇશાના દાદી. તા. ૨૬-૨-૨૧ના દિવસે શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સર્વ પ્રકારની લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા

સ્વ. ભવાનજીભાઈ સુંદ્રાણી, ગામ અંજારવાળા, હાલ ચેન્નાઇવાળાના પુત્ર સનતકુમાર (ઉં.વ. ૮૩) તે સ્વ. ઉષાબેનના પતિ. સ્વ. વસંતભાઈના ભાઈ. વર્ષાબેનના જેઠ. તે લીનેશ તથા રાજેશના પિતા. સ્વ. લક્ષ્મીબેન, સ્વ. રતનબેન, સ્વ. દમીબેન, કલાબેન, ઉમાબેન, ભગવતીબેનના ભાઈ. તે મંજૂલાબાઇ કોચીનવાળાના જમાઈ. તે તા.૨૮-૨-૨૧ને રવિવારે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર રાખેલ નથી.

કચ્છી ભાટીયા

લતાબેન (દત્તા) તે સ્વ. પ્રતાપસિંહ મેઘજી ભાટીયા (પુરેચા)ના ધર્મપત્ની. ચંદ્રમણિ ઠાકરસી અંજારિયાની પુત્રી. ચિ. હેમંત, ચિ. સૌ. મીના, ચિ. નિલેષની માતા. સૌ. રીટા, સૌ. જીજ્ઞા તથા મયુર કાનાણીના સાસુ. સ્વ. કુમારભાઇ, કિરીટભાઇ, સ્વ. જ્યોતિબેન તથા કમલેશભાઇના બહેન તા.૨૮-૨-૨૧ના શ્રીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

દશા શ્રીમાળી વણિક ખંભાત

હાલ મુંબઇ શ્રીમતી હેમલબેન શાહ (ઉં.વ. ૬૯) તે સ્વ. દીપકભાઈના પત્ની. કૌશલના માતાજી. નૂતનના સાસુ. ધ્રુવીના દાદી. તે સ્વ. ચંદ્રવદન તથા કંચનબેન શાહના સુપુત્રી તે તા. ૨૭-૨-૨૧ ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ut0q06D
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com