19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘મુંબઇ સમાચાર’એ શરૂ કરેલા જ્ઞાન સાથે ગમ્મત આપતા ફનવલ્ડ

‘મુંબઇ સમાચાર’એ શરૂ કરેલા જ્ઞાન સાથે ગમ્મત આપતા ફનવર્લ્ડને વાચકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે. તમારા ઉમંગ અને ઉત્સાહથી પ્રેરાઈને શરૂ કરેલા આ નવા ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે.

પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

શનિવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

--------------------

ઓળખાણ પડી?

આ તસવીરમાં દેખાતો ઐતિહાસિક કિલ્લો મહારાષ્ટ્રના પુણેમાં આવેલો છે. ઇ.સ. ૧૭૧૨માં મરાઠા સામ્રાજ્ય દ્વારા આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. મરાઠા સામ્રાજ્યના પેશવા બાજીરાવ બીજાએ આ કિલ્લા પર કબજો કર્યો હતો અને તેમની પત્ની કાશીબાઇ સાથે આ કિલ્લામાં રહ્યા હતા. રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’માં દર્શાવવામાં આવેલી આ જગ્યાની ઓળખાણ પડી?

--------------------

પકડદાવ

આપેલા શબ્દોમાંથી એક એક અક્ષર જોડીને લેક પિચોલા કયા શહેરમાં આવેલું છે એ તમારે જણાવવાનું છે.

---------------------

ગીત ગાતા ચલ

યુપીવાલા ઠુમકા લગાઓ કે હીરો જૈસે નાચ કે દિખાઓ... ગોવિંદા પર ફિલ્માવેલું આ ગીત કોણે ગાયું છે?

----------------

ગયા બુધવારના જવાબ

ૄ ઓળખાણ પડી?: કોંઢાણા (હાલમાં સિંહગઢ)

ૄ પકડદાવ: મહારાષ્ટ્ર દિવસ

ૄ ગીત ગાતા ચલ: નવરંગ

ૄ આડાઅવળા સીધા કરો:

૧. વગડો, ૨. જંગલ, ૩. રાન,

૪. અરણ્ય, ૫. અટવી

ૄ જોડી જમાવો:

૧. મહિમા - માહાત્મ્ય

૨. ધતિંગ - ઢોંગ

૩. ખોળિયું - દેહ

૪. કેડી - રસ્તો

૫. નિજ - પોતાનું

-----------------------

જોડી જમાવો

રાજ્ય અને જિલ્લાની સંખ્યા

અ ઇ

૧. ગુજરાત ૩૬

૨. માહારાષ્ટ્ર ૧૨

૩. પંજાબ ૩૩

૪. આંધ્ર પ્રદેશ ૨૨

૫. હિમાચલ પ્રદેશ ૧૩

---------------------

હસી લઈએ

અમે ગુજરાતી કોઇ પર પણ ભરોસો નથી કરતા,

કોઇ સૂઇ જાય તો અમે ઉઠાડીને પૂછીએ કે ‘ભાઇ સૂઇ ગ્યો તો?’

-------------------

આડાઅવળા સીધા કરો

કેરળના જિલ્લા

૧. એ લ ર્ના મ કુ

............................................................

૨. ઇ ક્કી ડુ

............................................................

૩. તિ નં ત ર રુ વ મ પુ

............................................................

૪. ના વા ડ ય

............................................................

૫. કો કો ડે ઝિ

............................................................

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

xb8Gc1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com