19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બ્રુસની કેરી પૅકરમાં ત્રણ સેન્ચુરી, પણ ટેસ્ટમાં એકેય નહીં

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન બ્રુસ લેઇર્ડ ૧૯૭૯થી ૧૯૮૨ સુધી ટેસ્ટ-ક્રિકેટ રમ્યા હતા. એમાં તેમણે ૧૩૪૧ રન બનાવ્યા હતા અને ૯૨ રન તેમનો હાઇએસ્ટ સ્કોર હતો.

નવાઈની વાત એ છે કે તેમણે કેરી પૅકર્સની વર્લ્ડ સિરીઝ ક્રિકેટ ‘સુપર ટેસ્ટ-મૅચો’માં ત્રણ સદી ફટકારી હતી, પણ ક્યારેય સત્તાવાર

ટેસ્ટ-મૅચમાં સેન્ચુરી નહોતા ફટકારી શક્યા.

કેરી પૅકર્સની ‘ટેસ્ટ-મૅચો’ બિનસત્તાવાર હતી. એમાં વિવિધ દેશોના ઘણા ખેલાડીઓ રમ્યા હતા.

એ ‘ટેસ્ટ-મૅચો’માં ગ્રેગ ચૅપલે સૌથી વધુ પાંચ અને વિવયન

રિચર્ડ્સે ચાર સદી ફટકારી હતી અને બ્રુસ લેઇર્ડ ત્રણ સદી સાથે ત્રીજા

સ્થાને હતા.

બ્રુસ લેઇર્ડે ૧૯૭૯માં બ્રિસ્બેનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમીને સત્તાવાર ટેસ્ટ-ક્રિકેટની કરિયર શરૂ કરી હતી. એ ટેસ્ટમાં તેમણે ૯૨ તથા ૭૫ રન બનાવ્યા હતા. જોકે, એ પછીની ૨૦ ટેસ્ટમાં કુલ ૯ હાફ સેન્ચુરી ફટકારવા છતાં ક્યારેય સદી નહોતા નોંધાવી શક્યા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8l56rE
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com