19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સાકર કડવી કેમ લાગે? માણો આ ચોવક!
ચોવકો ક્યાંક ગગન વિહાર કરાવે તો ક્યાંક પાતાળની સફર પણ કરાવે

કચ્છી ચોવક - કિશોર વ્યાસઆર્થિક વ્યવહારની માફક દરેક વ્યવહારનાં બે પાસા હોય છે. અંગ્રેજીમાં એક અતિ પ્રચલિત કહેવત છે કે ‘ઍવરી કૉઈન હૅસ ટું સાઈડ’ બહું, ગહન અર્થ ધરાવે છે, એ કહેવત, પણ શબ્દાર્થ કાઢીયેતો એવો સાર નીકળ છે કે ‘દરકે બાબતને બે પાસા હોય છે ’ પણ કચ્છીમાં જે ચોવક એ સંદર્ભમાં વપરાય છે, એ માત્ર આર્થિક વ્યવહારનાં જ બે પાસા દર્શાવતી હોય તેવું લાગે છે. ‘પૈસા ડિનેં ટાંણેં સકર જેડા મીઠાને ગ્રિને ટાંણેં જેર જેડા ખારા’.

બહું જ સ્વાભાવિક છે કે, આપણે કોઈ પાસેથી નાણાં ઉછીનાં લેવા ના જોઈએ, ત્યારે આપણી જરૂરિયાત આપણને ગરજવાન બનાવે છે. માગતાં જ, નાણાં ઉધાર આપનાર આપણને સાકર જેવા મીઠા લાગે, પણ જેટલા સમય માટે આપણે નાણાં લીધાં હોય અને મુદ્ત વિતે છતાં તેને પાછા ન આપીએં, અને આપનાર વ્યક્તિ તે અંગેની યાદ અપાવે કે, ઉઘરાણી પણ કરે તો,એ આપણને ઝેર જેવા કડવી લાગે. આપણે એ ભૂલી જઈએ છીએં કે ,તેણે ખરા સમય પર મદદ કરી છે, સમયસર નાણાં પાછા આપવાની આપણે જોગવાઈ કરવી જરૂરી હતી.

અને, એટલે જ ગુજરાતીમાં કહેવતછે કે ‘પાણી પહેલાં પાળ બાંધવી’ એ જ રીતે કચ્છીમાં પણ ચોવક પ્રચલિત છે કે ‘પાણીનું મોર પાર બધાજે’ એટલે કે પાણી આવે તે પહેલાંજ પાળ, એટલે કે તેને અવરોધવાના ઉપાય હાથ ધરવા જોઈએ. બહું વ્યાપક અર્થમાં વપરાય છે આ ચોવક. પરંતુ સરળ ભાવાર્થ એવો છે કે, આયોજન. આગમચેતી કે સાવધાનીને ઓળખી સમજીને સાવચેતીથી વર્તવું જોઈએ.

ચોવકોનું તો એવું છે કે, કયાંક ગગન વિહાર કરાવે તો કયાંક પાતાળની સફર પણ કરાવે, અ આગ પણ વરસાવે અને મેઘ મહેરની લહેર પણ કરાવે, એ પથ્થર પણ વરસાવે અને કચ્છી ભાષાને સુંદર શણગારે સજાવે!

ઘણા માણસો કરકસર કરતાં-કરતાં લોંભિયા થઈ જતા હોય છે. ‘લોભને થોભ’ ન હોય! કરકસરને હોય! લોભ કરતાં-કરતાં કયારેક નાનું-મોટું નુકસાન પણ વેઠવું પડતું હોય છે. એવા સંજોગો માટે ચોવક કહે છે: ‘પંજ ન ખરચીયે સે પિંજી ખરચીયેં’ લોભી માણસ પાંચ રૂપિયા પણ ખરચવામાં લોભ કરે પણ એ વૃતિના કારણે સામટાપચીસ રૂપિયા ખરચી નાખવા પડે તેવા સંજોગો પેદા થાય છે.

એવાજ અર્થને સ્પર્શે જરૂર છે, પણ તેનાથી અગલ પડતી એક ચોવક છે: ‘પાયલે જો કપા નેં પોંણી કોરી પિંજાણી’ ‘પાયલો’ એ કચ્છમાં ચલણનો સિક્કો હતો. ‘કોરી’ એ ચલણમાં પાયલા કરતાં વધારે મૂલ્ય ધરાવતું ચલણ હતું ‘પિંજાણી’ એટલે રૂ. પિંજવાનો ખર્ચ અને ‘કપા’ એટલે રૂ જે કપાસની ખરીદ કિંમત એક પાયલો જ હોય તેના પિંજામણનો ખર્ચ પોણી કોરી ચૂકવવી પડે, તો એ સરવાળે મોંધુ જ ગણાયને? ગુજરાતીમાં આપણે ઘણા પ્રસંગે બોલતા હોઈએ છીએં કે ‘ઘાટ કરતાં ઘડામણ મોંધુ’ બસ એવાજ અર્થમાં પ્રયોજાય છે આ ચોવકનો સીધો અર્થ થાય છે કે મૂળ ચીજ કરતાં તેની માવજત મોંઘી પડવી. આવા ખોટા ખેલ ન કરાય.

છલોછલ વ્યથા ભરેલી એક ચોવક છે, જે એવો સંદેશ આપે છે કે, જયારે બધું જ જવા બેઠું હોય એવું લાગે ત્યારે સંકેત સમજી લઈ, જેટલું કુનેહપૂર્વક બચાવી શકાય તેટલું બચાવી લેવું જોઈએ, જેથી એ આગળ ઉપર કામ લાગે ! ચોવક છે: ‘બરે ઘર મિંનીજા કખ નિકરેં સે ખાસા’ શબ્દાર્થ એવો થાય છે કે બળતા ઘરમાંથી એક સળી પણ બચે તો સાચવી લેવી, એ કામ આવે, ચોવકમાં બળતા ઘરનું ઉદાહરણ આપ્યું છે ‘કખ’ એટલે સાવરણાની સળી! ‘ખાસા’ એટલે સારી.!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

13J811o1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com