19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લ્યો, તમારા ઘરને હવે સાથે લઇ જઇ શકાશે

સાંપ્રત - હિના પટેલ



પૂરા જીવનમાં આપણે ઘણી વાર ઘર શિફ્ટ કરીએ છીએ. દરેક ઘર સાથે આપણી ખાટી-મીઠી યાદો જોડાયેલી હોય છે. આપણે આ યાદોને મનમાં વસાવીને નવા ઘરમાં આગળ વધી જઇએ છીએ. આપણા મનમાં ક્યારેક એવો વિચાર પણ આવે છે કે કદાચ આપણે ઘરને પણ સાથે લઇ જઇ શકતા હોત તો કેટલું સારું થાત. નવા જમાનામાં હવે ઘરને પણ આપણી સાથે બીજી જગ્યાએ લઇ જવાનું શક્ય બની ગયું છે. ઘણી વાર ઘર બદલવું એ આપણી મજબૂરી હોય છે. એવામાં આપણે નવા ઘરમાં શિફ્ટ તો થઇ જઇએ છીએ, પણ મન જૂના ઘરમાં જ રહી જાય છે.

આપણી યાદોમાં તે હંમેશાં રહે છે અને મનમાં ને મનમાં એવી ટેક્નિકની આશા રાખીએ છીએ, જેનાથી આપણે ઘરને પણ સાથે લઇ જઇ શકીએ. સાન ફ્રાન્સિસ્કોમાં ૨૧મી ફેબ્રુઆરીએ રસ્તા પર એક અલગ જ નજારો જોવા મળ્યો. અહીં એક ઘર અચાનક જ હરવા-ફરવા લાગ્યું. ૧૩૯ વર્ષ જૂનું બે માળનું વિશાળ મકાન રસ્તા પર દોડવા લાગ્યું અને લોકો તેને જોતા જ રહી ગયા. લોકોએ આ અચંબામાં મૂકી દે એવા કારનામાનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

સાન ફ્રાન્સિસ્કોમાં આવાં ઘરોને વિક્ટોરિયન હાઉસ કહેવામાં આવે છે. અહીં બે માળનું ઘર તેના બારી-દરવાજાઓ સાથે સાન ફ્રાન્સિસ્કોના રસ્તા પર ભ્રમણ કરી રહ્યું હતું. આ વિક્ટોરિયન હાઉસ ૮૦૭ ફ્રેન્કલીન સ્ટ્રીટમાં વસેલું હતું. આ ઘરના વિસ્તારમાં થઇ રહેલાં વિકાસકામો માટે તોડવાનું હતું. જોકે, આ ઘરના માલિકે ઘરને તોડવાને બદલે તેને શિફ્ટ કરવાનો અનોખો નિર્ણય લીધો. આ ઘરને તેના લોકેશનથી છ બ્લોક્સ આગળ શિફટ કરવામાં આવ્યું. ઘરને શિફ્ટ કરતી વખતે માલિકને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો.

આ માટે કુલ ૧૫ એજન્સીઓની મંજૂરી માગવામાં આવી. ઘરને એક મોટી ટ્રકમાં લોડ કરવામાં આવ્યું હતું. આમાં અનેક વર્કર્સની મહેનત હતી. ૫,૧૭૦ સ્કવેર ફૂટના ઘરને ક્રેન અને ટ્રકની મદદથી ફ્રેન્કલીન સ્ટ્રીટથી ફૂલ્ટન સ્ટ્રીટ લઇ જવામાં છ કલાકનો સમય લાગ્યો હતો. ઘર શિફ્ટ કરતી વખતે રસ્તાઓ ખાલી કરાવવામાં આવ્યા હતા અને ટ્રાફિક સિગ્નલને બદલવું પડ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

i5O68k
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com