19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આયાતી તેલમાં આગળ ધપતી તેજી, મથકો પાછળ દેશી તેલમાં પણ ઉછાળા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં એક તબક્કે ૮૨ રિંગિટનો ઉછાળો આવ્યા બાદ સત્રના અંતે ૧૮ રિંગિટનો સુધારો આવ્યો હતો. તેમ જ આજે શિકાગો ખાતે સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં પણ ચાર પૉઈન્ટનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે આયાતી તેલમાં તેજી આગળ ધપી હતી, જેમાં ૧૦ કિલોદીઠ સન ક્રૂડમાં રૂ. ૩૦, સન રિફાઈન્ડમાં રૂ. ૨૦, આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં રૂ. ૧૦ અને ક્રૂડ પામતેલ તથા સોયા ડિગમમાં રૂ. પાંચ વધી આવ્યા હતા.

વધુમાં આજે ગુજરાતના મથકો પર ખાસ કરીને દેશાવરો તથા સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે સિંગતેલમાં તેલિયા ટીનમાં ૧૫ કિલોદીઠ રૂ. ૪૦ અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૫ વધી આવ્યા હતા તેમ જ વૉશ્ડ કૉટનમાં પણ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ વધી આવ્યા હોવાથી સ્થાનિકમાં પણ સિંગતેલ અને કપાસિયા રિફાઈન્ડના ભાવમાં અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૨૫ અને રૂ. ૨૦ વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગત શનિવારે મોડી સાંજે અંદાજે માર્ચ ડિલિવરી શરતે બે હજાર ટન આરબીડી પામોલિનના વેપારો થયા હતા, જેમાં અલાનાના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૪૭માં, રૂચીના રૂ. ૧૧૪૦થી ૧૧૪૨માં અને ગોલ્ડન એગ્રીના રૂ. ૧૧૪૫માં થયા હતા. આમ ગત સશનિવારે મોટી માત્રામાં વેપારો ગોઠવાઈ જતાં આજે એકંદરે વેપારો નિરસ રહ્યા હતા.

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૧૩૦, ક્રૂડ પામતેલના રૂ. ૧૦૫૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૧૬૦, સોયા ડિગમના રૂ. ૧૧૨૦, સન રિફાઈન્ડના રૂ. ૧૫૦૦, સન ક્રૂડના રૂ. ૧૪૬૦, સિંગતેલના રૂ. ૧૫૦૦થી ૧૫૧૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૧૮૦ અને સરસવના રૂ. ૧૨૦૦ના મથાળે રહ્યા હતા, જ્યારે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૩૦થી ૨૩૪૦માં, લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૭૫માં અને વૉશ્ડ કૉટનના રૂ. ૧૧૦૫થી ૧૧૧૦માં થયા હતા.

મધ્ય પ્રદેશના સોયાસીડના મથકો પર આજે અંદાજે ૮૦,૦૦૦ ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૮૦૦થી ૪૯૫૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૯૭૫થી ૫૧૦૦માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૬૦થી ૧૧૭૦ આસપાસના મથાળે થયાના અહેવાલ હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

18vm45
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com