| પુરવઠાખેંચની ભીતિ હેઠળ લંડન ખાતે નિકલમાં ઉછાળો |
| ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ સુધારો |
|
| મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે નિકલના ભાવમાં અંદાજે એક ટકા જેટલો ઉછાળો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને સ્ટોકિસ્ટોની ટીન, નિકલ અને લીડ ઈન્ગોટ્સના ભાવમાં કિલોદીઠ રૂ. ૪થી ૫નો સુધારો આવ્યો હતો. આ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે કોપરની અમુક વેરાઈટીઓના ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૨નો સુધારો આવ્યો હતો.
ફ્રેન્ચની ખનન કરતી એર્મેટે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું હતું કે તેની નિકલ ઉત્પાદક કંપની ન્યૂ કેલેડોનિયાના વિરોધમાં જો દેખાવો ઉગ્ર બનશે અને ઉત્પાદન પર માઠી અસર પડશે તો એક સપ્તાહમાં કંપની લિક્વિડેશનમાં જશે. વધુમાં ફિલિપાઈનના લેન્ગ્યુવાન ખાતેના તુંબાગન આઈલેન્ડ ખાતે ખનન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલને ધ્યાનમાં લેતાં નિકલમાં પુરવઠાખેંચની સ્થિતિ સર્જાવાની ભીતિ હેઠળ આજે શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ ખાતે નિકલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૩.૨ ટકા ઉછળીને ટનદીઠ ૧,૩૧,૧૮૦ યુઆનની સપાટીએ રહ્યા હતા, જ્યારે લંડન ખાતે સત્રના આરંભે ભાવ ગઈકાલના બંધથી ૦.૯ ટકા વધીને ટનદીઠ ૧૭,૮૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન સ્થાનિક ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્ટોકિસ્ટો ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ટીન અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૧૬૨૦ અને રૂ. ૧૩૧૩ તથા લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને રૂ. ૧૬૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે છૂટીછવાઈ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને રૂ. ૫૪૯ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી તથા કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને અનુક્રમે રૂ. ૫૭૯, રૂ. ૫૬૯ અને રૂ. ૬૦૭ના મથાળે રહ્યા હતા. |
|