3-March-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વૈશ્ર્વિક નરમાઈ અને રૂપિયો મજબૂત થતાં સોનામાં ₹ ૧૮૫નો અને ચાંદીમાં ₹ ૧૧૯નો ઘટાડો
રસીકરણને પગલે અર્થતંત્રમાં સુધારાનો ફેડરલનો આશાવાદ

મુંબઈ: અમેરિકા ખાતે ૧૦ વર્ષીય ટ્રેઝરની ઊપજમાં વૃદ્ધિ તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં આજે લંડન ખાતે સોનાચાંદીના ભાવમાં સાધારણ નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્ર્વિક બજારના નિરુત્સાહી અહેવાલ, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૦ પૈસાનો સુધારો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે સત્રના અંતે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૯નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૪થી ૧૮૫નો ઘટાડો આવ્યો હતો. વધુમાં પ્રવર્તમાન કમુહૂર્તના સમયગાળાને કારણે બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં રિટેલ સ્તરની લેવાલી અત્યંત પાંખી રહી હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું. અમેરિકામાં નવાં ચૂંટાયેલા પ્રમુખ જૉ બાઈડને આગામી ગુરુવારે રસીકરણના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તેવું જણાવ્યું હતું અને રસીકરણને પગલે અર્થતંત્રમાં બાઉન્સબૅક જોવા મળે તેવો આશાવાદ અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યક્ત કર્યો હતો. વધુમાં અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની ઊપજ ૧૦ મહિનાની ઊંચી સપાટીની નજીક પહોંચી હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં પણ સુધારાતરફી વલણ રહ્યું હતું. એકંદરે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ તેમ જ રોકાણકારોની સ્ટિમ્યુલસ પેકેજની વિગતો પર નજર હોવાથી કામકાજો પાંખા રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ૧૮૫૩.૮૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૬ ટકા ઘટીને ૧૮૫૪.૩૦ ડૉલર આસપાસ તથા ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫.૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. દરમિયાન સ્થાનિક સોનાચાંદી બજારમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ રહેતાં ભાવ ગઈકાલના બંધથી કિલોદીઠ રૂ. ૧૧૯ ઘટીને રૂ. ૬૫,૪૪૫ની સપાટીએ રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક નરમાઈ તેમ જ ડૉલર સામે રૂપિયામાં સુધારો આવતાં આયાત પડતરમાં ઘટાડો થવાથી ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૪ ઘટીને રૂ. ૪૯,૨૮૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૮૫ ઘટીને રૂ. ૪૯,૪૭૯ની સપાટીએ બંધ રહ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

387qgI
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com