28-January-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખાંડમાં મર્યાદિત માગ વચ્ચે ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના અંતે રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હતી તેમ છતાં અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી સ્મોલ અને મિડિયમ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ભાવમાં ક્વિન્ટલે રૂ. ૨નો ધીમો સુધારો આવ્યો હતો. તેમ જ નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની ખપપૂરતી માગ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૭થી ૨૮ ટ્રકની આવક સામે રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હતી. તેમ જ સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેતાં અંદાજે ૨૫થી ૨૬ ટ્રકનો ઉપાડ રહ્યો હતો. જોકે, અમુક માલની ગુણવત્તા સારી હોવાથી સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨ વધીને અનુક્રમે રૂ. ૩૨૩૨થી ૩૨૮૨માં અને રૂ. ૩૨૮૦થી ૩૫૦૨માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૧૪૦થી ૩૨૦૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૨૨૦થી ૩૩૦૦માં થયા હતા. તેમ જ આજે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડર ક્વિન્ટલે રૂ. ૩૧૦૦થી ૩૧૨૦ આસપાસના મથાળે જવાની ધારણા સૂત્રો મૂકી રહ્યા હતા.



કોપર અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીએ ઉછાળા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની કોપર સહિતની ધાતુઓમાં માગ પ્રબળ રહેવાના આશાવાદ સાથે ગઈકાલે શાંઘાઈ ખાતે ભાવ વધીને અઢી વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ ઉપરાંત લંડન ખાતે પણ ભાવમાં તેજીનો અન્ડરટોન રહ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે કોપરની અમુક વેરાઈટીઓ, ઝિન્ક સ્લેબ અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩થી ૨૨નો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે ટીનમાં સતત ત્રીજા સત્રમાં વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં વધુ કિલોદીઠ રૂ. ૧૫ ઘટી આવ્યા હતા. તેમ જ આજે કોપર આર્મિચર, બ્રાસ, એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી છતાં ગઈકાલના ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ સાથે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું, જેમાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૨૨ ઉછળીને રૂ. ૧૨૩૫, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ વધીને અનુક્રમે રૂ. ૫૧૮ અને રૂ. ૫૪૬, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૭ વધીને રૂ. ૫૦૮, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૪૫૫ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૨૩૦ના મથાળે રહ્યા હતા.

આજે સતત ત્રીજા સત્રમાં ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ ઍલૉય ઉદ્યોગની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. ૧૫ ઘટીને રૂ. ૧૫૦૦ના મથાળે રહ્યા હતા. નોંઘનીય બાબત એ છે કે છેલ્લા ત્રણ સત્રમાં ટીનના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૦ ઘટી આવ્યા છે.

જોકે, આજે કોપર આર્મિચર, બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૪૯૫, રૂ. ૩૬૮, રૂ. ૩૩૬, રૂ. ૧૨૮,રૂ. ૧૬૬ અને રૂ. ૧૫૯ના મથાળે ટકેલા રહ્યાં હતાં.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

dJL036
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com