28-January-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં સાઉથ આફ્રિકાના બીજા ક્રિકેટરને કોરોના

જોહનિસબર્ગ: સાઉથ આફ્રિકામાં ઇંગ્લૅન્ડ સામેની ટી-ટ્વેન્ટી સિરીઝ આગામી ૨૭મી નવેમ્બરે શરૂ થાય એ પહેલાં સાઉથ આફ્રિકાએ પોતાના બીજા ક્રિકેટરનો કોવિડ-૧૯ને લગતો પૉઝિટિવ રિપોર્ટ આવતાં ટીમની અંદરોઅંદરની બીજી પ્રૅક્ટિસ-મૅચ રદ કરવી પડી હતી. થોડા દિવસ પહેલાં એક સાઉથ આફ્રિકન ખેલાડીનો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ ખેલાડીઓના નામ જાહેર નથી કરવામાં આવ્યા.

સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૨૭મી નવેમ્બરથી ૯મી ડિસેમ્બર સુધીમાં ત્રણ ટી-ટ્વેન્ટી અને ત્રણ વન-ડે

રમાવાની છે.

-------------------------



સાયબર અટૅક થતાં મૅન્ચેસ્ટર યુનાઇટેડની સિસ્ટમ બંધ

મૅન્ચેસ્ટર: ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબે જણાવ્યું છે કે સાયબર ક્ષેત્રના ગુનેગારોએ મૅન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબૉલ ક્લબની સિસ્ટમ્સ પર આક્રમણ કર્યું છે જેને પગલે આ સિસ્ટમ્સ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. ક્લબે વધુમાં જણાવ્યું હતું કે ઑલ્ડ ટ્રેફર્ડ ખાતેની મૅચોના આયોજન માટે જરૂરી મહત્ત્વની સિસ્ટમ્સ સલામત છે અને ટીમ દ્વારા શનિવારની વેસ્ટ બ્રૉમવીચ આલ્બિયોન મૅચ યોજવા માટેનો તખતો તૈયાર થઈ ગયો હતો. (એપી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

QpV18N7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com