28-January-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

ઝાલાવાડી સઈ સુથાર

ગામ સાયલા, હાલ ડોમ્બીવલી મુંબઈ શિશિરભાઈ વૃજલાલ ગદાણી (ઉં. વ. ૬૫) તા. ૨૦/૧૧/૨૦ શુક્વારે અક્ષર નિવાસી થયેલ છે. તે ગં. સ્વ. નયનાબેન ના પતિ. તે દેવાંગ તથા ઇશિતા પાર્થિવ જોશી, નેહા મોહન ગોરડિયાના પિતા, તે ગં. સ્વ. કમળાબેન કાંતિભાઈ પરમારના જમાઈ. તે પુષ્ટિ, વૃજ , અવિત, ક્રિષ્નાના નાના ટેલિફોનિક બેસણું. તા. ૨૩/૧૧/૨૦ સવારે ૯ થી ૧૧ રાખેલ છે. સાદડી રાખેલ નથી.

કોડીનાર મોઢ વણિક

મૂળ કોડીનાર નિવાસી (હાલ કાંદિવલી) સ્વ. હરખબેન લવચંદ શાહના પુત્ર જયેન્દ્રભાઈ (ઉં.વ. ૮૦) તે બુધવાર, ૧૧/૧૧/૨૦૨૦ ના રોજ ભાવનગર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે નિરંજનાબેનના પતિ, હિતેષભાઇ, મનીષાબેન, ગીતાબેન પિયુષકુમાર મહેતા, સ્વ. કવિતાબેન વિપુલકુમાર સંઘવીના પિતા. રમણીકલાલ અમૃતલાલ શાહ (દીવવાળા)ના જમાઈ. સ્વ. ભાનુમતીબેન મનમોહનદાસ શાહના દિયર. તેમની ઝૂમ પ્રાર્થના સભા તા. ૨૨/૧૧/૨૦૨૦, રવિવારના સાંજના ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દમણીયા દરજી

સ્વ. લલીતાબેન નટવરલાલ દમણીયાના સુપુત્ર પ્રફુલ (ઉ.વ. ૬૩) હાલ બોરીવલી તેમજ દિવ્યા (સાધના) ના પતિ. સ્વ. કિશોરભાઈ ના નાનાભાઈ, ફાલ્ગુની અને પીંકીના પિતા. નરેશ અને હિરેનના સસરા. ૧૩/૧૧/૨૦૨૦ રોજ દેવલોક પામેલા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ચોરવાડ ગિરીનારાયણ બ્રાહ્મણ

બોરીવલી નિવાસી કૃષ્ણકાંત હીરાલાલ જોષી (ઉ.વ. ૮૭) તે સ્વ. ઉષાબેનના પતિ. સ્વ. ઉર્મિલાબેન, રમેશચંદ્ર, સ્વ. હરસુખભાઈ, ડોલરભાઈ, અ.સૌ. શોભાબેન અને તરૂણભાઈના ભાઈ, સ્વ. વંદના પરિમલ ભટ્ટ અને હિતેશના પિતાશ્રી. અ. સૌ. છાયાબેનના સસરા. રાજના દાદા. ૨૦/૧૧/૨૦૨૦ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે.

હાલાઇ લોહાણા

મુળ ગામ જોડીઆ, હાલ બોઇસરના રહેવાસી માનવ દિપક દક્ષિણી (ઉ.વ. ૨૪) તા. ૧૯/૧૧/૨૦૨૦ ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ભાનુબેન દ્વારકાદાસ દક્ષિણીના પૌત્ર. પુનમબેન તથા દીપકભાઈ દક્ષિણીના પુત્ર. જ્યોતિબેન તથા ભરતભાઈ દક્ષિણીના ભત્રીજા. સુરત નિવાસી કાંતિલાલ રતિલાલ પાનવાળાના દોહિત્ર. તે દીપેન, રિતેશ, કલ્પેશ, હાર્દિક, તપન તથા ખુશબુ કૃણાલ રાચ્છ તથા નિધિના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી.

દશા સોરઠીયા વણિક

નયનાબેન અશ્ર્વિનભાઈ કાચલીયા (ઉં.વ. ૬૩) હાલ બોરીવલી તે તા. ૨૦/૧૧/૨૦૨૦ રોજ શ્રીચરણ પામેલ છે. તે જમશેદપુર નિવાસી ચુનીલાલ જેઠાલાલ સાંગાણીના પુત્રી, અશ્ર્વિન નાથાલાલ કાચલીયાના પત્ની. કરણ, અમિતના માતોશ્રી. સ્વ. લીલાવતી નાથાલાલ કાચલીયા, સ્વ. અંજના રમેશ કાચલીયાના પુત્રવધૂ. હસુમતી કિશોરચંદ્ર પારેખ, કનકલતા લલિતકુમાર મયાણી, મીતા મધુકર શેઠ, મીનાક્ષી રમેશચંદ્ર ધ્રુવ, કીર્તિદા દિપક કાચલીયાના ભાભી. પ્રાર્થનાસભા અને લૌકિક પ્રથા

બંધ છે.

દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક

આતરસુંબા નિવાસી હાલ દહિસર, મુંબઈ ભરત શાંતિલાલ પરીખના પત્ની. નયના ભરત પરીખ (ઉ.વ. ૬૭) તે અમરીસ, મેહુલ, સ્વ. ચિરાગના માતા. રીના, રશ્મીના સાસુ. ચી. હેમીસ, દક્ષ, રીયાના દાદી. સ્વ. બાબુલાલ આસાલાલ પરીખ, સ્વ. શર્મિષ્ઠાબેન બાબુલાલના સુપુત્રી. શુક્રવાર તા. ૨૦/૧૧/૨૦૨૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ઝુમપર સોમવાર તા. ૨૩/૧૧/૨૦૨૦ના રોજ સાંજે ૫ થી ૬.૩૦. લૌકિક પ્રથા બંધ

રાખેલ છે.

નગરઠઠ્ઠા લોહાણા

મલાડ નિવાસી સ્વ. પુરષોત્તમદાસ રાયકુંવર તથા સ્વ. હેમકલા (અપરી) ના પુત્ર સુરેશભાઇ (ઉં. વ. ૬૦) ૧૯-૧૧-૨૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે મધુબેનના પતિ તથા ચિ. કવિતાના પિતા. તે દિનેશભાઈ, જાનકી (સોની), જ્યોતિ દવેના મોટાભાઈ. તે અ.સૌ. ભારતીબેનના જેઠ તથા ચિ. તનિષા, જય તથા ગાયત્રીના કાકાનું બેસણું નિવાસસ્થાને તારીખ ૨૨-૧૧-૨૦ રોજ સાંજે ૫ થી ૫.૩૦. ૫૦૪, પટેલ નિવાસ, મલાડ સબવેની નજીક, સાંઈનાથ રોડ, મલાડ વેસ્ટ.

કચ્છી લોહાણા

ગામ દેશલપુર કંઠીના હાલે મુલુંડના સ્વ. ઉમેશના પત્ની સ્વ. રેખા (ઉં. વ. ૫૩) તે જગદીશ વિઠ્ઠલદાસ કારિયાની પુત્રવધૂ. તે વિદ્વિ ઉમેશ કારિયાની માતા. તે સ્વ. સુશીલાબેનના પુત્રવધૂ. તે ઉષાબેન કમલેશ રાજપુરીયાની ભાભી. તે સ્વ. વેલજી મોતીરામ સોમૈયાની પુત્રી. ગામ અંજારવાળા. ૧૭-૧૧-૨૦ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી રાજગોર

ગામ મોટી ખાખર સ્વ. દેવકાબેન દામજી પેથાણીના પુત્ર જવેરીલાલ દામજી પેથાણી (ઉં. વ. ૬૭) ૨૦-૧૧-૨૦, શુક્રવારના રામશરણ પામેલ છે. તે વિજયાબેનના પતિ. તે કપિલ, વર્ષા ભરત, નૂતન અશ્ર્વિન, ટીના મીતેષ, ભાવના યોગેશના પિતા. સ્વ. કસ્તુરબેન, કાંતા, જયા, રંજન, નવીનના ભાઈ. નાની ખાખર મંગલદાસ મેઘજી મોતાના જમાઈ. રહે.: જૈન મંદિરની પાછળ, ટાગોરનગર-૧, વિક્રોલી (ઈસ્ટ). સાદડી રાખેલ નથી.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ

સ્વ. મેગજી આશાનંદ બલભદ્ર ગામ માતાનામઢવાળા હાલ મુલુંડના પત્ની ભગવતીબેન (ઉં. વ. ૮૧) તે સ્વ. નર્મદાભાઈ આશાનંદ બલભદ્રના પુત્રવધૂ. સ્વ. લક્ષ્મી શિવદાસ નાગજી રતનેશ્ર્વર ગામ. ના. સરોવરના પુત્રી. ચાગયાર નાગજીની ભત્રીજી. સ્વ. રુક્ષ્મણીબેન, ગં. સ્વ. શાંતાબેન, ગં. સ્વ. કલાવંતીબેન, સ્વ. મહાલક્ષ્મીબેનના ભાભી. સુધાના સાસુ. ૧૯-૧૧-૨૦, ગુરુવાર રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

વિશા વાયડા વણિક

અરુણભાઈ જશવંતલાલ મારફતીયા (ઉં. વ. ૮૩) તે સ્વ. રક્ષાબેનના પતિશ્રી. શોભન- બિંદુ- અમી- વિરલના પિતાશ્રી. નેઓમી- માનવ- રોહન- નૈશાના દાદાજી. શોભનાબેન વિનોદભાઈ ભગતના ભાઈ તેમજ સ્વ. હેમલતા- જશવંતલાલ ગાંધીના જમાઈ. ૨૦-૧૧-૨૦, શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા

ભુજવાળા સ્વ. ગોવિંદજી કલ્યાણજી કોઠારીના નાના પુત્ર ઘનશ્યામભાઈના પત્ની હર્ષાબેન (ઉં. વ. ૬૨) હાલે પુના શુક્રવાર, ૨૦-૧૧-૨૦ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હર્ષલ, જુહીના માતુશ્રી. સ્વ. નિર્મળાબેન શાંતિલાલ ચંદ્રાણીના પુત્રી. નીમાબેન જીતેન્દ્રભાઈ, ઈન્દુબેન અરવિંદભાઈ, પ્રેમીલાબેન વિનોદભાઈ, દક્ષાબેન મહેશભાઈ કોઠારીના દેરાણી. રાજુલા હરિદાસ રુપારેલ, સ્વ. ચંદ્રિકા અરવિંદ, ઉર્મિલા કિશોર, હેમલતા ભરત, સુનંદા ભરત, હીના નીતિન, સ્વ. ભરત શાંતિલાલ, રાજેશ મણિકાંત, ચેતન શાંતિલાલ, દીપક મણીકાંતના બહેન. લૌકિક વ્યવહાર, પ્રાર્થનાસભા રાખેલ નથી.

કચ્છી ભાટીયા

ભાવિકા (ઉં. વ. ૪૩) તે સ્વ. દયાલજી રતનશી આશર (મસ્કતવાળા) તથા ગં. સ્વ. ગીતાબેનની પુત્રી. સ્વ. રતનશી કલ્યાણજી આશરની પૌત્રી. સ્વ. રણછોડદાસ કરશનદાસ ઝવેરી (દેવા ભાણજીવાળા)ની દોહીત્રી. સૌ. પ્રીતી પંકજ ભાટીયા, ભરત, રાજુ, જીજ્ઞેશની બહેન. સૌ. ભારતી, સૌ. જયશ્રી, સૌ. સપનાની નણંદ ૧૯-૧૧-૨૦ના શ્રીજીચરણ પામેલ છે. (સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.)

કચ્છી ભાનુશાલી

સ્વ. ગાંગજી પ્રાગજી ભદ્રા, ગામ બીટીયારીવાલાના ધર્મપત્ની સ્વ. બબીબાઈ (ઉ.વ.૯૦) તા. ૨૦-૧૧-૨૦૨૦ શુક્રવારના મુંબઈ મદ્યે ઓધવશરણ પામેલ છે. સાસરા પક્ષે દિયર સ્વ. લાલજી, સ્વ. ભાણજી, પેરાજ પ્રાગજી, સ્વ. પ્રેમજી મીઠુભાઈ, વેરશી હરજી ભદ્રા, પુત્રો દિપક, દેેવજી, પ્રવીણ ગાંગજી ભદ્રા, જમાઈ સ્વ. કાકુભાઈ દામજી મંગે નુંધાતડ, જેઠાલાલ શંકરલાલ મંગે મોથારા, માવિત્ર પક્ષે સ્વ. ધિરાઉભાઈ ખટાઉભાઈ માવ રવાવાલા પરિવાર, પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

40368Q
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com