28-January-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોરોનાના કપરા કાળ વચ્ચે ભારતીય કંપનીઓએ ૨.૨૭ લાખ કરોડનું ભંડોળ ઉઘરાવ્યું

હોંગકોંગ/બેંગલોર: ભારતીય કંપનીઓએ ઘટતી અર્થવ્યવસ્થા વચ્ચે રેકોર્ડ ૨.૨૭ લાખ કરોડ રૂપિયા (૩૧૦૦ કરોડ ડોલર)ની ઇક્વિટી કેપિટલ મેળવી છે. આ સંદર્ભના રિપોર્ટ અનુસાર, બેન્કો ભવિષ્યની આર્થિક અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં રાખીને બેલેન્સશીટને મજબૂત બનાવવાની તૈયારી કરી રહી છે. ફંડ મેળવવામાં બેંકો સૌથી આગળ છે.

આ સાથે જ, કોર્પોરેટ્સ સેક્ટર બજારની બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યું છે. પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથમાં ૨૩.૯ ટકાના તીવ્ર ઘટાડા છતાં રોકાણ મેળવવાનો આ રેકોર્ડ રહ્યો છે.

અર્થવ્યવસ્થામાં ૪૦ વર્ષમાં પ્રથમ વખત આટલો મોટો ઘટાડો આવ્યો છે. સેક્ટર પ્રમાણે વાત કરીએ તો બેન્કો તેમજ નાણાંકીય સંસ્થાઓ ૧૩૬૮ કરોડ ડોલર એકત્રિત કરીને આ ભંડોળ એકત્ર કરવામાં સૌથી આગળ છે.આ પછી ઉર્જા અને વીજળી ક્ષેત્રમાં ૭૦૫ કરોડ ડોલર અને ગ્રાહક ઉત્પાદનમાં ૩૪૧ કરોડ ડોલર છે. ડેટા મુજબ, દેશમાં સૌથી વધુ જૂનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૭૦૦ કરોડ મેળવ્યા છે. હવે કંપનીની નજર રિટેલ બિઝનેસના વિસ્તાર કરવા પર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય બજારોમાં અને સારી કંપનીઓમાં રોકાણ કરવાને લઈને વિદેશી રોકાણકારોની રુચિ ઘણી જ પ્રબળ છે. ભારતીય ઇક્વિટી બજારમાં ઓગસ્ટમાં વધુ રોકાણ થયું છે.

રોઇટર્સના રિપોર્ટ મુજબ, ઓગસ્ટમાં વિદેશી રોકાણ ૬૦૦ કરોડ ડોલરનો આંક પર થઇ ગયો છે. છેલ્લા ત્રણ મહિનામાં વિદેશી રોકાણ ૧૦૦૦ કરોડ ડોલરથી પણ વધુ થયું છે. આ વર્ષે લોકડાઉન બાદ માર્ચ મહિનામાં એફપીઆઈ ચોખ્ખા વેચાણકર્તા રહ્યું.

ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી તેમણે ૮૦૦ કરોડ થી વધુની નિકાસ કરી. એપ્રિલમાં પણ નિકાસ યથાવત જ રહી. સ્થિતિ સુધરવાની આશા સાથે ભારતીય બજારોમાં મે મહિનાથી ફરીથી એફપીઆઇએ રોકાણ કરવાનું શરૂ કર્યું છે. ૨૦૨૦માં રિયલ એસ્ટેટ કંપનીઓ રોકાણ માટેની મુખ્ય દાવેદાર હશે.

કોર્પોરેટ એડવાઈઝરી મુજબ, ૨૦૨૦માં રિયલ એસ્ટેટ કંપનીઓ રોકાણ માટેની મુખ્ય દાવેદાર હશે. તેની પાછળનું કારણ એ છે કે વર્તમાનમાં કોરોના મહામારીનું સંકટ ઓછું અથવા ખતમ થયા પછી પ્રોપર્ટીની માગમાં વધારો થવાની ખાતરી છે.

સલાહકારોના મતે, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની મુખ્ય ભૂમિકા રહેશે. આગામી સમયમાં આવા પગલાઓ, પ્રોત્સાહન પેકેજો વગેરેની સ્પષ્ટ અસર જોવા મળશે. નિષ્ણાતોના મતે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા મિેળવવામાં આવેલી મોટા પ્રમાણમાં મૂડીથી સ્પષ્ટ છે કે કંપનીઓને ધંધામાં વધારો કરવા માટે ક્રેડિટ અથવા લોન આપવામાં કોઈ સમસ્યા ન હોવી જોઇએ. ડેટા રિસર્ચ રિપોર્ટ બતાવે છે કે વિદેશી રોકાણકારો ભારતીય બજારો અને કંપનીઓમાં રોકાણ કરવા માટે સૌથી ઉત્સુક છે. ઓગસ્ટથી ત્રણ મહિનામાં ભારતની બહારના રોકાણકારો દ્વારા શેરની ખરીદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન, વિદેશી રોકાણકારોએ લગભગ ૭૫,૧૯૦ કરોડ રૂપિયાથી વધુના શેર ખરીદ્યા છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1330d2Ef
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com