| દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૮,૬૪૮ દરદી નોંધાયા |
| નવી દિલ્હી: દેશમાં ૨૪ કલાકમાં કોરોના વાઇરસના ૪૮,૬૪૮ દરદી નોંધાયા હતા અને તેને લીધે કુલ દરદીઓની સંખ્યા વધીને ૮૧,૨૭,૧૧૯ થઇ હતી.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોવિડ-૧૯ના સાજા થયેલા દરદીઓની ટકાવારી વધીને ૯૧.૩૪ ટકા થઇ હતી. દેશમાં કોરોનાને લીધે ૨૪ કલાકમાં ૫૫૧ દરદી મૃત્યુ પામતા કુલ મરણાંક વધીને ૧,૨૧,૬૪૧ થયો હતો.
દેશમાં કોવિડ-૧૯ના ૭૪,૩૨,૮૨૯ દરદી સાજા થયા હતા અને મરણાંકનો દર ૧.૪૯ ટકા થયો હતો.
દેશમાં કોરોનાના ઍક્ટિવ કૅસની સંખ્યા સતત બીજા દિવસે છ લાખથી (૫,૮૨,૬૪૯) ઓછી રહી હતી.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે દેશમાં ૩૦ ઑક્ટોબર સુધીમાં કોરોના વાઇરસ માટે ૧૦,૮૭,૯૬,૦૬૪ જણનું પરીક્ષણ કરાયું હતું.
દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં મરનારા કોરોનાના ૫૫૧ દરદીમાંના ૧૨૭ મહારાષ્ટ્રના, ૫૯ પશ્ર્ચિમ બંગાળના, ૪૯ છત્તીસગઢના, ૪૯ કર્ણાટકના, ૪૭ દિલ્હીના અને ૩૮ દિલ્હીના દરદી હતા.
દેશમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં મરનારા ૧,૨૧,૬૪૧ દરદીમાંના ૪૩,૮૩૭ દરદી મહારાષ્ટ્રના, ૩,૭૧૧ ગુજરાતના, ૧૧,૧૪૦ કર્ણાટકના, ૧૧,૦૯૧ તમિળનાડુના અને ૬,૪૭૦ દિલ્હીના હતા. (એજન્સી)
|
|