5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

પાટણ વિશા શ્રીમાળી જૈન

મારફતિયા મહેતાના પાડાના ચંદ્રકાન્ત જયંતીલાલ શાહ (ઉં.વ. ૭૩), તે કૈલાશબેનના પતિ, ધરા સમીર ઘીયા તથા નિખિલના પિતા, જયકુમારભાઈ, પ્રફુલ્લતા હરેન્દ્રભાઈ, લીલા હેમંતભાઈ, તરલા જીતેન્દ્ર, યામિની જયેશભાઈના ભાઈ, ખેતરપાળના રસિકલાલ જમનાદાસ ચાહવાલાના જમાઈ. તા. ૨૭/૧૦/૨૦ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

જેસર હાલ કાંદિવલી સ્વ. જયંતીલાલ વનમાળીદાસ દોશીના પુત્ર તનસુખભાઈ (ઉં.વ. ૭૦) તે શનિવાર તા. ૨૪/૧૦/૨૦ના રોજ અરિહંતશરણ પામ્યા છે. રંજનબેનના પતિ, કિરણબેન મહેન્દ્રકુમાર શાહ, ભારતીબેન હેમંતકુમાર મહેતા તથા પ્રદીપભાઈના મોટાભાઈ, સંદીપભાઈ, સ્વાતિબેન વિપુલકુમાર શેઠ, હેમલબેન કલ્પેશકુમાર મહેતાના પિતા. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ચલાલા નિવાસી હાલ ભાયંદર સ્વ. ચંપાબેન કાંતિલાલ જીવનલાલ જાટકીયાના પૌત્ર હેમાંગ જાટકીયા (ઉં.વ. ૨૩) તે સંધ્યાબેન જયેશભાઇ જાટકીયાના પુત્ર, વિજયભાઈ, પરેશભાઈ, નિલેશભાઈ, નિલેશભાઈ, રશ્મિબેન અતુલભાઈ દેસાઈ, મીતાબેન પંકજભાઈ દેસાઈના ભત્રીજા, સ્વ. લલિતભાઈ, સુશીલભાઈ, પંપીભાઈ, ભાવસારના ભાણેજ. તા. ૨૫/૧૦/૨૦ના રોજ અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન

શિયાણી લીંબડી હાલ કાંદિવલી અ.સૌ. કોકિલાબેન તથા વિક્રમભાઈ છોટાલાલ વોરાના પુત્ર ભાવિકભાઈ વોરા (ઉં.વ. ૩૪) તે તા. ૨૭/૧૦/૨૦ના રોજ અરિહંતશરણ પામ્યા છે. તે દિશાના પતિ, દિપાલી સમકિતકુમારના ભાઈ, મનીષભાઈ, રીટાબેન, અનિલાબેન, સેજલબેનના ભત્રીજા, ચોટીલનિવાસી હાલ બોરીવલી અસૌ. પ્રજ્ઞાબેન તથા નીખિલભાઈ છોટાલાલ શેઠના જમાઈ, તા. ૨૭/૧૦/૨૦ના રોજ અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દિગંબર જૈન

રાણપુર (મોટી વાવડી) હાલ દાદર કમળાબેન પ્રેમચંદભાઈનાં સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૭૬) ૨૬-૧૦-૨૦ના રોજ દેહપરિવર્તન થયેલ છે. તેઓ મયુરીબેનના પતિ, શ્ર્વેતા અમીષ ઝવેરી, હિરલ-શૈલીના પિતા, કોકીલાબેન વસંતભાઈ, સરોજબેન શરદભાઈ, રશ્મીબેન પ્રવીણભાઈ, રેખાબેન દિપકભાઈના ભાઈ, હિંમતલાલ ઊજમશી શાહના જમાઈ, સનીલ, આશ્કા, અનાયાનાં દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન

સાવરકુંડલા હાલ ઘાટકોપર સ્વ. લીલાવંતીબેન મનસુખલાલ દોશીના સુપુત્ર ખાંતિભાઈ (ઉં. વ. ૮૮) તા. ૨૭/૧૦/૨૦ અરિહંતશરણ પામેલ છે. જસુદબેનના પતિ, પંકજભાઈ, પન્ના દિલીપકુમાર શેઠ અને ચેતનભાઈના પિતા, સ્મિતાબેન અને અલ્પાબેનના સસરા, સ્વ. લાભુબેન, ઈન્દુબેન, ચંદ્રાબેન, પ્રવિણાબેન, વિજયભાઈના મોટાભાઈ. સસુરપક્ષ: સ્વ. બાબુલાલ નાનચંદ રવાસાના જમાઈ. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) રહેઠાણ: ૫/૯૦, નીલકંઠ કુટિર, ગરોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ઈંગોરાળા હાલ ભાયંદર રસિકલાલ લવજીભાઈ પારેખના ધર્મપત્ની ઉષાબેન રસિકલાલ પારેખ (ઉં. વ. ૬૯) ૨૩/૧૦/૨૦ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે નિતેશ, મિતા, વિરલના માતુશ્રી તથા સોનલ, નિશા, જતીનકુમારના સાસુ. યશ્વી, પ્રિયાંશી, જયની, દેશના દાદી. પિયરપક્ષે બાબરા નિવાસી જયંતિલાલ હીરાચંદ શાહના સુપુત્રી. શશીકાંત, પ્રકાશ, દિપક, મુકેશ, અશોક, કમલેશના બેન. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) રહેઠાણ: ૩૦૩, પાર્વતીનિકેતન, ગીતા નગરની સામે, કસ્તુરી હોસ્પિટલની બાજુમાં, ફાટક રોડ, ભાયંદર (વે).

પાટણ જૈન

પાટણ ભાભાના પાડાના યોગેશભાઈ નેમચંદભાઈ જેસંગલાલ શાહ (ઉં.વ. ૬૭) હાલ કાંદિવલી, તે સ્વ. નેમચંદભાઈ જેસંગલાલ શાહ, સ્વ. મંગુબેન નેમચંદ શાહના પુત્ર. સ્વ. ભારતીબેનના પતિ. વિરલના પિતા. તુલસીના સસરા. સ્વ. કિરીટભાઈ, સ્વ. વિનોદભાઈના ભાઈ. સ્વ. રેખાબેન તથા નીરૂબેનના દિયર ૨૫-૧૦-૨૦૨૦ના રોજ અરિહંતશરણ થયેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

ક. દ. ઓ. જૈન

ગામ ગેરખડી હાલ મુંબઈ સ્વ. માતુશ્રી દેવકુંવરબેન અને પિતાશ્રી સ્વ. ડો. મેઘજી વેલજી ધરમશીના પુત્રી તક્ષશીલા જે સ્વ. ડો. ઉર્વશી, પ્રિયદા, વિધાતાના બેન તા. ૨૩-૧૦-૨૦ના અરિહંતશરણ થયા છે.

દશા ઓસવાલ જૈન

મુંબઈ ચિંચપોકલી નિવાસી ગામ સુતલી કચ્છના રુપમ મુલરાજ ધરમશી (ઉં.વ. ૪૨) તા. ૨૬-૧૦-૨૦ના સ્વર્ગવાસી થયેલ છે. તે માતા હીરા મુલરાજ ધરમશી તથા પિતા સ્વ. મુલરાજ આનંદજી ધરમશીના પુત્ર. સલોમીના પતિ. વિરાગીના પિતાશ્રી. રુપલ, બીજલના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

વિજાપુર વિશા ઓશવાળ દેરાવાસી જૈન

પિલવાઈ હાલ કાંદિવલી સ્વ. શંકરીબેન નથ્થુભાઈ દોશીના પુત્ર અરવિંદભાઈ (ઉં.વ. ૭૪) તે શ્રીમતી કલ્પનાબેનના પતિ. નીમીશા, દિપાલી, ચેતાલી, હીરવીના પિતા. ભાવેશ શાહ, હેતન શાહ, જુલેશ મેહતાના સસરા. સુશીલાબેન લાલભાઈ શાહ - અમદાવાદ રિટ્રોલવાળાના જમાઈ તા. ૨૭-૧૦-૨૦, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

J86N3M6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com