5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

શેરૂ નેરોયોસંગ પંથકી તે મરહુમો ધનમાય તથા નેરોયોસંગ પંથકીના દીકરી. તે મરહુમો પેસ્તનજી, મીનોચહેર, ફ્રેની, ટેહમુરસ્પ નાદર, રોદા ને માનેકના બેન. તે જમશેદ, બોમી, જવાહીર દસ્તુર, ફીરોઝ મોટાફરામ, ઝરીર, ખુશરૂ મોગલ તથા મરહુમ કેટી પારખના માસીજી. (ઉં.વ. ૮૬). રહેવાનું ઠેકાણું: ફલેટ નં. ૨, ફેર હેવન લલ્લુભાઈ પાર્ક રોડ, કાર્લ રેસીડન્સી હોટલ પાસે, અંધેરી વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા તા. ૨૯-૧૦-૨૦ બપોરે ૩.૪૫ પી.એમ. ફોર્ટ મધ્યે બનાજી લીમજી અગિયારીમાં છે.

બોમી ફરામરોઝ પ્રિન્ટર તે મરહુમો દીનબાઈ તથા ફરામરોઝ પ્રિન્ટરના દીકરા. તે એમી રાન્દેરીયા, માનેક પ્રિન્ટર તથા મરહુમો ફીરોઝ પ્રિન્ટર, પરીન પ્રિન્ટર, કેટી ઉમરીગર, જીમી પ્રિન્ટરના ભાઈ. તે સાયરસ ફીરોઝ પ્રિન્ટરના કાકા. તે કેરસી રાન્દેરીયાના મામા. (ઉં.વ. ૮૭). રહેવાનું ઠેકાણું: ફલેટ નં. ૨, કોન્ટ્રેકટર બિલ્ડીંગ, સુસેકસ રોડ, ભાયખલા ઈસ્ટ, મુંબઈ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા તા. ૨૯-૧૦-૨૦ના ૩.૪૫ પી.એમ. એ. મેવાવાલાની અગિયારી (ભાયખલા)માં છેજી.

આબાન દીનશૉ ભેસાન્યા તે મરહુમો ફકીરજી, તે મહુરમ આલામાય ફકીરજી એન્જીનીયરની દિકરી. તે મરહુમ દિનશાહ એરચશાહ ભેસાનીયાના વિધવા. તે અસ્પી તથા શાહનાઝના બહેન. તે મરઝીના ફૂઈજી. તે શેહરૂ અસ્પીના નણંદ. તે કેરસી ત. કરંજીયાના આન્ટી. (ઉં.વ. ૭૮). રહેવાનું ઠેકાણું: ડો. દાજી બિલ્ડીંગ, ફલેટ નં. ૫, સ્તેસન રોડ, માહીમ, મુંબઈ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા તા. ૨૯-૧૦-૨૦ના રોજે બપોરે ૩.૪૫ કલાકે રૂસ્તમ ફ્રામના અગિયારીમાં થશેજી.

હોશંગ મેલ્લાશાહ ખંધાડિયા તે મરહુમો નરગીશબાનુ અને મેલ્લાશાહના દીકરા. તે મરહુમ દોલતબાનુ અને કેકી મરોલ્યાના જમાઈ. તે રશીદાના ધણી. તે પરવીન, ડેઝી, કેરમીન અને વિકીના બાવાજી. તે મર્ઝબાન, દાનેશ, સુલેમાન અને ફરાહના સસરાજી. તે જેફ્રીન, બીનાઈઝા, જમશેદ, જોઝીનાના મમાવાજી. (ઉં.વ. ૮૩). મરણ તા. ૨૪-૧૦-૨૦ના રોજે ગુજર્યા છે. રહેવાનું ઠેકાણું: ખુશરૂ મહલ બિલ્ડીંગ, ઈરાની રોડ, દહાણુ રોડ ૪૦૧૬૦૨.

લુલુ સોરાબ કટકી તે મરહુમ સોરાબ પેસ્તનજી કટકીના વિધવા. તે આરમાયતી દારાયસ કાવારાના તથા ખુરશેદ સોરાબ કટકીના માતાજી. તે મરહુમો પેરીન તથા નોશીર કાંગાના દીકરી. તે દારાયસ ફીલી કાવારાના તથા હુફરીશ દીનયાર મિસ્ત્રીના સાસુજી. તે હુફરીયા દારાયસ કાવારાના મમઈજી. તે મેહેરઝાદ અને દેલઝાદ કટકીના બપઈજી. (ઉં.વ. ૮૯). રહેવાનું ઠેકાણું: પટેલ ચેમ્બર્સ, ૪થે માળે, ૯ રૂસ્તમ સિંધવા માર્ગ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા તા. ૨૯-૧૦-૨૦ના રોજે બપોરે ૩.૪૦ કલાકે દાદીશેઠ અગિયારીમાં થશેજી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

87145U2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com