5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પયગંબર હઝરત મુસાની શિકાયતને અલ્લાહે કેમ સ્વીકારી નહીં?

મુખ્બિરે ઈસ્લામ - અનવર વલિયાણીફીરઔનનો એક માણસ હંમેશાં હઝરત મુસા અલયહિસ્સલામ (અ.સ.)ની મઝાક કરતો હતો. આપના જેવો પોષાક અને રીતભાત અપનાવી ફીરઔન સમક્ષ મઝાક - મશ્કરી કરતો રહેતો હતો. આ કારણથી પયગંબર હઝરત મુસા (અ.સ.)ને બેહદ રંજ અને સદમો થતો હતો. પછી જયારે ફીરઔન અને તેના માણસોને અઝાબે ઈલાહીએ (કુદરતના પ્રકોપે) ઘેરી લીધા અને તેઓ બધા પાણીમાં ડુબવા લાગ્યા, ત્યારે એ મશ્કરો અઝાબે ઈલાહીથી બચી ગયો.

તે સમયે હઝરત મુસા (અ.સ.)એ અરજ કરી કે, અય ખુદા! આ માણસ મને હંમેશાં રંજ અને સદમો પહોંચાડયા કરતો હતો, તે હજી જીવતો અને સલામત મોજૂદ છે, તેનું શું કારણ?

અલ્લાહનો ઈરશાદ થયો કે અય મારા કલીમ! (‘કલીમ’ એટલે પ્રિય)! એ મશ્કરાએ કોનો સ્વાંગ સજયો છે અને કોના વેશમાં મોજૂદ છે? તમે મારા કલીમ અને પ્યારા બંદા છો. એ મશ્કરો તમારા ઝાહેરી લિબાસ (પહેરવેશ)માં છે. આવી હાલતમાં એ મશ્કરા પર મારો અઝાબ (પ્રકોપ) કેવી રીતે નાઝીલ થાય?

સુજ્ઞા વાચકો! હઝરત મૌલાના જામી રહમતુલ્લાહ અલૈયહિની ઉપરોક્ત હિકાયત (પ્રસંગ) પરથી એ બોધ મળે છે કે, પયગંબર હઝરત મુસા - કલીમુલ્લાહ (અ.સ.)નો વેશ, એ મશ્કરો દુશ્મનાવટને લીધે અપનાવતો હતો. તેનું પરિણામ એ આવ્યું કે, તે પોતે અઝાબે ઈલાહીથી બચી ગયો. તો પછી જે માણસ રસૂલે ખુદા, હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ તરફની સાચી મોહબ્બતને લીધે સુન્નતે નબવી (પયગંબર હઝરત મુહંમદ સલ. અલૈયહિ વસલ્લમના આચરણો, સુકૃત્ય) પર ચાલતો રહે, તો તે શખસ, મોમિન બંદો, જરૂર દુનિયા અને આખેરતના અઝાબોથી ઈન્શા અલ્લાહ બચેલો રહેશે.

વહાલા મોમિનો!

તમે પણ ઝાહેરી રીતે પોતાના શરીરને, કપડાંને, નમાઝની જગાએ પાક રાખો અને અત્યંત આજીજી સાથે પોતાના હાથોને બાંધીને પોતાના રબના દરબારમાં અદબ સાથે સીધા ઊભા રહો. એ પછી માથા અને કમરને ઝુકાવીને આજીજી જાહેર કરો. પછી અલ્લાહ સમક્ષ અત્યંત નમ્રતા અને ગીરીયાજારી સાથે કલમો, સલાતો - સલામ અને દુઆઓ પઢો અને તે સર્વે કબૂલ થઈ જવાની પૂરેપૂરી ખાતરી રાખો.

એ ફીરઔની મશ્કરો તો હઝરત મુસા (અ.સ.)ની નકલ બેઅદબીના ઈરાદાથી કરતો હતો. પરંતુ નમાઝી તો એકરારના હેતુથી રસૂલે અનવર હઝરત મુહંમદ મુસ્તફા (સ.અ.વ.)નું અનુકરણ કરે છે. એટલે આપ જે રીતે નમાઝ પઢતા હતા એ રીતે નમાઝ પઢે છે, આપ હુઝૂરે કરીમ (સ.અ.વ.) જે રીતે લોકો સાથે સદ્વ્યવહાર કરતા હતા એ રીતે સૌથે કરે છે તો પછી વિચારો કે ભલા એ નમાઝી, સદ્વ્યવહાર કરનાર મોમિન પર - એના માથા પર રહમત (કૃપા) અને બખ્શીશ (ઈનામ - અકરામ)નો તાજ કેમ નહીં રાખવામાં આવે?

અલબત્ત, આ વાતનો ઉલ્લેખ જરૂરી છે કે, જે મોમિન અલ્લાહવાળા છે અને જેમના દિલો ઝિક્રે ઈલાહી (અલ્લાહનું સતત રટણ)ના નૂરથી રોશન છે અને જેમને નમાઝની હાલતમાં રૂહાની મેઅરાજ (જે રીતે પયગંબર હઝરત મુહંમદ સલને રાત્રિના એક ભાગમાં સાત આસમાનો અને તેથી પણ ઉપર ખુદા તઆલાએ પ્રવાસ કરાવી જન્નત - દોઝખ વિગેરેની સૈર કરાવી (પ્રવાસ કરાવવામાં આવી) નસીબ થાય છે. તેમની નમાઝ અને આચરણ ઘણી જ ખૈર અને બરકતવાળી હોય છે. નમાઝીને પોતાની નમાઝમાં રોજા, હજ, ઝકાત વગેરેનો સવાબ

મળે છે.

ઈસ્લામની બુનિયાદ એકેશ્ર્વરવાદ અને જીવમાત્ર સાથે સદ્વ્યવહાર પર કાયમ થઈ છે. આ નિયમ પર જે મોમીન કાયમ રહ્યો, સુખમાં જેમ રાજી રહ્યો તેમ દુ:ખમાં પણ નિરાશ થયો નહીં, અલ્લાહ પર એતબાર ભરોસો રાખ્યો તે સમજો ભવસાગર પાર ઉતરી ગયો.

- કબીર સી. લાલાણી

તો એ પત્ની જન્નતી છે

જે સ્ત્રી એવી સ્થિતિમાં મૃત્યુ પામે (ગુજરી જાય) કે તે વખતે તેનો પતિ તેનાથી રાજી હતો અને જીવન વ્યવહારથી ખુશ હતો, તો તે પત્ની જન્નતી છે. -‘તિરમિઝ.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

f51H5608
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com