28-January-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઓફિસમાં અફેર: આનંદ કે આફત?

સાવચેતી - મૌસમી પટેલઓફિસમાં અફેર... સાંભળીને જ મગજમાં અને આંખો સામે સતત કલાકોનો સહેવાસ અને સાથે રહેવાનો આનંદ, થોડી ખટ્ટીમીઠ્ઠી નૉક-જોક રમવા માંડે નહીં? પણ તમને ખબર છે કે તમારી આ ઓફિસ અફેરની રિલેશનશિપ જેટલી એડવેન્ચરિયસ હશે એટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે અને તમારે એ માટે તૈયાર પણ રહેવું પડે. જોકે, ઓફિસમાં અફેર કરવું એ કંઈ ખોટું તો નથી. ઘણી વખત તો આ અફેર જ આગળ જઈને લગ્નમાં ક્ધવર્ટ થઈ જાય છે.

મેલિંડા અને બિલ ગેટ્સનું જ ઉદાહરણ લઈએ તો મેલિંડાએ ૧૯૮૭માં માઈક્રોસોફ્ટ જોઈન કર્યું. ત્યાં જ બિલ ગેટ્સ સાથે તેમનું અફેર થયું અને ૧૯૯૪માં આખરે બંને જણે લગ્ન કરી લીધાં. જ્યાં ઓફિસ અફેર કેટલાક લોકોના જીવનમાં ખુશીઓની સોગાત લઈને આવે છે ત્યાં જ કેટલાક લોકો માટે તે ગળાનો ફાંસો પણ બની જતા હોય છે. ખેર આ બધું તો ચાલ્યા કરે, દરેક સિક્કાની બે બાજુ હોય છે એક સારી અને બીજી ખરાબ. આજે આપણે વાત કરીશું કે ઓફિસમાં અફેર કરતી વખતે તમારે શું ધ્યાન રાખવું જોઈએ અને તમારે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે? તો ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ કઈ છે આ મુશ્કેલીઓ...બસ પ્યાર હી પ્યાર પલે...

તમારી સહકર્મચારીના પ્રેમમાં પડવામાં કશું જ ખોટું નથી, પરંતુ ત્યારે જ કે જ્યારે એ પણ તમને એટલો જ પ્રેમ કરે. જો આવું હોય તો આ સંબંધમાં આગળ વધી શકાય, પણ જો એવું નથી તો તમારે રિજેક્શનને સ્વીકારવાની તૈયારી રાખવી પડશે. એટલું જ નહીં એ રિજેક્શન બાદ પણ તમારા સંબંધ એવા જ રહેવા જોઈએ, તેમાં કોઈપણ પ્રકારના પરિવર્તનને અવકાશ ના હોવો જોઈએ.ઓફિસ પૉલિસી ના બની જાય વિલન

ચાલો બંને બાજુથી પ્રેમ છે અને સંબંધ હવે આગળ વધી રહ્યો છે... પણ ઘણી વખત ઓફિસ પૉલિસી તમારી લવ સ્ટોરીમાં વિલન બની શકે છે એટલે સંબંધમાં વધારે આગળ વધતાં પહેલાં એક વખત ઓફિસ પૉલિસી પર પણ નજર કરી લેવી જોઈએ. જો તમારી ઓફિસ પૉલિસીમાં ઓફિસના સહકર્મચારી સાથે રિલેશનશિપ રાખવી કે ડેટિંગ એ પ્રતિબંધિત છે તો તમારે આ રિલેશનશિપ પર તરત જ ફુલસ્ટોપ મૂકી દેવું જોઈએ.પર્સનલ અને પ્રોફેશનલ લાઈફનું બેલેન્સિંગ

ઓફિસમાં રોમેન્સ કરવાનું સૌથી મોટું નુકસાન એ જ છે કે ત્યાર બાદ પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવી રાખવાનું અઘરું બની જાય છે. પણ જો તમે આ બંને વચ્ચેનું બેલેન્સિંગ જાળવી રાખો તો બોસ તમને એક સક્સેસફુલ કપલ બનતાં કોઈ રોકી શકે એમ નથી.ડિસ્ટ્રેક્શન સે સોશિયલ ડિસ્ટન્સિંગ

એક જ ઓફિસમાં કામ કરતા હોઈએ એટલે સ્વાભાવિક છે કે વારેઘડીએ એકબીજા તરફ ધ્યાન જાય. પણ આને કારણે તમારા કામ પર અસર થાય તો એ જોખમી બની શકે છે, એટલે ડિસ્ટ્રેક્શનથી સોશિયલ ડિસ્ટન્સિંગ (દૂર રહેવું) રાખવું વધારે હિતાવહ છે. તમે પર્સનલ લાઈફમાં ભલે એકબીજાને ડેટ કરી રહ્યા હોય, પણ પ્રોફેશનલ લાઈફમાં તમે એક સહકર્મચારી છો એ વાતનું તમારે સતત ધ્યાન રાખવું પડશે.ગૉસિપિંગનો વિષય બનવાની તૈયારી

હવે ઓફિસમાં અફેર કરશો એટલે ૧૦૦ ટકા તમારા વિશે ત્યાં જાત જાતની ગૉસિપિંગ અને પંચાત તો થવાની જ. એટલે તમારે એ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે અને આનો કઈ રીતે સામનો કરવો એની કોઈ સ્ટ્રેટેજી પણ પાર્ટનર સાથે બેસીને વિચારી લો. ઘણી વખત તમને લોકોને તમારા વિશે એવી કેટલીક વાતો સાંભળવા મળી શકે છે કે જે તમને ખુદને ના ખબર હોય!બ્રેકઅપ પછીનું બેક‘અપ’

ઘણી વખત પ્રેમ થઈ જાય, અમુક સમય સુધી બધું બરાબર ચાલેય ખરું પણ રિલેશનશિપ વર્કઆઉટ નથી થતી અને બ્રેકઅપ થઈ જાય. બ્રેકઅપ થયા પછી એક જ ઓફિસમાં એકસાથે કામ કરવું થોડું અઘરું છે, પણ જો તમે બંને પૂરતી સમજદારી દાખવો તો આવું થઈ શકે છે અને બ્રેકઅપ પછી પણ સાથે કામ કરી શકો છો અને એ પણ એકદમ સરળતાથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

584s2u
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com