5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રેમ અને લગ્નની કોઇ ઉંમર હોતી નથી
સોનલ મહેતા - સેઠ

કહેવાય છે કે પ્રેમ કરવા માટેની કોઇ ઉંમર હોતી નથી અને તે કોઇ પણ ઉંમરે કોઇ પણ વ્યક્તિ સાથે થઇ શકે છે. બૉલીવૂડની અમુક અભિનેત્રીઓ માટે પણ તે એટલું જ લાગુ પડે છે, જેમને મોટી ઉંમરે તેમના જીવનસાથી મળ્યા. આજે અમે તમને બૉલીવૂડની એવી અભિનેત્રીઓ વિષે જણાવીશું, જેમણે મોટી ઉંમરે લગ્ન કર્યા. આ યાદીમાં પ્રીટિ ઝિન્ટા, રાણી મુખર્જી, પૂજા બત્રા, ઉર્મિલા માતોંડકર, નીના ગુપ્તા, ફરાહ ખાન, લિઝા રે વગેરેનો સામવેશ થાય છે.



નીના ગુપ્તા

બૉલીવૂડની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તાનું અફેર વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિવિયન રિચર્ડ્સ સાથે હતું. લગ્ન પહેલા જ નીના વિવિયનના બાળકની માતા બની ગઇ હતી. બાદમાં ૪૯ વર્ષની વયે ૨૦૦૮માં તેણે પ્રસિદ્ધ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વિવેક મહેરા સાથે લગ્ન કર્યા હતા.

લિઝા રે

લિઝા રેએ પણ ૪૦ વર્ષની ઉંમરે એક્સ મેનેજમેન્ટ ક્ધસલટન્ટ જેસન ડેહની સાથે લગ્ન કર્યા હતા. લિઝા રે કેન્સરની સામે પણ જંગ જીતી ચૂકી છે. કેન્સરની સામે જંગ જીત્યા બાદ અભિનેત્રીએ ૨૦૧૮માં સરોગસીથી બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

પૂજા બત્રા

પૂજા બત્રાએ ગયા વર્ષે જ બૉલીવૂડના અભિનેતા નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે. બંને સ્ટાર્સના લગ્નએ તેમના ફેન્સને ચોંકાવી દીધા હતા. લગ્ન સમયે પૂજાની ઉંમર ૪૨ વર્ષની હતી. પૂજા બત્રાએ ૨૦૦૨માં ઑથોંપેડિક સર્જન સોની અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંનેનું દાંપત્યજીવન સફળ ન રહેતા ૨૦૧૧ તેઓ છૂટા પડી ગયા હતા.

પ્રીટિ ઝિન્ટા

બૉલીવૂડની અભિનેત્રી પ્રીટિ ઝિન્ટા ઘણા લાંબા સમય સુધી નેસ વાડિયા સાથે રિલેશનશિપમાં હતી, પણ બંનેનો સંબંધ લગ્ન સુધી ન પહોંચ્યો. પ્રીટિએ ૪૧ વર્ષની ઉંમરે ૨૦૧૬માં જીન ગુડેનફ સાથે લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્નની તસવીરો તે સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ હતી.

ઉર્મિલા માતોંડકર

ઉર્મિલા માતોંડકર તેના જમાનાની એક બોલ્ડ અને સુંદર અભિનેત્રી રહી છે. અભિનેત્રીએ ૨૦૧૬માંં ૪૨ વર્ષની ઉંમરે બિઝનસમેન અને મૉડલ મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતા. મોહસિન ઉર્મિલાથી નવ વર્ષ નાનો છે.

ફરાહ ખાન

ફરાહ ખાન બૉલીવૂડની પ્રસિદ્ધ દિગ્દર્શક અને કોરિયો-ગ્રાફર છે. ફરાહે ૨૦૦૪માં એડિટર અને ડિરેકટર શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા હતા. શિરીષ તેની પત્ની ફરાહ ખાનથી નવ વર્ષ નાનો છે. ફરાહ અને શિરીષની લવ સ્ટોરી ફિલ્મ ‘મૈં હૂં ના’ના સેટ પર શરૂ થઇ હતી.

રાણી મુખર્જી

રાણી મુખર્જીની બૉલીવૂડમાં કારકિર્દીની સાથે લવ લાઇફ પણ સફળ રહી. રાણીએ ૨૦૧૪માં ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ચોપરા સાથે ચાર ફેરા ફરી લીધા હતા. તે સમયે રાણીની ઉંમર ૩૯ વર્ષની હતી.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0124bm
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com