5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એવું જ લાગ્યા કરતું હતું, જાણે ખલ્લાસ... ફિનિશ્ડ.. લાઈફ હેઝ એન્ડેડ
રંગભૂમિના ટિકટોક - વિપુલ વિઠલાણી

સોશિયલ અને કૉમેડી નાટકોની જેમ સસ્પેન્સ-થ્રિલર નાટક ચાહનારાઓનો પણ એક મોટો વર્ગ છે. આવા નાટકો બનાવવામાં જેમની હથોટી હતી એવા સ્વ. અરવિંદ ઠક્કરનો વારસો જાળવી રાખ્યો છે, વર્ષોથી ગુજરાતી રંગભૂમિ પર દમદાર વ્યક્તિત્વ, ઘેઘૂર અવાજ, જન્મે પારસી છતાં શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ અને પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી પોતાની અલગ જ ઓળખ ઊભી કરનાર હોમી વાડિયાએ. તો આવો, અભિનય સાથે નિર્માતા અને દિગ્દર્શનની પણ જવાબદારી ઉઠાવી લેતા આ મોજીલા પારસીબાવાએ લૉકડાઉનની નવરાશની પળોમાં શું કર્યું એ જાણીએ.

વિ.વિ.: હોમી સર... કેમ છો ???

હો.વા.: અબે તુ હૈ કીધર રે?

વિ.વિ.: આવામાં ક્યાં હોઉં સરજી. ભૂતની જેમ પીપળે લટકી રહ્યો છું. પણ મારું છોડો, આપનું કહો.

હો.વા.: અરે મૈં તો એકદમ બ્લેન્ક હો ગયા હૂં યાર. મગજ એકદમ સુન્ન થઈ ગયું છે. કઇં સૂઝતું જ નથી, સમજાતું જ નથી.

વિ.વિ.: (હસતાં) પહેલાં મને એ કહો, માર્ચ મહિના પછી તમારી રાતો કેમ વીતી?

હો.વા.: (હસતાં) યે કૈસા સવાલ હૈ યાર?

વિ.વિ.: અમે બધા જાણીએ છીએ સર કે તમે બેટમેન છો. આપનો દિવસ બપોર પછી શરૂ થાય અને વહેલી સવારે પતે. એટલે આમ જોવા જઈએ તો રાત જ તમારો દિવસ હોય છે.

હો.વા.: (જોરથી હસતાં) હા. એ સાચું.. પણ જ્યારથી ગુજરાતી સિરિયલ્સ ડિરેક્ટ કરવાનું ચાલુ કર્યું છે ત્યારથી આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે દોસ્ત.

વિ.વિ.: ઓહ અચ્છા... તો એ કહો, માર્ચ મહિના પછી કેવું રહ્યું બધું?

હો.વા.: ગુજરાતી સિરિયલ ‘દીકરી વહાલનો દરિયો’ ડિરેક્ટ કરતો હતો એનું શિડ્યુલ ૧૭મી માર્ચે પતાવ્યું અને ૧૫ દિવસનો બ્રેક લીધો. પણ અઠવાડિયામાં તો મોદીસાહેબે લાંબુલચક ૨૧ દિવસનું લૉકડાઉન જાહેર કરી દીધું. બસ... પત્યું..

વિ.વિ.: તો શું કર્યું આ લૉકડાઉન દરમિયાન?

હો.વા.: માત્રને માત્ર ફિલ્મો જોઈ. સવારે બેડરૂમમાંથી બહાર આવું, બ્રેકફાસ્ટ કરું, ફિલ્મો જોઉં, ઘરમાં આંટા મારું, કમ્પ્યુટર પર બેસું, ગેમ્સ રમું, થોડા બહોત સોશિયલ મીડિયા અને રાત્રે સૂઈ જાઉં. બીજે દિવસે પણ સેઇમ રૂટિન.

વિ.વિ.: પણ આખો દિવસ એકનું એક, તો કંટાળો ન આવે?

હો.વા.: આવી જ ગયો. એટલો કંટાળ્યો કે મગજ મંદ પડવા લાગ્યું. મગજને લકવો મારી ગયો હોય અને ઘર ખાવા દોડતું હોય એવું લાગવા માંડ્યું. એટલે એક દિવસ વિચાર્યું કે હવે તો કઇંક કરવું જ પડશે..

વિ.વિ.: યે હુઈ ના બાત.. તો શું કર્યું?

હો.વા.: કઇં નહીં.. આ જ.

વિ.વિ.: હેં??

હો.વા.: (હસતાં) અરે હા યાર.. કઇંક કરવું છે, કઇંક કરવું જ છે એવા વિચારો આવ્યા કરે, પણ શું કરવું છે એ મારું હાળું સૂઝે જ નહીં. બહાર જવાય નહીં, કોઈને ઘરે બોલાવાય નહીં... યાદ છે? અમુક વર્ષો પહેલા એક અફવા ઉડેલી કે ૨૦૧૨માં આખા વિશ્ર્વનો નાશ થઈ જશે અને એના પરથી ૨૦૦૯માં એક અંગ્રેજી ફિલ્મ પણ આવેલી, જેનું ટાઇટલ હતું ‘૨૦૧૨’. મને આખો દિવસ લગભગ એ ફિલ્મ જ દેખાયા કરતી હતી. એવું જ લાગ્યા કરતું હતું જાણે બધું પતી ગયું. ખલ્લાસ... ફિનિશ્ડ.. લાઈફ હેઝ એન્ડેડ.

વિ.વિ.: અરે બાપરે.. આટલું બધું ફ્રસ્ટ્રેશન આવી ગયેલું?

હો.વા.: હા યાર, લોકોએ જાતજાતનું ઘણું બધું કર્યું હશે, પણ ઓનેસ્ટલી સ્પીકિંગ, મૈંને કુછ નહીં કિયા યાર. માંડમાંડ દિવસો પસાર કર્યા. અથવા એમ કહેને કે કાઢ્યા..

વિ.વિ.: અરે હા. જસ્ટ યાદ આવ્યું. આપ તો એકલા જ રહો છો ને? તો ચ્હા-નાસ્તો અને જમવાનું કેવી રીતે મેનેજ કર્યું?

હો.વા.: અરે લકીલી લૉકડાઉન પહેલા જ મારો આસિસ્ટન્ટ ઉમંગ મારા ઘરે આવેલો, જે અહીં જ અટકી ગયો’તો. એ એના ઘરે એકલો જ રહે છે તો એને રસોઈ બનાવતા ફાવે છે. એટલે એની સાથે મારું પણ બધું સચવાઈ ગયું.

વિ.વિ.: ગ્રેટ.. પણ આપ તો ચેઇન સ્મોકર છો તો એનું શું થયું? સિગરેટ પીવાનું છૂટી ગયું હશે ને?

વિ.વિ.: ના રે.. સિગરેટ તો મળી જતી હતી, પણ બ્લેકમાં.. અને આખો દિવસ ઘરે જ બેઠાં હતાં એટલે ત્રણ ગણી વધારે પીવાય જાય. તું નહીં માને, પણ મેં એટલા રૂપિયાની સિગરેટ પીધી છે કે..

વિ.વિ.: કેટલા રૂપિયાની?

હો.વા.: (જોરથી હસતાં) હવે રકમ કહીશ તો તું પડી જઈશ. પણ એમ સમજને કે એટલા રૂપિયામાં તો એક નાનકડી સેક્ધડ હૅન્ડ ગાડી આવી ગઈ હોત..

વિ.વિ.: અરે બાપરે.. પણ પછી તો ધીરે ધીરે બધું ચાલુ થઈ ગયું તો આપે શું કર્યું?

હો.વા.: અગાઉ જણાવ્યું એમ, હું જે ગુજરાતી સિરિયલ ડિરેક્ટ કરતો હતો એનું શૂટિંગ ચાલુ કરવાનું થયું. મારા જીવમાં જીવ આવ્યો. મેં તો લાઈફને નવેસરથી જીવવા ગાડીને ફર્સ્ટ ગિયરમાં નાંખવાની તૈયારીઓ કરી લીધી. પણ પછી ખબર પડી કે સાથેસાથે એવો નિયમ પણ આવ્યો છે કે ૬૫ વર્ષથી ઉપરના લોકોએ કામ કરવા બહાર ના નીકળવું. એટલે ભાંગી પડ્યો અને ઉત્સાહરૂપી ગાડી પાછી ગેરેજમાં મૂકી દીધી. મારા બદલે બીજા કોઇકે ડિરેક્શનની જવાબદારી લેવી પડી. જોકે ફ્રેશ થવા એકાદ-બે વાર હું સેટ પર જઈ આવ્યો હતો.

વિવિ.: ઓહો પછી?

હો.વા.: થોડા દિવસમાં સમાચાર આવ્યા કે હવે એ નિયમ હટાવી દીધો છે.

વિ.વિ.: વાહ.. એટલે આપની ગાડી ફૂલ સ્પીડમાં દોડવા માંડી.

હો.વા.: કરેક્ટ!! પણ પેલું કહેવાય છે ને કે નસીબ આડે પાંદડું તો..

વિ.વિ.: (ઉધરસ ખાતાં) સમજી ગયો સર..

હો.વા.: (હસતાં) હા... હજુ તો એક શિડ્યુલ પતાવ્યું ત્યાં ખબર પડી કે સિરિયલ જ બંધ થઈ રહી છે.

વિ.વિ.: હાયલા.. તો હવે?

હો.વા.: હવે શું? હતાં ત્યાંના ત્યાં. આ જો સોફા પર સૂતા સૂતા તારી સાથે વાતો કરી રહ્યો છું. જો કે બે-ત્રણ પ્રોજેક્ટની વાતો તો ચાલી જ રહી છે. પણ આજકાલ માર્કેટ ડાઉન છે અને કોમ્પિટિશન વધી ગઈ છે, તો જોઈએ શું થાય છે.

વિ.વિ.: ઓહ અચ્છા. કોઈ નવું નાટક કરી રહ્યા છો?

હો.વા.: ઇચ્છા તો ઘણી છે પણ આપણી રંગભૂમિ પર હવે સારા કલાકારો છે જ કેટલા? બે-ત્રણ? અને એ પણ પાછા ક્યાંકને ક્યાંક બિઝી હોય છે.. તો દેખતા હૂં... અને મને તો જરાય નથી લાગતું કે થિયેટર્સ હજુ ચાર-છ મહિના પહેલા ખૂલે. સો લેટ્સ સી.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

mO60ow
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com