5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
થિયેટરોમાં ફિલ્મો રી-રીલિઝ થશે, પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મોને ઠાગાઠૈયા

કોરોનાની અસરમાંથી કોઇ જ મુક્ત રહી શક્યું નથી. માર્ચ મહિનામાં લૉકડાઉન થઇ જતાં બોલીવૂડમાં ફિલ્મોનું નિર્માણ થવાનું બંધ થઇ ગયું હતું અને ત્યારબાદ થિયેટરો, સિનેમા હૉલ, મલ્ટિપ્લેક્સિસીસ પણ લૉકડાઉનમાં બંધ થઇ ગયા હતા. આ સમયે ફિલ્મ પ્રોડ્યુસરોએ તેમની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માંડી હતી. કારણ કે ના કરે તો તેમની ફિલ્મો જૂની થઇ જાય અને પછી થિયેટરોમાં ચાલે પણ નહીં અને તેમને આર્થિક રીતે નુકશાન પણ થાય. આથી ઓટીટી પર રિલીઝ કરીને કેટલાક નિર્માતાઓએ પોતાની ફિલ્મોનો નફો રળી લીધો હતો. જોકે, થિયેટર એટલે કે મોટા પરદા પર ફિલ્મો જોવાની જે મઝા વર્ષોથી આપણે લેતા આવ્યા છીએ તે કંઇ ઓટીટીના નાના પરદે જોવાની મઝા કંઇ થોડી આવે. આથી તેમને થિયેટરોમાં રિલીઝ કરવી જરૂરી તો હોય જ. વળી થિયેટરો માલિકોને પણ નુકશાન થાય આથી નિર્માતાઓના આ પગલાંથી સિનેમા ચેઇન માલિકો તેમના એ પગલાંને વખોડી નાંખ્યું હતું. નારાજ થયેલા થિયેટર માલિકઓએ નક્કી કર્યું છે કે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી કોઇપણ ફિલ્મને હવે થિયેટરોમાં રિલીઝ કરવામાં નહીં આવે.

ઓટીટી પર રિલીઝ થયેલી દિલ બેચારા, ગુંજન સક્સેના, સડક-૨ અને અન્ય ફિલ્મોને હવે સિનેમા ચેઇન રિલિઝ નહીં કરે. જ્યારે આ ફિલ્મોને કંઇ ઓટીટી પ્લેટફોર્મ પર એટલી પ્રસિદ્ધિ કે સફળતા નથી મળી. આથી તેના નિર્માતાઓ તેને થિયેટરોમાં રી-રિલીઝ કરવા માગે છે. પણ તેમને તે તક મળશે કે નહીં તે હવે આગળ કેવી પરિસ્થિતિ સર્જાય છે તેના પર નિર્ભર રહેશે.

સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ દિલ બેચારા, વિદ્યા બાલન અભિનીત શકુંતલા દેવી, ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ, સડક ૨, અમિતાભ બચ્ચન સ્ટારર ગુલાબો સિતાબો અને ખુદા હાફિઝ જેવી ફિલ્મોને હવે થિયેટરોમાં રિલિઝ નહીં કરવાનો નિર્ણય બધા જ જાણીતા થિયેટર ચેઇનના માલિકઓએ લીધો છે.

ગયા અઠવાડિયે જાહેરાત કરવામાં આવી હતી કે ટૂંક સમયમાં દેશમાં સિનેમા હૉલ્સ ચાલુ કરવામાં આવશે. જોકે, કેટલાક રાજ્યોએ હજી સિનેમાગૃહો બંધ જ રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયની અનલોક-૫ની માર્ગદર્શિકામાં જાહેર કરવામાં આવ્યું હતું કે સિનેમા હૉલ્સ ૧૫ ઑક્ટોબરથી ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ થઇ શકશે. હવે ગૃહ મંત્રાલય દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પણ સિનેમા હૉલ ચાલુ કરવાના નવા ધોરણો જારી કરવામાં આવશે.

એવી જાહેરાત કરવામાં આવી હતી કે અજય દેવગણ અને કાજોલની ‘તાન્હાજી- ધ અનસંગ વૉરિયર’, તાપસી પન્નુની ‘થપ્પડ’, આદિત્ય રોય કપૂર- દિશા પટ્ટણીની ‘મલંગ’, આયુષયમાન ખુરાનાની ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’, રિતીક રોશન અને ટાઇગર શ્રોફની ‘વૉર’ અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ‘કેદારનાથ’ જેવી પાંચ ફિલ્મો થિયેટરમાં ફરી જોવા મળશે. કારણ કે આમાંથી સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મને બાદ કરતા બીજી ફિલ્મો લૉકડાઉન પહેલાં થિયેટરોમાં રિલીઝ થઇ હતી પણ કોરોનાની પરિસ્થિતિને કારણે થિયેટરો બંધ થઇ જતાં તેને જોવાનો વધુ દર્શકોને લાભ નહોતો મળ્યો. આથી આ ફિલ્મોને જે દર્શકો જોઇ શક્યા નથી તેમને જોવાનો લાભ મળી શકે તથા નિર્માતાઓને તથા થિયેટર માલિકોને ફિલ્મનો ફાયદો પણ થાય. આમ, થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મોની રી-રિલીઝ માટે થિયેટરમાલિકોને વાંધો નથી, પણ ઓટીટી પર પોતાની ફિલ્મોને રિલીઝ કરીને કમાણી કરનાર નિર્માતાઓને થિયેટરોમાં પણ રિ-રીલિઝ કરીને દર્શકો ઊભા કરવાનો લાભ થિયેટર માલિકો આપવા માગતા નથી. તેનું એક કારણ દેખીતું છે કે ટચૂકડા પડદે રિલીઝ થઇને ચવાઇ ગયેલી ફિલ્મો થિયેટરમાં દર્શકો જોવા આવે કે નહીં તેની ગેરન્ટી પણ નહીં હોય. આમ, ઉતાવળે થઇને પોતાની ફિલ્મોને ટચૂકડા પરદા પર રિલીઝ કરી નાંખનાર ફિલ્મનિર્માતાઓને થિયેટરો ખૂલ્યા પછી ગેરલાભ થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

a13Om87
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com