5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અપરિણીતઅક્ષય ખન્નાને લિવ ઇન રીલેશનશિપમાં વધારે રસ છે

સુપરસ્ટાર વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્નાએ તાલ, દિલ ચાહતા હૈ, બૉર્ડર, હલચલ જેવી સફળ ફિલ્મો આપીને સફળ કારકિર્દી બનાવી છે, પણ પાછળથી તેની કારકિર્દી થોડી મંદ પડી ગઇ હતી. તેને ફિલ્મો પણ સારી નહોતી મળતી. જોકે, અત્યારે પણ તે થોડો સક્રિય છે ખરો. પણ કોરોનાની નવરાશમાં તે મજાની વાતો કરે છે. તે રમૂજી સ્વભાવ પણ ધરાવે છે. અગાઉ એક મુલાકાત દરમિયાન તેણે જણાવ્યું હતું કે એક સમયે તેને તેનાથી ૨૭ વર્ષ મોટા તમિલ અભિનેત્રી અને મુખ્ય પ્રધાન જયલલિતા સાથે ડેટ કરવાની ઈચ્છા થઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલ ૪૫ વર્ષની વયે પણ અક્ષય ખન્ના કુંવારો છે. તેની સાથે માત્ર રિયલ લાઇફમાં જ આવું નથી બન્યું, પરંતુ રીલ લાઈફમાં પણ તેણે ફિલ્મ દિલ ચાહતાહૈમાં મોટી ઉંમરની મહિલા સાથે પ્રેમ કરતું પાત્ર ભજવ્યું હતું. અક્ષય ખન્નાને તેમાં તેનાથી મોટી ઉંમરની મહિલા ડિમ્પલ કાપડિયા સાથે પ્રેમમાં પડતો બતાવ્યો હતો. તેની રિયલ જિંદગીની વાત કરીએ તો તે અપરિણીત હોવા છતાં કેટલીયે વાર જુદી જુદી અભિનેત્રીઓ જોડે તેના અફેરની વાતો ચર્ચાતી રહે છે. બૉલીવૂડ એક્ટ્રેસ રિયા સેન, તારા શર્મા, એક બ્રિટિશ મૉડેલ અને જર્મન મહિલા સાથે ગાઢ સંબંધો રાખનાર અક્ષય ખન્ના હજુ સુધી પરણ્યો નથી, પણ તે લિવ ઇન રિલેશનશિપમાં જરૂર માને છે. અભિનેત્રી તારા શર્મા સાથે તે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. પણ પછી તેમના સંબંધો પર પૂર્ણવિરામ આવી ગયું હતું.

પ્રેમસંબંધો માટે તે માને છે કે પ્રેમમાં બે વ્યક્તિને એકસાથે રહેવા માટે કોઈ ડૉક્યુમેન્ટની જરૂર નથી હોતી. તાજેતરમાં પણ તેણે તેની ભૂતકાળની ઇચ્છાને યાદ કરતા જણાવ્યું હતું કે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતા તેનાથી ૨૭ વર્ષ મોટાં હોવા છતાં તેમનામાં કંઈક એવું હતું જે તેને બહુ આકર્ષતું હતું.

તેની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં જ તેની ફિલ્મ‘સબ કુશલ મંગલહૈ’ આવી હતી, પરંતુ આ ફિલ્મ બૉક્સઓફિસ પર પોતાનો પ્રભાવ પાથરી શકી ન હતી. ત્યારબાદ આવેલી ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં તેણે કરેલા સંજય નામના પત્રકારના રોલ માટે તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા.આ પહેલા તેણે કરેલી ‘મૉમ’ ફિલ્મના તેના રોલ માટે પણ તેને પ્રશંસા મળી હતી. તેની આગામી ફિલ્મ ‘બસરા’ ડિસેમ્બરમાં રજૂ થવાની શક્યતા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

12ndX471
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com