5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સલમાન ખાને ‘રાધે’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું

તાજા સમાચાર મુજબ સલમાન ખાને એની ‘રાધે: યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ’નું શૂટિંગ શિડ્યુલ સમય કરતાં પહેલા પૂરું કરી લીધું છે.

રણદીપ હુડા અને દિશા પટ્ટણી બાદ હવે સલમાન ખાને પણ ફિલ્મ ‘રાધે’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. થોડા દિવસ પહેલા જ રણદીપ હુડા અને દિશા પટ્ટણીએ શૂટિંગ પૂરું કર્યા બાદ સેટ પરના ફોટો પણ શેર કર્યા હતા. હવે સલમાને પણ એની શિડ્યુલ ડેટ પહેલા શૂટિંગ ખતમ કર્યું છે. સર્જકો હવે ટૂંક સમયમાં જ ફિલ્મની નવી રિલીઝ તારીખની જાહેરાત કરે તેવી શક્યતા છે.

આ ફિલ્મનું શૂટિંગ ત્રણ અલગ અલગ જગ્યાએ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું હતું, શૂટિંગ દરમિયાન કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. અને મર્યાદિત ક્રૂ સભ્યોને જ હાજર રાખવામાં આવ્યા હતા. આ શૂટિંગમાં સલમાન અને દિશા વચ્ચે ગીત ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીત સીઝર ગોન્સોલ્વિસે કોરિયોગ્રાફ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે ફાઇનલ કટ ડિસેમ્બર સુધીમાં પતાવી દેવામાં આવશે. પોસ્ટ-પ્રોડક્શનનું કામ લોકડાઉન દરમિયાન કરવામાં આવ્યું હતું અને હવે સર્જકો નવા સીન્સને એડિટ કરવાનું કામ કરી રહ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

eAP3pV
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com