5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૫૦૦ડાન્સર્સ સાથે ગીત કરવું તેના કરતા ઇન્ટિમેટ સીન્સ કરવાસારાં

કોવિડ-૧૯નાલૉકડાઉન પછી હવે બૉલીવૂડ ધીરે ધીરે થાળે પડી રહ્યું છે. ફિલ્મોના શૂટિંગ શરૂ કરીને હવે તે સામાન્ય સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સલમાન ખાન, આલિયા ભટ્ટ અને અન્ય કલાકારો તેમની ફિલ્મોના શૂટિંગ શરૂ કરી રહ્યા છે. સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબ આ શૂટિંગ થશે. હવે અન્યોથી સેલ્ફ ડિસ્ટન્સ રાખવાના નિયમ છે ત્યારે કલાકારો ઇન્ટિમેટ સીન કેવી રીતે કરી શકે? તેના વિશે તથા હવે કામનો સિનારિયો કેવો હશે તેના વિશે સૈફ અલી ખાન વાત કરતા કહે છે, હજુપણ બહાર કામ કરવા જવા માટે ખતરો તો છે જ. હું એ વાત ભારપૂર્વક કહું છું કે હજુ ઘણો ભય છે, સંભાળીને કામ કરવું જોઇએ. હું આશા રાખું છું કે બહુ જલદી બધું થાળે પડી જાય. ઘણા બધા કલાકારોને કોરોનાની અસર થઇ છે અને હજુ પણ થઇ શકે છે. છતાંય આપણે શાંતિથી બધું સંભાળીને કામ કરવું જોઇએ. હવે ડિસ્ટન્સ રાખવું જરૂરી હોવાથી ઇન્ટિમેટ સીન્સ ન કરવા એવું પણ નથી. હું તે બાબતે સહમત છું કે ઇન્ટિમેટ સીન કરી શકાય. એક ડાન્સ-ગીત ૫૦૦ કોરસ ડાન્સર્સ સાથે કરવું તેની સરખામણીએ ઇન્ટિમેટ સીન્સ કરવા વધુ સરળ કહેવાય. જોકે, અત્યારે તો સ્થિતિ બહુ ભયજનક છે, પણ તે સ્થિતિમાં સંભાળીને કામ તો કરવું જ પડશે.

સૈફકહે છે, લૉકડાઉનમાં મેં મારી કેટલીક ફિલ્મો જોઇને સમય વીતાવ્યો. જૂની ફિલ્મોમાં મેં કેવું કામ કર્યું હતું તેનું નિરીક્ષણ કર્યું. મને લાગ્યું કે કેટલીક ફિલ્મોમાં મેં બહુ સારું કામ નથી કર્યું. જ્યારે કેટલાકમાં મને લાગ્યું કે તે ઠીક છે. ફિલ્મ ભલે સારી ના હોય પણ તેમાં મારું કામ સારું હોય તેવું પણ મને લાગ્યું.

સૈફ અલીની આગામી ફિલ્મો છે પ્રભાસ સાથેની ‘આદિપુરુષ’ તથા હૉરર કૉમેડી ‘ભૂત પોલીસ’. તેમાં તેની સાથે છેઅર્જુન કપૂર, જૅકલિન ફર્નાન્ડિઝ અને યામી ગૌતમ. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

625rr732
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com